________________
११२
द्वात्रिंशद्वात्रिंशिका श्वरसंयोगस्य धारणावच्छिन्नेश्वरप्रयत्नस्यैव वा तत्त्वे स एव दोषो यदि न स्वजनकवृत्तिधारणावच्छिन्नविशेष्यताया धारणावच्छिन्नविशेष्यताया एव वा धारकतावच्छेदकसंवन्धत्वमभ्युपगम्यते, तदभ्युपगमे च तज्ज्ञानेच्छयोरपि धारकत्वापत्तौ गौरवात्, लाघवाद्धर्मस्यैव धारकत्वौचित्यम् । तदिदमुच्यते - निरालंवा निराधारा विश्वाधारा वसुन्धरा ।
यच्चावतिष्ठते तत्र धर्मादन्यन्न कारणम् ।। [योगशा. ४/१८] इति । तथा कृतित्वेनापि जन्यत्वाच्च न જે સંબંધથી રહે તે સંબંધ ધારકતાવચ્છેદક સંબંધ કહેવાય છે. પ્રસ્તુતમાં, ધારણાનુકૂલપ્રયત્નવદીશ્વરસંયોગ એ સ્વ = ધારક છે. આ ઈશ્વરસંયોગ જેમ બ્રહ્માંડમાં રહેલો છે એમ પતન પામતી ચીજમાં પણ રહેલો છે. એટલે જ તે તે ઈશ્વરસંયોગના બ્રહ્માંડ-પતનશીલચીજ વગેરે જનકો છે, તેમજ એ બધામાં, નિરુક્ત સંયોગ રહ્યો હોવાથી એની વિશેષતા પણ છે.
વળી, ધારણા = પ્રતિયોગિ વ્યધિકરણ એવો પતનાભાવ...બ્રહ્માંડમાં રહેલ છે પણ પતનશીલ વસ્તુમાં રહેલ નથી. તેથી બ્રહ્માંડમાં રહેલી નિરુક્તસંયોગની વિશેષતા જ ધારણાવિશિષ્ટ = ધારણાવચ્છિન્ન છે. પતનશીલચીજમાં રહેલી વિશેષતા નહીં.
તેથી નિરુક્તસંયોગ, સ્વજનકવૃત્તિધારણાવચ્છિન્નવિશેષતા સંબંધથી બ્રહ્માંડમાં રહેલો છે, પણ સમરાંગણમાં પડતા તીર વગેરેમાં નહીં. તેથી તીર વગેરેની પણ ધૃતિ થઇ જવાનો અતિપ્રસંગ આવતો નથી.
“ધારણાનુકૂલપ્રયત્નવદીશ્વરસંયોગ' ની અપેક્ષાએ લઘુભૂત બંધારણાવચ્છિન્નેશ્વરપ્રયત્ન' ને ધારક માનવો હોય તો પણ ઉક્ત અતિપ્રસંગનું વારણ કરવા ધારણાવચ્છિન્નવિશેષ્યતાને ધારકતાવચ્છેદક સંબંધ માનવો આવશ્યક બને છે.
ઉપરોક્ત મુજબ બ્રહ્માંડમાં જ ધારણા અને પ્રયત્નની વિશેષ્યતા એ બન્ને હોવાથી ધારણાવચ્છિન્નવિશેષતા સંબંધથી ઉક્ત પ્રયત્ન રહ્યો છે, પતનશીલ ચીજમાં નહીં, માટે પતનશીલ ચીજની ધારણા થઇ જવાનો અતિપ્રસંગ આવતો નથી.
આ રીતે વિશેષ પ્રકારનો ધારકતાવરચ્છેદક સંબંધ માનવાથી નિરુક્ત સંયોગને કે પ્રયત્નને ધારક માનવાના બન્ને વિકલ્પમાં અતિપ્રસંગનું વારણ થઇ જાય છે. પણ, જેમ ઈશ્વરનો પ્રયત્ન ધૃતિમાં ભાગ ભજવે છે તેમ જ્ઞાન ઇચ્છા પણ ભાગ તો ભજવે જ છે. વળી ધારકતા વચ્છેદક સંબંધ આવો વિશિષ્ટ માનવાનો હોય તો, ઈશ્વરીય જ્ઞાનને જ કે ઈશ્વરીય ઇચ્છાને જ ધારક માનવામાં પણ કોઇ અતિપ્રસંગ આવતો નથી, કારણકે નિરુક્ત સંબંધથી તે જ્ઞાન કે ઇચ્છા પણ માત્ર બ્રહ્માંડમાં જ રહેવાથી એની જ વૃતિ થશે, તીર વગેરેની નહીં. તેથી કોઇ વિનિગમક ન રહેવાથી ઈશ્વરીય જ્ઞાન તથા ઇચ્છાને પણ ધારક માનવા પડવાનું ગૌરવ ઊભું થાય છે. તેથી લાઘવથી, ધર્મને ધારક માનવો એ જ યોગ્ય છે. તેથી તો આ કહેવાય છે કે - “વિશ્વના આધારભૂત આ વસુંધરા આલંબન અને આધાર વગરની હોવા છતાં જે અવસ્થિત રહે છે તેમાં ધર્મ સિવાય અન્ય કોઇ કારણ નથી.” માટે બ્રહ્માંડાદિધારણપ્રયત્નના આશ્રયરૂપે જગત્કર્તુત્વની સિદ્ધિ થઇ શકતી નથી.
પૂર્વપક્ષ - ધૃતિ એ ઘટાદિના પતનની પ્રતિબંધક છે એ જોવા મળે છે. વળી ધૃતિવાવચ્છિન્ન કોઇપણ વૃતિ પ્રત્યે કૃતિત્વન કૃતિ કારણ છે એ પણ નિર્ણત છે. એટલે જગતના પતનની પ્રતિબંધક જે ધૃતિ તેની જનક એક નિત્ય કૃતિ સિદ્ધ થઇ જશે. (જગતનું પતન ક્યારેય થતું નથી, એ જણાવે છે કે પતન પ્રતિબંધકવૃતિ હંમેશા હાજર છે. માટે એની જનક કૃતિ પણ હંમેશા = નિત્ય હોવી જોઇએ.) અને એના આશ્રય રૂપે જગકર્તુત્વની સિદ્ધિ થઇ જશે.