________________
जिनमहत्त्व - द्वात्रिंशिका
आत्मायमर्हतो ध्यानात्परमात्मत्वमश्नुते । रसविद्धं यथा ताम्रं स्वर्णत्वमधिगच्छति । । ३०॥ पूज्योऽयं स्मरणीयोऽयं सेवनीयोऽयमादरात् । अस्यैव शासने भक्तिः कार्या चेच्चेतना स्त वः ।। ३१ ।। सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् ।
भक्तिर्भागवती बीजं परमानन्दसंपदाम् ।।३२ । ।
પવાર્થેત્યાઘારમ્ય પશ્તોજી સુમા।।૨૭।।૨૮।૨૬TIરૂ૦||રૂ9||રૂર|| ।। રૂતિ નિનમહત્ત્વદ્વાત્રિંશિા ||
१२७
આ (સંસારી) આત્મા પરમાત્મપણું પામે છે, જેમ રસાનુવિદ્ધ તાંબુ સ્વર્ણપણું પામે છે.॥૩૦॥ માટે આ અરિહંતદેવ જ પૂજ્ય છે, એ જ સ્મરણીય છે, એ જ આદ૨પૂર્વક સેવનીય છે. જો તમારામાં ચૈતન્ય છે (કદાગ્રહ પ્રેરિત પૂજ્યાપૂજ્ય વગેરેનો વિવેક કરવાની તૈયારીના પણ અભાવ રૂપ જો જડતા નથી) તો આ શ્રી અરિહંતદેવના શાસનમાં જ ભક્તિ કરવા જેવી છે.॥૩૧॥ સારી જિંદગી શ્રુતસાગરમાં ડૂબકીઓ જે મા૨ી છે એનાથી મને આ સારભૂત રત્ન પ્રાપ્ત થયું છે કે ‘શ્રી અરિહંત ભગવાનની ભક્તિ એ પરમાનંદ (મોક્ષ) અને સંપત્તિઓનું અથવા મોક્ષની સંપત્તિઓનું બીજ છે. પદાર્થ... વગેરે છએ શ્લોકો સુગમ છે.।।૩૨।
[જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા અંગે કંઇક વિચારણા
પ્રભુ મહાન્ હોવામાં મુખ્ય કારણ ‘અવિસંવાદી વચન' કહ્યું. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકામાં
अयं जनो नाथ! तव स्तवाय गुणान्तरेभ्यः स्पृहयालुरेव ।
विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षाविधिदुर्विदग्धः । । २ । ।
આ શ્લોક દ્વા૨ા અને એની સ્યાદ્વાદમંજરી વૃત્તિના વૃત્તિકાર શ્રીમલ્લિષણસૂરિ મહારાજે એની વૃત્તિમાં तस्मिन्नेकस्मिन्नपि हि गुणे वर्णिते तन्त्रान्तरीयदेवेभ्यो वैशिष्ट्यख्यापनद्वारेण वस्तुतः सर्वगुणस्तवनसिद्धेः खेभ उहीने પ્રભુની યથાર્થવાદિતાને જ પ્રાધાન્ય આપ્યું છે. યથાર્થ વચન પ્રભુની મહાનતાની બાબતમાં જ પ્રધાન છે એવું નથી. કિન્તુ જ્યાં જ્યાં એક બાજુ યથાર્થવચન હોય અને બીજી બાજુ અન્ય આચાર, સમૃદ્ધિ, ગુણ વગેરે હોય ત્યાં ત્યાં પ્રાયઃ બધે જ યથાર્થ વચનને પ્રધાન કરવામાં આવે છે એવું ઘણી બાબતોમાં જાણવા મળે છે. જેમકે
(૧) નવકારમંત્રમાં - શ્રી અરિહંતદેવો કરતાં સિદ્ધભગવંતો સ્વરૂપની બાબતમાં સંપૂર્ણ શુદ્ધ હોવા છતાં યથાર્થ વચન દ્વારા ઉ૫કા૨ક હોવાથી શ્રી અરિહંતોને પ્રથમ નમસ્કાર છે.
(૨) આઠ પ્રભાવકોમાં શાસ્ત્રોની યથાર્થ વાતો કહી શકનારા એવા પ્રાવચનિકને પ્રથમ સ્થાન અપાયું છે.
(૩) સામાન્યતયા તો આલોચના સંવિગ્નગીતાર્થ પાસે લેવાની છે. પણ તેવા સંવિગ્નગીતાર્થ ન મળે તો કોની પાસે લેવી? એક સંવિગ્ન છે પણ ગીતાર્થ નથી. બીજા ગીતાર્થ છે પણ સંવિગ્ન નથી. આવી પરિસ્થિતિમાં અસંવિગ્નગીતાર્થ પાસે લેવાની કહી છે, પણ અગીતાર્થ સંવિગ્ન પાસે નહીં, કેમકે અસંવિગ્નગીતાર્થ યથાર્થ પ્રાયશ્ચિત્ત કહી શકે છે.