________________
जिनमहत्त्व-द्वात्रिंशिका
१०९ कर्तृत्वेन च हेतुत्वे ज्ञातृत्वेनापि तद् भवेत्। ज्ञानस्यैव च हेतुत्चे सिद्ध नः सिद्धसाधनम् ।।११।। ___ कर्तृत्वेनेति । कर्तृत्वेन च हेतुत्वे ज्ञातृत्वेनापि तद्धेतुत्वं भवेत्, तथा चानेककार्यकारणभावकल्पनमित्थमप्रामाणिकमिति भावः । घटतदुपादानप्रत्यक्षयोः कार्यकारणभावः कल्प्यमानः सामान्यव्यभिचारानुपस्थितिलाघवाभ्यां सामान्यत एव सिध्यतीति द्व्यणुकाधुपादानप्रत्यक्षाश्रयतया जगत्कर्तृत्वं सेत्स्यतीत्यत आहज्ञानस्यैव च हेतुत्वेऽभ्युपगम्यमाने सिद्ध नः = अस्माकं सिद्धसाधनं, प्रवाहतस्तेषामनादित्वात् । तदिदमुच्यते
'जं जहा भगवया दिटुं तं तहा विपरिणमइत्ति । अपि चैवमुपादानप्रत्यक्षं निराश्रयमेव सिध्यतु, गुणस्य રહ્યું જ છે, ને તેથી એનો કર્તા કોઇક હોવો તો સિદ્ધ થઇ જ જશે - આવો નૈયાયિકનો અભિપ્રાય લાગે છે.]
આમ કર્તુત્વેન કારણતા ને જન્યસત્ત્વન કાર્યતા માનવાની તૈયાયિકની આવી શંકા અંગે ગ્રન્થકાર કહે છે
કર્તુત્વરૂપે કારણતા માનવાની હોય તો જ્ઞાતૃત્વરૂપે પણ તે માનવી પડે. એ રીતે જ્ઞાન જ કારણ તરીકે સિદ્ધ થયે અમારે જે સિદ્ધ છે એની જ સિદ્ધિ તમે કરી આપી.
આશય એ છે કે જન્યસત પદાર્થમાત્ર પ્રત્યે આ રીતે કર્તવેન કર્તાને કારણ માનશો તો જ્ઞાતૃત્વન પણ માનવો પડશે. કારણકે ઉપાદાન કારણનો જ્ઞાતા ન હોય તે કાર્ય કરી શકતો નથી, ને જ્ઞાતા હોય તે કરી શકે છે. એટલે કે કર્તા કે જે સ્વયં જ્ઞાતા પણ છે તેની કર્તુત્વેન અને જ્ઞાતૃત્વન કારણતા માનવી પડવાથી અનેક કાર્ય-કારણ ભાવની કલ્પના કરવી પડશે. માટે જન્યસતુ પદાર્થમાત્ર વિશે આ રીતે કર્તુત્વેન કર્તાને કારણ માનવો એ અયોગ્ય છે.
પૂર્વપક્ષ - ઘટતદુપન... ઉપાદાન કારણ માટીનું જેને પ્રત્યક્ષ જ્ઞાન નથી એવો પુરુષ, ઘડો બનાવી શકતો નથી. માટે જણાય છે કે ઘડો અને તેના ઉપાદાન પ્રત્યક્ષનો કાર્યકારણભાવ છે. એમ પટ અને તેના ઉપાદાન તંતુના પ્રત્યક્ષનો કાર્યકારણભાવ છે. આ બધા કાર્યકારણભાવ સામાન્યથી માનવામાં આવે એટલે કે “કાર્ય પ્રત્યે ઉપાદાન કારણનું પ્રત્યક્ષ એ કારણ છે' એ રીતે સામાન્યથી કલ્પવામાં આવે તો પણ એમાં સામાન્ય રીતે કોઇ વ્યભિચાર ઉપસ્થિત થતો નથી. વળી બધાનો સ્વતંત્ર જુદો જુદો કાર્યકારણ ભાવ માનવાનો ન રહેવાથી લાઘવ પણ છે. એટલે એ કાર્યકારણભાવ ઉક્ત રીતે સામાન્યથી જ સિદ્ધ થાય છે. હવે દુવ્યણુક વગેરે પણ કાર્યરૂપ છે. એટલે એના પ્રત્યે પણ ઉપાદાન પ્રત્યક્ષ કારણભૂત છે. [ઘટ પ્રત્યે કપાલપ્રત્યક્ષ, પટ પ્રત્યે સંતુપ્રત્યક્ષ વગેરે રૂપે વિશેષ કાર્યકારણભાવો ન માનતા સામાન્ય કાર્યકારણ ભાવ આ માટે જ માન્યો કે જેથી દૂવ્યણુકાદિ પ્રત્યે પણ તેનું ઉપાદાનપ્રત્યક્ષ કારણ તરીકે સિદ્ધ થઇ જાય. આ પરમાણુપ્રત્યક્ષ જે તે પુરુષને તો છે નહીં. એટલે એ પ્રત્યક્ષના આશ્રય રૂપે નિત્યજ્ઞાની ઈશ્વરાત્માની જગકર્તા તરીકે સિદ્ધિ થઇ જશે. [કારણ કે જેના કારણભૂત ઉપાદાન પ્રત્યક્ષ જેમાં ૨હ્યું હોય તે તેનો કર્તા હોય છે.]
ઉત્તરપક્ષ - આ રીતે (ઉપાદાન પ્રત્યક્ષરૂપ) જ્ઞાનને જ કાર્ય પ્રત્યે કારણ માનવાનું સિદ્ધ થયે અમારે જે સિદ્ધ છે એની જ સિદ્ધિ થાય છે. એટલે કે આ રીતે જ્ઞાનને કારણે માનવું એ અમારે ઇષ્ટાપત્તિ જ છે. - પૂર્વપક્ષ - આવાં કાર્યો તો સૃષ્ટિ કાળથી થયા કરે છે. એટલે તેના ઉપાદાન પ્રત્યક્ષજ્ઞાનનો જ્ઞાની કોને માનશો? કારણકે તમને માન્ય સર્વજ્ઞ તો દોષધ્વંસ થયા પછી સર્વજ્ઞ બન્યા છે. જ્યારે આ કાર્યો તો પૂર્વે પણ થતા હતા. એટલે એ કાર્યોના ઉપાદાનપ્રત્યક્ષના આશ્રયભૂત નિત્યજ્ઞાની નિત્યનિર્દોષઆત્મા જગકર્તા તરીકે
१ यद्यथा भगवता दृष्टं तत्तथा विपरिणमति ।