________________
जिनमहत्त्व - द्वात्रिंशिका
१०७
च ने 'ति व्युत्पन्नव्यवहारेण ग्रहणाद्, व्याप्यधर्मेण व्यापकधर्मान्यथासिद्धेस्तदवच्छिन्न एव कर्तृत्वेन हेतुत्वात् । पृथिवीत्वादिना सांकर्यान्नायं विशेष इति चेत् ? न, उपाधिसांकर्यस्येव जातिसांकर्यस्याप्यदूषणत्वस्य त्वदीयैरेव व्यवस्थापितत्वात्, कार्यत्वस्य कालिकसंवंधेन घटत्वपटत्वादिमत्त्वरूपस्य नानात्वात्कृत्यव्यवहितोत्तरत्वस्य કો'કમાં ક્યાંક સાંકર્ય હોય તો પણ એ ઉપાધિબાધક નથી એમ જાતિસાંકર્ય પણ જાતિબાધક દોષ રૂપ નથી એ વાતની તમારા જ નૈયાયિકોએ વ્યવસ્થા દેખાડી છે. પરસ્પર સમાનાધિકરણ જાતિઓ વચ્ચે વ્યાપ્યવ્યાપકભાવ હોવાનો નિયમ છે. જેમકે ઘટાત્મક એક અધિક૨ણમાં રહેલી ઘટત્વ-પૃથ્વીત્વ જાતિ વચ્ચે. પ્રસ્તુતમાં પૃથ્વીત્વ અને ૬ આ બન્ને ઘટમાં હોવાથી સમાનાધિક૨ણ છે ને છતાં એ બે વચ્ચે વ્યાપ્ય-વ્યાપકભાવ નથી. તેથી ઉક્ત નિયમનો ભંગ ન થાય એ માટે સાંકર્યને દોષ રૂપ માની જ્ઞ નો જાતિ તરીકે નિષેધ ક૨વામાં આવે છે. પણ નવ્યનૈયાયિકો ‘ઉક્ત નિયમમાં જ કોઇ પ્રમાણ નથી, અને તેથી સાંકર્ય હોવા છતાં એ જાતિ હોવામાં કોઇ વાંધો નથી’ એમ કહે છે. માટે એ વિશેષ (s) જાતિને બાધિત માનવી અને તેથી એને કર્તુજન્યતાવચ્છેદક ન માનતા કાર્યત્વને કર્તુજન્યતાવચ્છેદક માનવો એ યોગ્ય નથી.
વળી, “ક્ષિત્યાદિમાં નહીં રહેલા અને ઘટાદિમાં રહેલા જે ધર્મવિશેષ ૐ ની અમે વાત કરીએ છીએ, એ અંગે, ‘એનું પૃથ્વીત્વ સાથે સાંકર્ય હોવાથી એ જાતિરૂપ નથી, અને એ જાતિરૂપ ન હોવાથી એને કાર્યતાવચ્છેદક માનવામાં ગૌ૨વ થાય. તેથી એને કાર્યતાનો (જન્યતાનો) અવચ્છેદક માની શકાય નહીં.” આ તમારી દલીલ છે. પણ તો પછી, તમે જેને કર્તૃજન્યતાનો (કાર્યતાનો) અવચ્છેદક સિદ્ધ કરવા મથો છો તે કાર્યત્વ પણ ક્યાં જાતિ છે? કે જેથી એને અવચ્છેદક માનવામાં ગૌ૨વ ન થાય? કાર્યત્વ પ્રાગભાવપ્રતિયોગિત્વ રૂપ છે જે જાતિ રૂપ ન હોવાથી ગૌરવ સ્પષ્ટ છે જ.
શંકા - હાર્યત્વસ્ય જાતિસંવન્દેન... અમે કાર્યત્વને પ્રાગભાવપ્રતિયોગિત્વ રૂપ ન લેતાં કાલિક સંબંધથી ઘટત્વવત્ત્વ (= ઘટત્વ) વગેરે સ્વરૂપ માનીશું. આશય એ છે કે કોઇપણ જન્યપદાર્થ જ્યાં સુધી વિદ્યમાન હોય ત્યાં સુધી એમાં એ વખતે વિદ્યમાન અન્ય સર્વ પદાર્થો કાલિક સંબંધથી (સમાનકાલીન હોવાના નાતે) ૨હેલા હોય છે. ‘ઘટત્વ’ જાતિ હોવાથી નિત્ય છે. તેથી જે કોઇ કાર્ય ઉત્પન્ન થાય ત્યારે એ તો વિદ્યમાન જ હોવાથી, એ કાર્યમાત્રમાં કાલિક સંબંધથી ૨હેલું હોય છે. વળી નિત્યપદાર્થોમાં તો કાલિક સંબંધથી કોઇ રહેતું નથી. એટલે ઘટત્વ પણ રહ્યું હોતું નથી. તેથી ઘટત્વ, કાલિક સંબંધથી કાર્યત્વને અન્યનાતિરિક્તવૃત્તિ થવાથી કાર્યતાનો અવચ્છેદક બની શકે છે. તેથી એને કાર્યતાવચ્છેદક માનવામાં તો લાઘવ છે ને? તો પછી શા માટે ૬ નામનો ધર્મવિશેષ માનવો?]
સમાધાન – આ રીતે કાલિક સંબંધથી ઘટત્વ જેમ કાર્યમાત્રમાં ૨હેલ છે એમ તો પટત્વ વગેરે અન્ય જાતિઓ પણ કાલિક સંબંધથી કાર્યમાત્રમાં રહેલ છે જ. ને તેથી એમાં કઇ જાતિ અવચ્છેદક બને અને કઇ નહીં? એમાં કોઇ વિનિગમક (= નિશ્ચાયક) ન રહેવાથી એ બધી નાના જાતિઓને પણ અવચ્છેદક માનવી પડવાથી પાછું ગૌરવ ઊભું જ રહેશે. એટલે ઘટત્વાદિ જાતિઓને તો અવચ્છેદક માની શકાતી નથી. તેથી કૃતિઅવ્યવહિતોત્તરત્વને જ કર્તૃજન્યતાવચ્છેદક તરીકે લેવું પડશે. અર્થાત્ – જેમ કારણ કાર્યને નિયત અવ્યવહિતપૂર્વવર્તી હોય છે એમ કાર્ય કૃતિને અવ્યવહિતઉત્તરવર્તી હોય છે. કુંભાર કૃતિ કરે ને તરત જ ઉત્ત૨કાળમાં ઘટ કાર્ય ઉત્પન્ન થાય છે. વણકર કૃતિ કરે ને તરત જ ઉત્તરકાળમાં પટકાર્ય ઉત્પન્ન થાય છે. આમ ઘટ-પટ વગેરે કાર્ય કૃતિઅવ્યવહિતોત્તર હોય છે. તેથી ઘટાદિમાં રહેલું આ કૃતિઅવ્યવહિતોત્તરત્વ જ કર્તૃજન્યતાવચ્છેદક બની શકે છે. [ક્ષિતિ-અંકુરો વગેરેની ઉત્પત્તિ પૂર્વે કોઇની કૃતિ ક્યારેય જણાતી નથી. તેથી
-