________________
भक्ति-द्वात्रिंशिका
१४७ कारणीभूताभावप्रतियोगित्वेन पूजाफले प्रतिष्ठायाः प्रतिवन्धकत्वव्यवहारापत्तेः, क्तप्रत्ययस्थलेऽपि 'प्रोक्षिता व्रीहयः' इत्यादौ ध्वंसव्यापारकत्वाकल्पनात्, कालान्तरभाविनि फले चिरनप्टस्य भावव्यापारकत्वनियमाच्च, अन्यथाऽपूर्वोच्छेदापत्तेश्च । किञ्च किञ्चिदवयवनाशेन प्रतिमान्तरोत्पत्तौ तव तत्र प्रतिष्ठाध्वंसानभ्युपगमात्पूज्यतानापत्तिः, प्रतिष्ठितत्ववुद्धिवलाद् व्रीहिषु संस्कृतत्वस्येव तेन तस्य न क्षतिरित्यभ्युपगमे च यथाप्रतीतिशवलवस्त्वभ्युपगमोऽपि वलादापतेदिति किमतिपल्लवितेन । ।१९ ।। संप्रदायागतं चेह मंत्रन्यासादियुक्तिमत्। अष्टौ दिनान्यविच्छित्त्या पूजा दानं च भावतः।।२०।।
संप्रदायेति । इह = प्रतिष्ठाविधौ मन्त्रन्यासादिकं च क्षेत्रसंशोधनाभिवर्पणादिनिष्पत्तये वायुमेघकुमारादिविषयं संप्रदायागतं = शिष्टपारंपर्यायातं युक्तिमद्भवति । ['परः प्राह - इत्थं विशिष्टन्यायार्जने(? (સંસ્કાર કરાયેલા) છે' એવી બુદ્ધિ થતી હોવાથી એમાં સંસ્કૃતત્વને અક્ષત માનવામાં આવે છે એમ પ્રતિમામાં પણ કો'ક અવયવનાશ થવા છતાં પ્રતિષ્ઠિતત્વની જે બુદ્ધિ થાય છે તેના કારણે એ પ્રતિમાન્તરમાં પણ પ્રતિષ્ઠિતત્વને અક્ષત માનીએ છીએ, અને તેથી એને પૂજ્ય માની શકાય છે.
ઉત્તરપક્ષ - પ્રતિમાન્તરમાં આ રીતે પ્રતીતિને અનુસરીને જ જો પ્રતિષ્ઠિતત્વ માનો છો તો (એટલે કે પ્રતીતિને અનુસરીને જ વસ્તુનો નિર્ણય કરો છો તો) એ રીતે તો પ્રતીતિને અનુસરીને દરેક વસ્તુઓને નિત્યત્વઅનિત્યત્વ વગેરે ધર્મોથી શબલ પણ માનવી પડશે, કારણ કે દ્રવ્યરૂપે નિત્યતાની અને પર્યાયરૂપે અનિત્યતાની તે તે દરેક વસ્તુઓમાં પ્રતીતિ થાય જ છે. આ રીતે બળાત્કારે પણ સ્યાદ્વાદ સ્વીકારવો પડવાથી તમારે તમારો એકાન્તવાદ તો છોડી જ દેવો પડશે! અથવા, અવયવનાશ થવાથી થયેલ પ્રતિમાન્તરમાં પ્રતિષ્ઠાવિધિ થઇ ન હોવાથી એ અપેક્ષાએ એને અપ્રતિષ્ઠિત માનવી પડશે અને પ્રતિષ્ઠિતત્વની બુદ્ધિના કારણે એને પ્રતિષ્ઠિત માનવી પડશે. એટલે એકની એક પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વ અને અપ્રતિષ્ઠિતત્વ એમ બન્ને વિરુદ્ધ ધર્મો માનવા પડવાથી સ્યાદ્વાદ સ્વીકારવો પડશે, એકાન્તવાદ છોડવો પડશે. એટલે આ બાબતમાં વધુ ચર્ચાથી સર્યું. ૧૯ [પ્રતિષ્ઠાવિધિમાં અન્તર્ગત મ7ન્યાસાદિ ને જણાવવા ગ્રન્થકાર કહે છે...]
બિલિ વગેરે વિધાનની આવશ્યકતા આ પ્રતિષ્ઠાવિધિમાં ક્ષેત્રસંશોધન-અભિવર્ષણાદિ સંપન્ન થાય એ માટે વાયુકુમાર-મેઘકુમારાદિ સંબંધી સંપ્રદાયમાં ચાલી આવેલા મંત્રજાસાદિ કરવા એ યુક્તિયોગ્ય બને છે.
પૂિર્વપક્ષ : ઇન્દુ = ન્યાયોપાત્ત ધન, વ્યસનમુક્ત શિલ્પીને સત્કારપૂર્વક વિભવોચિત મૂલ્ય અર્પણ, દોહદપૂરણ, મન્યાસ વગેરે આગમોક્ત વિધિપાલનરૂપ વિશિષ્ટ ન્યાયથી નિષ્પન્ન થયેલું બિંબ ભાવશુદ્ધ હોય છે. તેથી એની સ્થાપનાના અવસરે વિપ્નની શાંતિ માટે બલિ-બાકળા વગેરે અયોગ્ય છે, કારણકે બિંબ જે ભાવશુદ્ધ છે - એટલે કે બિંબનિર્માણકાળે જે ભાવશુદ્ધિ છે - એના કારણે જ એ વિદ્ધશાંતિ થઇ જવાની છે.
ઉત્તરપક્ષઃ આ વાત બરાબર નથી, કારણકે ન્યાયોપાત્ત ધનવગેરે શુદ્ધ રાખવાનો શુદ્ધ ભાવ ભાવસત્ય એવી જે નિજ આત્મામાં નિજભાવની અંતરિત સ્થાપના થાય છે એમાં જ પ્રાધાન્ય ધરાવે છે. એટલે કે એનાથી એ સ્થાપના સંપૂર્ણ ભાવસત્ય થાય છે. આ સ્વારસિક વિશિષ્ટ સત્યતાના કારણે એ અંતરિત સ્થાપના અંગેના
૧0 કૌંસમાં આવેલ ભાગ સંવેગી ઉપાશ્રયની તેમજ પાટણના ભંડારની હ. લિ. પ્રતમાં નથી.