________________
भक्ति-द्वात्रिंशिका
૧૪૧ भावोपचारद्वारेण, निज एव हि भावो मुख्यदेवतास्वरूपालंवनः स एवायमि'त्यभेदोपचारेण विदुषां भक्तिमतां पूज्यतापदवीमासादयती ति"। न चैवं तदध्यवसायनाशात्प्रतिमाया अप्रतिष्ठितत्वापत्तिरिति शंकनीयं, तन्नाशेऽपि तदाहितस्योपचरितस्वभावविशेषस्यानाशात् । द्विविधो युपचरितस्वभावो गीयतेस्वाभाविक પ્રિતિષ્ઠિતત્વજ્ઞાનથી ઉલ્લસિત થયેલ ભક્તિ દ્વારા પ્રતિમા વિશિષ્ટ પૂજાફળની પ્રયોજિ કા બને છે એ જાણવું.]
વીતરાગ પ્રભુના આલંબને હું તે જ વીતરાગ છું” આવો જે અધ્યવસાય પ્રતિષ્ઠાપકને ઊભો થાય છે, તેનો, ‘આ પ્રતિમા મારાથી અભિન્ન છે' એ રીતે (એટલે કે પ્રતિમામાં પણ વીતરાગતા વગેરે ગુણો છે એવો) અભેદ ઉપચાર કરવો એ પ્રતિમામાં થયેલી પ્રતિષ્ઠા છે. તેથી પૂજકને ‘આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એવા જ્ઞાનથી એ પ્રતિમામાં ઉપચરિત થયેલા વીતરાગતા વગેરે ગુણોનું અનુસંધાન થાય છે ને તેથી ભક્તિભાવ ઉભરાય છે જે પૂજાનું વિશિષ્ટ ફળ આપે છે. ષોડશકની આ ગાથાની જ વૃત્તિમાં ઉપાધ્યાયજી મહારાજે શ્રીહરિભદ્રસૂરિમહારાજની પૂજા વિશિકાની ગાથાઓનો આધાર લઇને બીજી એક હકીકત એ સ્પષ્ટ કરી છે કે - આમ પ્રતિષ્ઠા વિશિષ્ટ પ્રકારની ભક્તિ ઉભરાવવા દ્વારા ફળદાત્રી બને છે એ હકીકત હોવાથી જ આ ભક્તિ જે જે વિશેષ પ્રકારે ઉલ્લસિત થાય છે તે વિશેષ પ્રકારો આદરણીય-સ્વીકાર્ય છે. અર્થાત્ કોઇ પૂજકને આ પ્રતિમા મેં ભરાવી છે' એ રીતે તો કો'ક ને “આ પ્રતિમા મારા માતા-પિતા વગેરેએ ભરાવી છે' એ રીતે તો વળી અન્યને “આ પ્રતિમા વિશિષ્ટ વિધિપૂર્વક ભરાવેલી છે' એ રીતે અનુસંધાનથી વિશિષ્ટ ભક્તિ ઉલ્લસે છે. તો ક્યારેક શુદ્ધસ્થાનમાં વિશિષ્ટ વિધિ-સામગ્રી વિના જ માત્ર નવકાર દ્વારા મનથી સ્થાપના કરી હોય
પણ ભક્તિ ઉલ્લસે છે. એટલે આ બધા પ્રકારો ફળ આપવામાં સમર્થ છે તે જાણવું. ટૂંકમાં જેને જે રીતે વિશિષ્ટ ભક્તિભાવ અનુભવાય તેને માટે તે પ્રકાર ઇષ્ટ છે. સારાંશ એ જાણવો કે “મેં સ્થાપના કરી છે' વગેરે બુદ્ધિથી જો વિશેષ ભક્તિ ઉભરાતી હોય તો એ ઉચિત છે ને જો એ બુદ્ધિથી મમત્વ-કલહ વગેરે થતા હોય તો એ અનુચિત છે.]
શંકા - આ રીતે ઉપચરિત ભાવને જ પ્રતિમામાં થયેલ પ્રતિષ્ઠારૂપ માનશો તો એ ભાવ નષ્ટ થઇ જવાથી પ્રતિષ્ઠા પણ નષ્ટ થઇ જવાના કારણે પ્રતિમા અપ્રતિષ્ઠિત બની જશે.
સમાધાન - એ અધ્યવસાય નાશ પામી જવા છતાં એ અધ્યવસાયથી થયેલ ઉપચરિતસ્વભાવવિશેષ નાશ પામતો ન હોવાથી આવી શંકા કરવી યોગ્ય નથી. ઉપચરિતસ્વભાવ બે પ્રકારે કહેવાય છે – સ્વાભાવિક અને ઔપાધિક. આમાં આદ્ય = સ્વાભાવિક ઉપચાર પરજ્ઞતા-પરદર્શકત્વ સ્વરૂપ છે. અર્થાતું, પર = શ્રેષ્ઠ, તેથી શ્રેષ્ઠજ્ઞાન (= કેવલજ્ઞાન) અને શ્રેષ્ઠ દર્શકત્વ (= કેવલદર્શન) (અને ઉપલક્ષણથી વીતરાગતા વગેરે) નો પ્રતિષ્ઠાપક સ્વ આત્મામાં જે ઉપચાર કરે છે એ સ્વાભાવિક ઉપચાર છે. પ્રતિષ્ઠાપક આત્માના પણ કેવલજ્ઞાન- . કેવલદર્શન સ્વભાવભૂત જ છે, અને હજુ એ પ્રકટ થયેલા ન હોવા છતાં એવો અધ્યવસાય ઊભો કરાઇ રહ્યો છે માટે એ મૌલિક ન હોવાથી ઉપચાર રૂપ છે, અને છતાં સ્વભાવભૂત હોવાથી સ્વાભાવિક ઉપચાર રૂપે કહેવાય છે. પ્રતિમામાં કેવલજ્ઞાન વગેરે સ્વભાવભૂત ન હોવા છતાં એનો જે અભેદ ઉપચાર થાય છે તે ઔપાધિક કહેવાય છે. આ ઔપાધિક ઉપચાર અનેક પ્રકારનો હોય છે. જેમકે નવકાર-પંચિંદિયથી કરાતી સ્થાપના અલ્પકાલીન હોય છે જ્યારે અક્ષાદિમાં વિશિષ્ટવિધિથી કરાયેલી સ્થાપના, જ્યાં સુધી ઉત્થાપનવિધિપૂર્વક એનું વિસર્જન ન થાય ત્યાં સુધી-દીર્ઘકાલીન હોય છે. મુખ્ય દેવના આલંબને ઊભો થતો અધ્યવસાય નાશ પામવાથી, સ્વાભાવિક ઉપચારરૂપ મુખ્ય પ્રતિષ્ઠા ભલે વિનષ્ટ થાય, પણ એના અભેદ ઉપચારથી (કે જે ઉપચાર ઔપાધિક ઉપચાર સ્વરૂપ છે તેનાથી) પ્રતિમામાં જે સંસ્કારવિશેષ ઊભો થાય છે તે દીર્ઘકાળ ટકી શકતો હોવાથી કોઇ