________________
द्वात्रिंशद्वात्रिंशिका
अप्रयोजकत्वात् । कार्यत्वेन कर्तृत्वेन च कार्यकारणभावस्य विपक्षवाधकस्य तर्कस्य सत्त्वान्नाप्रयोजकत्वमिति चेत्? न, कार्यत्वावच्छिन्नं प्रति कर्तृत्वेन हेतुत्वे प्रमाणाभावात्, कार्ये घटादौ 'कर्तृप्रयोज्यस्य' कर्तृजन्यतावच्छेदकस्य 'विशेषस्यैव' = क्षितिमेर्वादिव्यावृत्तजातिविशेषस्यैव 'दर्शनाद्' = 'इदं सकर्तृकमिदं
=
१०६
=
[કર્તૃજન્યતાવચ્છેદક કોણ?]
ઉત્તરપક્ષ – કાર્યો બે પ્રકારના હોય છે. (૧) જેને માટે ‘ઇદં સકકં’ એવી બુદ્ધિ થાય છે તે ઘટ-પટ વગેરે. (૨) જેને માટે એવી બુદ્ધિ નથી થતી તે ક્ષિતિ વગેરે. ઘટ-પટ વગેરેમાં કુલાલાદિકર્તાથી પ્રયોજ્ય કુલાલાદિજન્યતાવચ્છેદક એવા ઘટત્વ-પટત્વ વગેરે રૂપ જેમ વિશેષ ધર્મ દેખાય છે એમ કુલાલ-તંતુવાય વગેરેના વિશેષ ભેદ વિના કર્તા સામાન્યથી પ્રયોજ્ય અને કર્તૃજન્યતાવચ્છેદક રૂપે પણ ક્ષિતિ-મેરુ વગેરેથી વ્યાવૃત્તજાતિ વિશેષ (= ક્ષિતિ-મેરુ વગેરેમાં ન ૨હેલી હોય ને ઘટ વગેરેમાં રહેલી હોય એવી ચોક્કસ જાતિ) રૂપ ધર્મ જ દેખાય છે. આ પણ, ઘટાદિ વિશે ‘આ સકર્તૃક છે’ એવો અને ક્ષિતિ વગેરે વિશે ‘આ સકર્તૃક નથી’ એવો વ્યુત્પન્ન પુરુષોનો જે વ્યવહાર થાય છે એના પરથી સિદ્ધ થાય છે. આવું પણ એટલા માટે છે કે વ્યાપ્ય ધર્મથી વ્યાપકધર્મ અન્યથાસિદ્ધ થઇ જાય છે. આશય એ છે કે વ્યાપક એવો પૃથ્વીત્વ ધર્મ ઘટ-પટ વગેરે અનેક કાર્યવિશેષોમાં રહ્યો છે. છતાં, પૃથ્વીત્વવાન્ ઘટ વિશે ‘આ કુલાલકક છે' એવી બુદ્ધિ થાય છે, પણ પૃથ્વીત્વવાન્ પટ વિશે આવી બુદ્ધિ થતી નથી. એટલે ઘટમાં રહેલ પૃથ્વીત્વ ધર્મને કુલાલપ્રયોજ્ય કે કુલાલજન્યતાવચ્છેદક મનાતો નથી. પણ ઘટત્વવાન્ જે કોઇ ઘટ છે એ દરેક વિશે ‘આ કુલાલકર્તૃક છે’ એવી બુદ્ધિ-વ્યવહાર થાય છે. માટે ઘટમાં રહેલ ઘટત્વધર્મને કુલાલપ્રયોજ્ય અને તેથી કુલાલજન્યતાવચ્છેદક મનાય છે. આમ કુલાલજન્યતાવચ્છેદક તરીકે વ્યાપક એવો ‘પૃથ્વીત્વ’ ધર્મ વ્યાપ્ય એવા ‘ઘટત્વ’ ધર્મથી અન્યથાસિદ્ધ (= કુલાલજન્યતાના અનવચ્છેદક તરીકે સિદ્ધ) થાય છે. એમ પ્રસ્તુતમાં વ્યાપક એવો ‘કાર્યત્વ’ ધર્મ ઘટ-પટ-ક્ષિતિ વગેરે અનેક કાર્યવિશેષોમાં ૨હેલો છે. છતાં, કાર્યત્વવાન્ ઘટાદિ વિશે ‘આ સકર્તૃક છે (= કર્તુજન્ય છે)' એવી બુદ્ધિ થાય છે, પણ કાર્યત્વવાન્ એવા ક્ષિતિ વગેરે વિશે એવી બુદ્ધિ થતી નથી. તેથી ઘટમાં રહેલા ‘કાર્યત્વ’ ધર્મને કર્તૃજન્યતાવચ્છેદક માની શકાતો નથી. હા, ક્ષિતિ-મેરુ વગેરે સિવાયના ઘટ-પટ વગેરે કાર્યો એવા છે જે દરેક વિશે ‘આ સકર્તૃક છે’ એવો વ્યવહાર થાય છે. તેથી ક્ષિતિ વગેરેમાં ન રહેલો હોય ને ઘટ-પટ વગેરેમાં રહેલો હોય એવો કોઇ ધર્મ (કે જે ધર્મ કાર્યત્વને વ્યાપ્ય છે તે)(ધારો કે ઍ નામની વિશિષ્ટ જાતિ) કર્તૃ(સામાન્ય) પ્રયોજ્ય બનશે ને તેથી, કર્તૃજન્યતાવચ્છેદક બનશે. એટલે કે કજન્યતાવચ્છેદક રૂપે ‘કાર્યત્વ’ ધર્મ ‘’ થી અન્યથાસિદ્ધ બનશે. ને તેથી અ જાત્યવચ્છિન્ન પ્રત્યે જ કર્તૃત્વેન કારણતા માનવી પડવાથી કાર્યત્વાવચ્છિન્ન પ્રત્યે કર્તૃત્વેન કારણતામાં કોઇ પ્રમાણ ન ૨હેવાથી એ માની શકાશે નહીં.
પૂર્વપક્ષ – ક્ષિતિ વગેરેમાંથી વ્યાવૃત્ત આ જે વિશેષ જાતિ મૈં ને તમે કર્તુજન્યતાવચ્છેદક તરીકે કહો છો તે યોગ્ય નથી, કેમકે પૃથ્વીત્વ વગેરે સાથે એનું સાંકર્યુ હોવાથી એ જાતિરૂપ નથી. [‘પરસ્પર અત્યન્તામાવસમાધિવરાયોર્ધર્નયોરેત્ર સમાવેશઃ સાંર્વમ્' = એક ધર્મનો અભાવ હોય ત્યાં બીજો ધર્મ રહ્યો હોય, બીજા ધર્મનો અભાવ હોય ત્યાં પ્રથમ ધર્મ રહ્યો હોય. આવા બે ધર્મો વળી કોઇ ત્રીજા અધિક૨ણમાં એક સાથે રહી ગયા હોય તો એ બે ધર્મનું સાંકર્ય કહેવાય છે. પ્રસ્તુતમાં ક્ષિત્યાદિમાં પૃથ્વીત્વ છે, પણ એ વિશેષ જાતિ ૐ નથી. જળમયકાર્યમાં એ વિશેષ જાતિ જ્ઞ છે, પણ પૃથ્વીત્વ નથી. ઘટમાં એ બન્ને છે. માટે સાંકર્યુ છે.] એટલે એવી કોઇ વિશેષ જાતિ માની શકાતી ન હોવાથી કાર્યત્વને જ કર્તૃજન્યતાવચ્છેદક માનવું યોગ્ય છે.
ઉત્તરપક્ષ - જેમ ઉપાધિસાંકર્ય એ દોષરૂપ નથી એટલે કે આકાશત્વ-અભાવત્વ વગેરે રૂપ ઉપાધિઓમાં
=