________________
१२८
द्वात्रिंशद्वात्रिंशिका (૪) ગીતાર્થોનો અને ગીતાર્થનિશ્રિતોનો એમ બે પ્રકારે જ વિહાર કહેવાયો છે.
(૫) ધર્મની ત્રણ પરીક્ષામાં, ઉક્ત આચારાદિ સાથે પૂર્વાપર અવિરુદ્ધ વચનને તપાસનાર તાપ પરીક્ષા જ મુખ્ય કરવામાં આવી છે. એમ (૯) બાળ, મધ્યમ અને પંડિત જીવોમાંથી આગમવચનોને જોવા એ જ પંડિત જીવની પંડિતાઇ કહેવાઇ છે.
(૭) આચારપાલન હોવા છતાં, ઉસૂત્રભાષણ કરનારા નિહ્નવાદિનો ધર્મશાસનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, જ્યારે આચારપાલનમાં શિથિલ બન્યા હોવા છતાં શુદ્ધ પ્રરૂપણા કરનારા સંવિગ્નપાલિકોનો ત્રીજા માર્ગ તરીકે નંબર ઊભો રખાયો છે. સંવિગ્નપાક્ષિકને થતી નિર્જરામાં મુખ્ય અપેક્ષા એના સૂત્રભાષણની જ હોવી દેખાડેલી છે. આ યથાર્થ વચનના કારણે જ એના વચનોને અવિકલ્પ તથાકારનો વિષય કહ્યા છે જ્યારે સંવિગ્ન અગીતાર્થનાં વચનોને તેવા કહ્યા નથી.
૮) સર્વત્ર ઍદંપર્ધાર્થ તરીકે “આજ્ઞા ધર્મે સા૨:” એ પ્રમાણે જિનવચનરૂપ આજ્ઞાને જ પ્રધાન કરવામાં આવી છે, અહિંસા વગેરેને નહીં. - પ્રથમ શ્લોકની વૃત્તિમાં “આલયવિહારાદિમન્વેનસાધુતાની બુદ્ધિને ધર્મજનિકા' કહી છે. આમાં પ્રશ્ન થાય છે કે જે અત્યંત મુગ્ધ જેવી કક્ષાના બાળ જીવો હોય છે તેઓને આલયવિહારાદિશન્ય એવા પણ સાધુ વેશધારીને જોઇને “આ સાધુ મહારાજ છે' એવી અહોભાવયુક્ત બુદ્ધિ થઇ જાય છે. આ બુદ્ધિ શું તેઓને ધર્મજનિકા નહીં બને? આવા પ્રશ્નનો જવાબ એવો લાગે છે કે સાધુવેશ જોઇને તેઓને જે અહોભાવ યુક્ત બુદ્ધિ થાય છે તે “સાધુવેશ હોય એટલે વિશિષ્ટ સદાચારો હોય જ' એવી માન્યતાના કારણે. એટલે સાધુવેશવત્વેન જે બુદ્ધિ તેઓને થાય છે એ વિશિષ્ટ સદાચારવન્ટેન બુદ્ધિરૂપ હોઇ તેઓ માટે ‘આલય વિહારાદિમત્ત્વન' જ હોય છે, કારણકે તેઓ માટે વિશિષ્ટ સદાચાર એ જ આલયવિહારાદિ છે. માટે એ બુદ્ધિ ધર્મજનિકા બને.
પ્રશન - શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પ્રથમ અષ્ટકમાં આ પ્રમાણે કહ્યું છે. यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वथा । न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ।। न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ।।
આમાં રાગાભાવ, તેષાભાવ, મોહાભાવ અને ત્રિલોક પ્રસિદ્ધ મહિમા હોવા રૂપે મહત્ત્વ કહ્યું છે એ જણાય છે. જ્યારે અહીં તો અવિસંવાદીવચન રૂપે મહત્ત્વ કહ્યું છે. એટલે આપ્ત પુરુષનો વિરોધ નહીં થાય?
ઉત્તર - રાગ, દ્વેષ અને મોહ આ ત્રણમાંના કોઇથી પણ વચન વિસંવાદી (અસત્ય) બને છે એવું શાસ્ત્રમાં જણાવ્યું છે. એટલે અવિસંવાદી વચન રૂપે જે મહત્ત્વ કહ્યું છે એનાથી જ રાગાભાવ, દ્વેષાભાવ અને મહાભાવ રૂપે મહત્ત્વ હોવું પણ સૂચિત થઇ જ જાય છે. વળી ક્ષાયિકભાવોથી સંગત એવી બાહ્યસંપત્તિ રૂપે જે મહત્વ કહ્યું છે તેનાથી ત્રિલોકખ્યાત મહિમા હોવા રૂપે મહત્ત્વ હોવાનું પણ કથન થઇ જ જાય છે. માટે કોઇ વિરોધ થતો નથી.
જે બીજભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના, ઉપ્પઇ વા વિગમેઇ વા યુવેઇ વા મહતત્ત્વના; એ દાન સુશ્રુતજ્ઞાનના દેનાર ત્રણ જગનાથ છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું.