________________
जिनमहत्त्व-द्वात्रिंशिका
११३ जगत्कर्तृत्वसिद्धिः । कृतित्वाद्यवच्छिन्ने इच्छादेर्हेतुत्वान्नित्यकृत्यादौ मानाभावात्, जन्यत्वस्य कार्यत्वावच्छेदककोटौ प्रवेशे गौरवात्, फलमुखस्यापि तस्य क्वचिद्दोषत्वात् । 'नित्यविज्ञानमानन्दं ब्रह्म' इति श्रुतेर्नित्यज्ञानसिद्धावपि नित्येच्छाकृत्योरसिद्धेः, अत एव नित्यसुखस्यापीश्वरे सिद्धिप्रसंगाच्च । तस्मादुक्तश्रुतिरपि नित्यज्ञानसुखाश्रयतया ध्वस्तदोषत्वेनैव महत्त्वमीश्वरस्य वोधयतीति स्थितम् । इत्येष विस्तरोऽन्यत्र स्याद्वादकल्पलतादौ, दिग्मात्रप्रदर्शनं पुनरेतदिति वोध्यम् ।।१२।।
ઉત્તરપક્ષ - આ રીતે પણ જગત્કર્તુત્વની સિદ્ધિ થઇ શકતી નથી. કારણકે કૃતિવાવચ્છિન્ન કોઇપણ કૃતિ પ્રત્યે ઇચ્છા વગેરે હેતુભૂત હોઇ કૃતિમાત્ર કાર્યરૂપ હોય છે. તેથી નિત્યકૃતિ માનવામાં કોઇ પ્રમાણ નથી.
પૂર્વપક્ષ - ઇચ્છા વગેરે કૃતિવાવચ્છિન્ન કૃતિમાત્ર પ્રત્યે હેતુ નથી, કિન્તુ જન્યકૃતિવાવચ્છિન્ન જન્યકૃતિમાત્ર પ્રત્યે હેતુ છે. એટલે એનાથી ભિન્ન એવી નિત્યકૃતિ સંભવિત છે.
ઉત્તરપક્ષ - આ રીતે કાર્યતાવચ્છેદકકોટિમાં (આમાં જન્યત્વવિશિષ્ટ કૃતિત્વ એ કાર્યતાવચ્છેદક છે) જન્યત્વનો પ્રવેશ કરવો એમાં ગૌરવ છે જે દોષરૂપ હોઇ એવો કાર્યકારણભાવ માની શકતો નથી. એટલે લાઘવથી કૃતિત્વને કાર્યતાવચ્છેદક માનવો યોગ્ય હોઇ કૃતિ માત્ર પ્રત્યે ઇચ્છા વગેરે હેતુ છે જ.
[પૂર્વપક્ષ આ ગૌરવ ફળમુખગૌરવ હોવાથી દોષરૂપ નથી. આશય એ છે કે જેમ ઈશ્વરનું જ્ઞાન શ્રુતિથી નિત્ય હોવું સિદ્ધ થયેલું છે તેમ તેની ઇચ્છા અને કૃતિને પણ નિત્ય માનવા પડે છે. આમ નિત્યકૃતિ સિદ્ધ હોઇ કૃતિવાવચ્છિન્ન કૃતિને કાર્યરૂપ માની શકાતી નથી. તેથી જ ત્વવિશિષ્ટકૃતિવાવચ્છિન્ન જન્યકૃતિને કાર્ય રૂપે માનવી પડે છે. આ રીતે કાર્યકારણ ભાવ નિશ્ચિત થયે જે ગૌરવ ઉપસ્થિત થાય છે કે આમાં જન્યત્વનો પણ સમાવેશ કરવો એ ગૌરવરૂપ છે... ઇત્યાદિ તે ફળમુખગૌરવ રૂપ હોઇ દોષરૂપ નથી.]
ઉત્તરપક્ષ ફળમુખગૌરવ પણ કો'ક બાબતમાં દોષરૂપ હોય છે. એટલે ‘ફલમુખગૌરવ' છે એટલું જ કહીને છૂટી શકાતું નથી.
પૂિર્વપક્ષ: ફળમુખગૌરવ તો ક્યાંક દોષરૂપ હોય છે ને! સર્વત્ર તો નહીં! તો અમે કહીએ છીએ કે એ અહીં તો નિર્દોષ જ છે.]
ઉત્તરપક્ષ: નિત્યકૃતિને સિદ્ધ માનીને તમે જન્યકૃતિ-ઇચ્છા વગેરેનો કાર્ય-કારણભાવ નક્કી કરો છો, અને પછી જ ત્વપ્રવેશના ગૌરવને ફળમુખગૌરવ કહી નિર્દોષ ઠેરવો છો. પણ મૂળમાં નિત્યકૃતિ જ સિદ્ધ નથી. કારણકે “નિત્ય વિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ” આ શ્રુતિથી નિત્યજ્ઞાન સિદ્ધ થતું હોવા છતાં નિત્ય ઇચ્છા અને નિત્યકૃતિ તો સિદ્ધ થતાં નથી જ.
પૂિર્વપક્ષ : તેમ છતાં એનાથી જે નિત્યજ્ઞાન સિદ્ધ થાય છે એના પરથી જ કલ્પી શકાય છે કે જ્ઞાનની જેમ ઈશ્વરની ઇચ્છા અને કૃતિ ગુણ પણ નિત્ય હશે. અથવા તો, ઈશ્વરમાં નિત્યજ્ઞાન આનાથી સિદ્ધ થાય છે એટલે જ નિત્યનિર્દોષતા સિદ્ધ થઇ જવાથી નિત્યનિર્દોષતા રૂપે જ મહત્ત્વ માનવું જોઇએ, ધ્વસ્તદોષત્વરૂપે નહીં.]
ઉત્તરપક્ષ - “નિત્યવિજ્ઞાન..' ઇત્યાદિ શ્રુતિનો યથાશ્રુત અર્થ કરી ઇશ્વરમાં નિત્યજ્ઞાન સિદ્ધ માનશો તો એ રીતે જ આ જ શ્રુતિથી ઈશ્વરમાં નિત્ય સુખને પણ સિદ્ધ માનવું પડશે. પણ એ તમને માન્ય નથી. અને તેથી યથાશ્રુત અર્થ ન કરતાં વિશેષ અર્થ કરવો પડે છે. તેથી આ શ્રુતિ પણ નિત્યજ્ઞાન અને સુખના આશ્રય હોવાના કારણે ઈશ્વરનું ધ્વસ્તદોષત્વેન જ મહત્ત્વ જણાવે છે એ વાત નિશ્ચિત થઇ. એકવાર દોષધ્વસથી પ્રાપ્ત થયા બાદ એ બન્ને ક્યારેય ચાલ્યા જવાના ન હોવાથી એ બન્નેનો નિત્ય તરીકે ઉલ્લેખ થયો છે.] આ બાબતનો વધુ વિસ્તાર સ્યાદ્વાદકલ્પલતા વગેરેમાં અન્યત્ર કર્યો છે. અહીં તો માત્ર દિશાસૂચન કરવાનું પ્રયોજન છે એ ધ્યાનમાં