________________
भक्ति-द्वात्रिंशिका
१४३ = रागरहितानां सनिधानं तु समीपागमनरूपं कायिकमहंकार-ममकाररूपं मानसं च मन्त्रसंस्कारादिनाऽसंમવા તદુ
मुक्त्यादौ तत्त्वेन प्रतिष्ठिताया न देवतायास्तु । स्थाप्ये न च मुख्येयं तदधिष्ठानाद्यभावेन।।
इज्यादेन च तस्या उपकारः कश्चिदत्र मुख्य इति । કર્યો હોતા, તેથી કાયિક આગમન શી રીતે થાય? વળી ‘દં-મતિ મત્રોડાં મોદી નવાધ્ય” મોહરાજાનો અહં ને મમ આ જ આખા જગતને આંધળું કરનારો મત્ર છે. વીતરાગદેવે આ મોહરાજાને નામશેષ કર્યો હોય છે. તેથી અહંકાર કે મમકાર રૂપે માનસિક આગમન પણ શી રીતે સંભવે? ષોડશક (૮૬)માં કહ્યું છે કે “મુક્તિ વગેરે સ્થાનમાં પરમાર્થથી રહેલ દેવતાની સ્વજીવમાં કે બિંબમાં પ્રતિષ્ઠા થઇ શકતી નથી, કેમકે ઘણાં દૂર છે. સ્થાપ્યબિંબમાં આ પ્રતિષ્ઠા મુખ્ય હોતી નથી, કેમકે મુખ્યદેવનું અધિષ્ઠાન કે અહંકાર-મમકાર વાસનારૂપ સંનિધાન થતું નથી, વળી પૂજા, સકારાદિથી પ્રસ્તુતદેવતાને કોઇ નિરુપચરિત-મુખ્ય ઉપકાર થતો નથી. એટલે પૂજાથી મુક્તિસ્થિત દેવતાને ઉપકાર થવાની કલ્પના એ બાળક્રીડા સમાન થાય છે. (પૂજાથી જાતને જ ઉપકાર થાય એ માટે શિષ્યો પૂજા કરે છે.)” આમ નિજભાવની જ પ્રતિષ્ઠા છે એવું જે પ્રતિપાદન કર્યું એનાથી જ અન્યદર્શનીઓના નીચેના અભિપ્રાયનું નિરાકરણ થઇ જાય છે.
પૂર્વપક્ષ પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમા વગેરેમાં દેવતાનું અહંકાર-મમકાર રૂપ સાન્નિધ્ય કરવામાં આવે છે. “જડતા વગેરે રૂપ અનેક વિશેષતાઓ (પોતાના કરતાં વિલક્ષણતાઓ) જેમાં જોવા મળે છે એવી પ્રતિમામાં આ હું છું' એવા અહંકારરૂપ સાન્નિધ્ય શી રીતે સંભવે?” એવું ન પૂછવું, કારણકે એવો ભેદ દેખાતો હોવા છતાં સ્વસાદૃશ્ય દેખાડનાર ચિત્ર વગેરેમાં જેમ સ્વનો આહાર્ય આરોપ થાય છે તેમ પ્રતિમામાં પણ થઇ શકે છે. જ્યાં જેના અભાવનો નિર્ણય હોય ત્યાં જ, તેવી પ્રબળ ઇચ્છાવશાત્ તે વસ્તુનો આરોપ કરવો એ આહાર્ય આરોપ કહેવાય છે. જેમકે ફોટો જડ છે, પોતે ચેતન છે.. વગેરે અનેક કારણોએ ફોટામાં પોતાપણાના અભવાનો નિર્ણય હોવા છતાં, પોતાના ફોટાને ઉદ્દેશીને માનવી “આ હું છું” એમ જાણે છે ને કહે છે. આ જ રીતે પ્રતિમામાં દેવતાને “આ હું છું' એમ આહાર્ય આરોપ સ્વરૂપ જ્ઞાન થઇ શકે છે. “જ્યારે દેવતાનું “આ હું છું' ઇત્યાદિ અહંકારાદિરૂપ જ્ઞાન નાશ પામી જશે ત્યારે દેવતાનું સાન્નિધ્ય નીકળી જવાથી પૂજાનું ફળ નહીં મળી શકે” એવી પણ શંકા ન કરવી, કારણકે જ્ઞાનનો નાશ થયો હોવા છતાં એના સંસ્કાર ઊભા હોવાથી પૂજાનું ફળ પ્રાપ્ત થઇ શકે છે. અસ્પૃશ્યસ્પર્શ વગેરેથી આ સંસ્કારનો જ નાશ થઇ જાય છે. એટલે પછી એ પ્રતિમાના પૂજન વગેરેથી ફળપ્રાપ્તિ થતી નથી.
ઉત્તરપક્ષ - આગળ કહી ગયા મુજબ આવો પૂર્વપક્ષ નિરસ્ત જાણવો, કારણકે સ્થાપ્ય જ્યારે વીતરાગદેવ હોય ત્યારે અહંકાર વગેરે અસંભવિત હોઇ આવી પ્રતિષ્ઠા પણ અસંભવિત રહે છે. “સરાગી દેવની પ્રતિમામાં તો આવી પ્રતિષ્ઠા માની શકાશે ને” એવું જો કોઇ કહે તો એનો જવાબ એ જાણવો કે સરાગીને તો દેવ માનવા એ જ મિથ્યા છે. વળી સરાગીદેવને માનનારાઓ એવી પ્રતિષ્ઠા માને એ પણ યોગ્ય તો નથી જ, કેમકે જે સરાગી હોય તે સર્વજ્ઞ હોતા નથી. એટલે જ્યારે અન્ય પ્રવૃત્તિમાં વ્યગ્ર હોય ત્યારે અને દૂર દૂરના અનેક સ્થળોમાં એક સાથે પ્રતિષ્ઠાની ક્રિયાઓ ચાલુ હોય ત્યારે (સર્વત્ર) ઉપયોગ જવો અશક્ય હોવાથી અહંકાર-મમકાર અસંગત હોઇ પ્રતિષ્ઠા અસંગત બની જાય છે. વળી અહંકાર-મમકારના સંસ્કારનો નાશ થયે પ્રતિમા અપૂજ્ય બની જવાની આપત્તિ આવે છે. વળી દેવતાનું અહંકાર-મમકાર રૂપ જ્ઞાન હોય ત્યારે જ્ઞાન પૂજાફળ પ્રયોજક