SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ १४० द्वात्रिंशद्वात्रिंशिका कालेन भवति परमा प्रतिवद्धा सिद्धकाञ्चनता ।। वचनानलक्रियातः कर्मेन्धनदाहतो यतश्चैषा । इतिकर्तव्यतयातः सफलैषाप्यत्र भावविधौ । [षो. ८-९]नन्वेवं प्रतिष्ठाकारयितर्येव प्रतिष्ठोपपादने प्रतिमायां प्रतिष्ठितत्वव्यवहारः, तस्यां च पूजादिफलप्रयोजकत्वं कथं स्यात्? अत आह-उपचारात् वहिः = प्रतिमायां पुनरियं = प्रतिष्ठा भवति, यत् षोडशकवृत्तिकृत् “वायजिनविंवगता तु प्रतिष्ठा बहिर्निजવિભૂતિ પ્રાપ્ત થતી હોવાથી એ મહોદય છે. (રાગ-દ્વેષાદિગ્રસ્ત આત્મસ્વભાવ એ તાંબુ છે.) જેમ સુવર્ણરસના સંપર્કથી તાંબુ સુવર્ણરૂપતા પામે છે, તેમ ઉક્ત ભાવરમેન્દ્રથી રસાતું આત્મસ્વભાવરૂપ તાંબુ કેટલાક કાળે પરમ = શ્રેષ્ઠ અપ્રતિબદ્ધ = અનુપહત સિદ્ધકાંચનતા = સર્વકર્મમલમુક્ત સિદ્ધાવસ્થારૂપ કાંચનતાને પામે છે. [આ પ્રાપ્તિમાં આવો ક્રમ જાણવો - ભાવરસે - પુણ્યાનુબંધી પુણ્ય - ઉત્તરોત્તર સાધનાની સુંદર સામગ્રી- ઉત્તરોત્તર શુભ-શુદ્ધ ભાવો - વીતરાગતા-કેવલજ્ઞાન-મુક્તિ] આગમ વચન અગ્નિ જેવું છે, તેની નિયતવ્યાપારરૂપ ક્રિયાથી કર્મરૂપી ઇન્દનનો દાહ થવાથી આ સિદ્ધ કાંચનતા સંપન્ન થાય છે, માત્ર ભાવસેિન્દ્રથી એ સિદ્ધ કાંચનતા પ્રાપ્ત થઇ જાય છે એવું નથી. બિંબમાં થયેલ પ્રતિષ્ઠા પણ વચનક્રિયારૂપ છે. તેથી એ પ્રતિષ્ઠા ઇન્જન પ્રક્ષેપાત્મક શુભ વ્યાપાર રૂ૫ ઇતિકર્તવ્યતા સ્વરૂપ હોવાના કારણે સફળ છે.” [આશય એ છે કે તાંબાને સુવર્ણરસથી રસવા માત્રથી સો ટચનું સોનું પ્રાપ્ત થતું નથી, કારણ કે તાંબાનો અંશ ભલે સુવર્ણ બન્યો, તાંબામાં જે મેલ-માટી વગેરે ભળેલા હતા એ તો અશુદ્ધિરૂપે હજુ પણ ઊભા જ રહે છે. એ અગ્નિ દ્વારા દૂર થાય છે ને શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુતમાં શંકા પડી શકે છે કે, જો શ્રીવીતરાગના આલંબને હું પણ તે વીતરાગ જ છું' આવા પ્રગટ થયેલા ભાવને આત્મામાં સ્થાપવો એ પ્રતિષ્ઠા છે ને આ ભાવ જ ભાવસેિન્દ્ર સ્વરૂપ હોવાથી પરમાત્માની સમરસાપત્તિ કરાવનાર છે. તો પ્રતિષ્ઠા માટે આવો ભાવ પ્રગટ કરી સ્થાપી દેવો એટલું જ આવશ્યક છે. એટલે પ્રતિષ્ઠા માટે અન્ય બાહ્ય વિધિવિધાનની શી જરૂર છે? આ શંકાનું સમાધાન ઉપરના દૃષ્ટાંત અનુસારે જાણવું. અર્થાત્ આગમવચન સ્વરૂપ અગ્નિના વ્યાપારથી કર્મસ્વરૂપ ઇન્શન જ્યાં સુધી બળી જતું નથી ત્યાં સુધી, માત્ર ભાવ રસેન્દ્રથી જ વીતરાગતા-કેવલજ્ઞાનાદિ મય આત્માના શુદ્ધસ્વરૂપ સ્વરૂપ સિદ્ધ કાંચનતા સંપન્ન થતી નથી, એટલે અગ્નિ પ્રગટીને મેલ વગેરે બાળવાનું સ્વકાર્ય કરે એ માટે જેમ ઇન્ધન પ્રક્ષેપ આવશ્યક હોય છે, એમ આગમવચન રૂપ અગ્નિને કર્મકચરાને બાળવાના સ્વકાર્ય કરવામાં પ્રવર્તાવવા માટે આગમોક્ત પ્રતિષ્ઠા (= વિધિવિધાન) પણ આવશ્યક છે. આમ સ્વકીય ભાવની જ સ્થાપનાના આ વિધાનમાં બિબગત પ્રતિષ્ઠા ક્રિયા પણ સફળ = સાર્થક છે, નિરર્થક નથી.] શંકા - આ રીતે પ્રતિષ્ઠાકારકના આત્મામાં જ પ્રતિષ્ઠા થાય છે એવું તમે સિદ્ધ કરો છો તો આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એવો વ્યવહાર શી રીતે થશે? તેમજ તે પ્રતિમા પૂજા વગેરેના ફળની પ્રાપ્તિમાં પ્રયોજક શી રીતે બનશે? (પ્રતિમામાં ઉપચરિતભાવરૂપ પ્રતિષ્ઠા) સમાધાન - નિરુપચરિત રીતે તો સ્વઆત્મામાં જ પ્રતિષ્ઠા થાય છે. ઉપચારથી બહાર = પ્રતિમામાં પ્રતિષ્ઠા થાય છે. ષોડશકના વૃત્તિકાર શ્રીયશોભદ્રસૂરિ મહારાજે (૮૪) ની વૃત્તિમાં કહ્યું છે કે “બાહ્ય જિનબિંબાદિમાં નિજભાવના ઉપચાર દ્વારા પ્રતિષ્ઠા થાય છે. મુખ્ય દેવતાના સ્વરૂપના આલંબનવાળો નિજ ભાવ જ “આ તે જ છે' એવા અભેદઉપચારથી પ્રતિષ્ઠિતત્વની જાણકારીવાળા ભક્તજનને પુજ્ય બને છે”
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy