________________
૧૧૦.
द्वात्रिंशद्वात्रिंशिका साश्रयकत्वव्याप्तौ मानाभावात्, क्षणमात्रमिव सदापि कस्यचिद्गुणस्यानाश्रयस्यावस्थितेर्वक्तुं शक्यत्वात् ।।११ ।। ब्रह्मांडादिधृतिः प्रयत्नजन्या, धृतित्वात्, घटादिधृतिवत्' इत्यनुमानाद् ब्रह्मांडादिधारकप्रयत्नाश्रयतया जगत्कर्तृत्वसिद्धिः । तथा च श्रुतिः ‘एतस्य चाक्षरस्य प्रशासने गार्गी द्यावापृथिवी विधृते तिष्ठतः' इत्यत आहસિદ્ધ થાય છે.
ઉત્તરપક્ષ - આ કાર્યો અનાદિકાળથી ચાલે છે એમ સર્વજ્ઞ ભગવંતો પણ પ્રવાહથી અનાદિ છે. એટલે કે કોઇ કાળ એવો હતો નહીં કે જેમાં સર્વજ્ઞ નહોતા. તેથી એક નિત્ય ઇશ્વરની આનાથી સિદ્ધિ થતી નથી. દવ્યણ કાદિ કાર્ય પ્રત્યે પણ જ્ઞાન કારણ તરીકે અમને માન્ય છે એ વાત આ શાસ્ત્રવચનથી સિદ્ધ જાણવી. ભગવાને જે પ્રમાણે જે જોયું હોય તે પ્રમાણે તે પરિણમે છે.' તેિ તે વસ્તુ તે તે કાર્ય રૂપે પરિણમવા ભગવજ્ઞાનને અનુસરે છે. માટે ભગવજ્ઞાન એના પ્રત્યે કારણ તરીકે સિદ્ધ થયું. વળી કારણ તરીકે ઉપાદાન પ્રત્યક્ષ સિદ્ધ થયું એટલા માત્રથી તેના આશ્રયરૂપે જગત્કર્તાની સિદ્ધિ થઇ જતી નથી, કેમકે એ ઉપાદાનપ્રત્યક્ષ નિરાશ્રય હોય છે એવું જ ભલે ને લાઘવથી સિદ્ધ થાય, શું વાંધો છે?
પૂર્વપક્ષ - જે કોઇ ગુણ હોય તે સાશ્રય જ હોય છે એવી વ્યાપ્તિ હોઇ સિદ્ધ થતા ઉપાદાનપ્રત્યક્ષને નિરાશ્રય શી રીતે મનાય?
ઉત્તરપક્ષ - એ વ્યાપ્તિમાં કોઇ પ્રમાણ નથી. ગુણના આશ્રયભૂત દ્રવ્યનો નાશ એ તે ગુણના નાશ પ્રત્યે કારણ છે. એટલે જે ક્ષણે દ્રવ્યનાશ થાય છે એની પછીની ક્ષણે ગુણનાશ થાય છે. માટે એક ક્ષણ તો ગુણો નિરાશ્રય રહે જ છે. તેથી ગુણો સાશ્રય જ હોય એવી વ્યાપ્તિ નથી.
પૂર્વપક્ષ - એ તો એક અંતિમ ક્ષણ માટે ગુણ નિરાશ્રય રહે છે, બાકી તો એ સાશ્રય જ હોય છે. માટે દરેક ગુણો માટે સાશ્રય હોવાની વ્યાપ્તિ તો છે જ.
ઉત્તરપક્ષ - જેમ એક ક્ષણ માટે ગુણ નિરાશ્રય રહી શકે છે તેમ કો'ક ગુણ હંમેશ માટે પણ નિરાશ્રય રહી શકે છે એવું કહેવું શક્ય હોઇ ઉપાદાનપ્રત્યક્ષના આશ્રયરૂપે જગત્કર્તાની સિદ્ધિ થઇ શકતી નથી. પૂિર્વપક્ષી એકક્ષણ માટે પણ ગુણને નિરાશ્રય માને છે એટલે એના પર ઊભી થઇ શકતી આ આપત્તિ બતાવી. તથા વેદાન્તી નિત્યવિજ્ઞાનને નિરાશ્રય માને છે. બાકી ગ્રન્થકારના સ્વમતે કોઇપણ ગુણ નિરાશ્રય હોય (એક ક્ષણ માટે પણ) એવું સંભવિત નથી એ જાણવું. તત્ત્વાર્થમાં કહ્યું છે કે “વ્યાશ્રિતા નિર્જુન TIE']ll૧૧. “આ રીતે કર્તત્વેન-કાર્યત્વેન કાર્યકારણ ભાવદ્વારા કે ઉપાદાન પ્રત્યક્ષાશ્રયરૂપે જગત્કર્તા ભલે સિદ્ધ ન થાય. તો પણ બ્રહ્માંડાદિની વૃતિ પ્રયત્નજન્ય છે, કેમકે ધૃતિરૂપ છે, જેમકે ઘટાદિની વૃતિ'. (ધૃતિ એટલે અપતનરૂપે ધરાયેલા રહેવું તે.) આવા અનુમાનથી જે પ્રયત્ન સિદ્ધ થશે તે બ્રહ્માંડાદિના ધારક પ્રયત્નના આશ્રય રૂપે જગકર્તાની સિદ્ધિ થઇ શકે છે. શ્રુતિમાં પણ ગાગ નામની મહિલાને ઉદ્દેશીને કહ્યું છે કે “આ અક્ષર = સ્વસ્વરૂપથી ક્યારે યે ભ્રષ્ટ ન થનારા પરમેશ્વરના પ્રશાસનમાં જ દેવલોક અને પૃથ્વી સ્વસ્થાનથી પડી ન જતાં સ્થિર રહે છે.” (આમાં પ્રશાસનશબ્દનો અર્થ ધારણા કરનાર પ્રયત્ન છે.) આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે
વૃિતિજનક ઈશ્વર નથી. પતન પ્રતિબંધક સંયોગ રૂપ ધૃતિ અને સ્થિતિ ધર્મ-લોકસ્વભાવ વગેરેથી જન્ય હોઇ જગત્કર્તુત્વની સિદ્ધિ માટે પ્રમાણરૂપ નથી. આિશય એ છે કે ઘડો વગેરે ભારે પદાર્થો હવામાં અદ્ધર રહી શકતા નથી. એને ધારી રાખવા માટે હાથ વગેરેથી પકડવા પડે છે. આ હાથનો થયેલો સંયોગ એ ધૃતિ છે જેમાં ધારી રાખનારનો