________________
१४२
द्वात्रिंशद्वात्रिंशिका औपाधिकश्च, आद्यः परज्ञतापरदर्शकत्वलक्षणः, अन्त्यश्च विचित्र इति न दोषः ।।१८।। प्रतिष्ठितत्वज्ञानोत्थसमापत्त्या परेष्वपि। फलं स्याद्वीतरागाणां सन्निधानं त्वसंभवि।।१९।।
प्रतिष्ठितत्चेति । प्रतिष्ठितत्वज्ञानोत्थया = पूर्वपूर्वप्रतिष्ठितत्वप्रतिसन्धानोत्थापितवचनादरभगवद्धहुमानाहितया समापत्त्या परेष्वपि = प्रतिमापूजाकारिष्वपि फलं = विपुलनिर्जरालक्षणं स्यात् । वीतरागाणां દોષ નથી./૧૮
પ્રિતિમામાં વીતરાગનું સંવિધાન અસંભવિત). આ રીતે, વિશેષદેવતાની પ્રતિષ્ઠા નહીં માનશો અને નિજભાવની જ પ્રતિષ્ઠા માનશો તો એ પ્રતિમા પૂજનનું ફળ પૂજ કને શી રીતે મળશે? કેમકે વિશેષદેવતા તો ત્યાં છે નહીં. મંત્રસંસ્કારાદિથી વિશેષ દેવતાને જ ત્યાં પ્રતિષ્ઠિત થયેલા માનો તો તો એના જ પ્રભાવે ફળપ્રાપ્તિ સંગત થઇ જાય. આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે
પ્રતિષ્ઠિતત્વ જ્ઞાનથી થયેલ સમાપત્તિથી પ્રતિમાપૂજ કોને પણ વિપુલનિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે. વીતરાગોનું સંનિધાન અસંભવિત છે.
જે પૂજકે પૂજ્યમાન પ્રતિમાની પ્રતિષ્ઠાવિધિ નિહાળી નથી એને “આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એવું અનુસંધાન સીધેસીધું થઇ શકતું નથી. પણ, એ અન્ય પૂજકને પૂજા કરતો જોઈ એ પૂજકમાં રહેલા આવા અનુસંધાનનું અનુમાન કરે છે. વળી એ પૂજકે પણ આ જ રીતે પોતાની પૂર્વમાં કોઇ પૂજકની પૂજા જોઇને આવું અનુમાન કર્યું હોય છે. આમ પૂર્વ પૂર્વની પૂજાની પરંપરા દ્વારા પ્રતિસંધાનની પણ પરંપરા ચાલે છે. તેથી પૂર્વ-પૂર્વ પ્રતિસંધાન દ્વારા પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન થવાની અહીં વાત કરી છે.] “આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે” એવા પૂર્વ-પૂર્વ પ્રતિસન્ધાનથી એ પ્રતિષ્ઠાદિવિધિ જ્ઞાપક જિનવચન પર આદર થાય છે અને તેના દ્વારા ભગવાન પર બહુમાન થાય છે. અથવા, “આ પ્રતિમા વીતરાગ ભગવાન્ થી પ્રતિષ્ઠિત છે આવા પ્રતિસંધાનથી જે જ્ઞાન થાય છે કે, એક સંબંધી જ્ઞાન અન્ય સંબંધીનું સ્મરણ કરાવે છે એ ન્યાયે, ભગવાનની મહાનતાના કારણભૂત ભગવાનના અવિસંવાદી વચનોનું “અહો! આ પ્રતિમામાં પ્રતિષ્ઠિત પ્રભુનાં વચનો કેવા અવિસંવાદી યથાર્થ છે” ઇત્યાદિ રૂપે વચનાદર ગર્ભિત સ્મરણ કરાવે છે. જેમ પ્રભુના વચનને પુરસ્કૃત કરવા એ પ્રભુને જ પુરસ્કૃત કરવા બરોબર છે એમ પ્રભુના વચનનો આદર એ પ્રભુનો જ આદર છે. પ્રભુવચનનો આદર કરવાથી સમાપત્તિ થાય છે એ પૂર્વે બીજી બત્રીશીના પચ્ચીશમા શ્લોકમાં જણાવી ગયા છે. તેથી પ્રભુવચન પ્રત્યેના આદર બહુમાન - પ્રભુ પ્રત્યેના આદરબહમાનથી સમાપત્તિ થાય છે. આ બહમાનથી સંપન્ન થયેલી સમાપત્તિથી પ્રતિમાપજ કોને વિપુલનિર્જરા રૂપ પૂજાફળ મળે છે. [આમ નિજભાવની સ્વમાં જ મુખ્ય પ્રતિષ્ઠા થાય છે, ઉપચારથી પ્રતિમામાં પ્રતિષ્ઠા થાય છે એ તેમજ એનાથી પૂજાફળ શી રીતે મળે છે એ જણાવ્યું. બાકી ફળ પ્રયોજક તરીકે મુખ્યદેવતાની જ પ્રતિમામાં પ્રતિષ્ઠા માનવી એ સંભવતું નથી એ જણાવવા ગ્રન્થકાર કહે છે-] ગમે તેવા મંત્રોચ્ચાર કે વિધિવિધાનથી, વીતરાગ બનેલ મુખ્યદેવતાનું પ્રતિમામાં સંનિધાન થવું અસંભવિત હોઇ તેમની પ્રતિષ્ઠા થઇ શકતી નથી. એટલે કે મંત્ર-સંસ્કારાદિથી આકૃષ્ટ થઇને પ્રતિમામાં આવી અને અધિષ્ઠિત કરવા રૂપ કાયિક આગમન કે પ્રતિમા અંગે “આ હું છું' એવા અહંકારરૂપે કે “આ મારી છે' એવા મમકારરૂપે માનસિક આગમન વીતરાગદેવ માટે સંભવતું નથી. સિદ્ધ થયેલા વીતરાગ પ્રભુને નથી કાયા હોતી કે નથી ગતિના કારણભૂત