________________
१०८
द्वात्रिंशद्वात्रिंशिका परंपरासंवन्धेन कृतित्वस्यैव वा कर्तृजन्यतावच्छेदकत्वौचित्याच्च ।।१०।। द्रव्यजन्यतावच्छेदकतया सिद्धं जन्यसत्त्वमेव कर्तृकार्यत्वावच्छेदकं भविष्यतीत्यत आहક્ષિતિ વગેરેમાં કૃતિઅવ્યવહિતોત્તરત્વ અપ્રસિદ્ધ હોવાથી તેમાં કર્તુજન્યતાવચ્છેદક રહ્યો હોવો માની શકાતો ન હોવાના કારણે કર્તુજન્યતા પણ માની શકાય નહીં.]
કિતિત્વને અવચ્છેદક માનવામાં લાઘવ. શિંકા- કુંભાર-વણકર વગેરે બધાની કૃતિ અલગ-અલગ અનંત હોવાથી કૃતિઅવ્યવહિતોત્તરત્વ પણ અલગ-અલગ અનંત થવાથી પૂર્વવતુ ગૌરવ ઊભું જ છે!]
સમાધાન - પરસ્પર સંવંધેન... તો પછી પરંપરા સંબંધથી કૃતિત્વને જ અવચ્છેદક માનવું ઉચિત રહેશે. અર્થાત્ સ્વ = કૃતિત્વ, તેનો આશ્રય કૃતિ. એને અવ્યવાહિતોત્તર ઘટ-પટ વગેરે કાર્યો હોય છે. એટલે કૃતિત્વ સ્વાશ્રયઅવ્યવહિતોત્તરત્વ સંબંધથી ઘટ-પટ વગેરે કાર્યોમાં રહ્યું હોય છે જે જાતિ હોવાથી એક જ છે. તેથી આ સ્વાશ્રયઅવ્યવહિતોત્તરત રૂપ પરંપરા સંબંધથી કૃતિત્વને કર્તુજન્યતાવચ્છેદક માનવું એ ગૌરવરૂપ ન રહેવાથી યોગ્ય છે. [ક્ષિતિ વગેરે તો કૃતિને અવ્યવહિતોત્તર તરીકે પ્રસિદ્ધ ન હોવાથી એમાં સ્વાશ્રયઅવ્યવહિતોત્તરત્વ સંબંધથી કૃતિત્વ રહ્યું ન હોવાના કારણે એ બધાને કર્તુજન્ય માની શકાશે નહીં, અને તેથી એના કર્તા તરીકે ઈશ્વર'ની સિદ્ધિ પણ થઇ શકશે નહીં.]II૧૦ll [અહીં એ સમજવા જેવું છે કે ઘટાદિ અને ફિત્યાદિ આ બન્નેમાં કાર્યત્વ-જન્યત્વ પ્રસિદ્ધ છે. જ્યારે, જેમાં કૃતિ સંકળાયેલી હોય એવા કૃતિપૂર્વકત્વ વગેરે ધ ઘટ વગેરેમાં પ્રસિદ્ધ છે, ક્ષિતિ વગેરેમાં નહીં. ઈશ્વરને સર્જનહાર નહીં માનનારા જૈન વગેરે ગ્રન્થકારો ઘટાદિ અને લિત્યાદિમાં રહેલી આ જ વિલક્ષણતાને આગળ કરીને ઘટાદિને કર્તુજન્ય ને સિત્યાદિને કર્તુઅજન્ય માને છે. તેથી જૈન વગેરે ગ્રન્થકારો કર્તુજન્યતાવચ્છેદક તરીકે અભિપ્રેત ધર્મમાં કૃતિને સાંકળી લે છે, જેથી ક્ષિતિ વગેરે કર્તુજન્ય હોવા સિદ્ધ ન થાય. કાર્યત્વ તો ક્ષિતિ વગેરેમાં પણ રહેલ જ છે. એટલે કૃતિજન્યતાવચ્છેદકમાં જો કાર્યત્વ (જન્યત્વ) સંકળાઇ શકે, તો ક્ષિતિ વગેરે પણ કર્તુજન્ય હોવા સિદ્ધ થઇ જાય, ને તેથી એના કર્તા તરીકે ઈશ્વર સિદ્ધ થઇ શકે. તેથી તૈયાયિક વગેરે કર્તુજન્યતાવચ્છેદકમાં કાર્યત્વને સાંકળવાનો પ્રયાસ કરે છે. આવો જ એક વધુ પ્રયાસ કરતા તૈયાયિકની શંકા-]. - દ્રિવ્યનતા.. નૈયાયિકના મતે-દ્રવ્યાદિ સાત પદાર્થોમાંથી સામાન્ય, વિશેષ અને સમવાય નિત્ય હોવાથી કાર્ય નથી. ધંસાત્મક અભાવ કાર્યરૂપ છે, પણ ભાવકાર્ય નથી. એટલે જે જન્ય હોય ને જેમાં સત્ત્વ હોય એવા કાર્ય તરીકે દ્રવ્ય-ગુણ કે કર્મ જ સંભવે છે જે દરેકનું સમવાયિકારણ ‘દ્રવ્ય બને છે. તેથી દ્રવ્યાત્મક કારણની જન્યતાના અવચ્છેદક તરીકે જન્યસત્ત્વ સિદ્ધ થાય છે. અહીં જન્યસત્ત્વ એટલે સામાનાધિકરણ્ય સંબંધથી જન્યત્વ વિશિષ્ટ સત્ત્વ... એટલે કે જેમાં જન્યત્વ પણ રહ્યું હોય એવા ઘટાદિ અધિકરણમાં રહેલું સત્ત્વ, વળી વિશિd શુદ્ધાત્રતિરિચ્યતે – વિશિષ્ટ (= વિશેષણ યુક્ત વિશેષ) શુદ્ધ (= વિશેષણ શૂન્ય વિશેષ્ય) કરતાં ભિન્ન હોતું નથી -- એ ન્યાયાનુસારે જન્યત્વ વિશિષ્ટ સત્ત્વ, શુદ્ધ સત્ત્વ કરતાં અલગ નથી. એટલે કે એ સર્વ (= સત્તા) જાતિ રૂપ જ છે. ને તેથી જો એને અવચ્છેદક તરીકે લેવામાં આવે તો લાઘવ પણ થાય. તેથી દ્રવ્યજન્યતાવચ્છેદક તરીકે સિદ્ધ થતું જ સત્ત્વ જ કર્તૃકાર્યતાવચ્છેદક તરીકે લઇ શકાશે. અને જન્મસત્ત્વ તો ક્ષિતિ વગેરેમાં પણ રહ્યું હોવાથી એ પણ કર્તાના કાર્ય બનવાથી એનો કોઇક કર્તા જોઇશે જ, જે ઈશ્વર છે. આમ ફિત્યાદિના કર્તા તરીકે ઈશ્વર સિદ્ધ થઇ જશે. જો કે જન્યસત્ત્વ ધ્વંસમાં રહેલ નથી. તેથી ધ્વંસ, તેવા કાર્યતાવચ્છેદકવિશિષ્ટ ન હોવાથી એના કારણ તરીકે કર્તા સિદ્ધ થશે નહીં. છતાં, સિત્યાદિમાં તો જન્યસત્ત્વ