SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ जिनमहत्त्व-द्वात्रिंशिका १०५ तथापि दोषत्वमावरणत्वं च निःशेषक्षीयमाणवृत्ति देशतःक्षीयमाणवृत्तिजातित्वात्, स्वर्णमलवदित्यत्र तात्प ા૨ T. इत्थं जगदकर्तृत्वेऽप्यमहत्त्वं निराकृतम् । कार्ये कर्तृप्रयोज्यस्य विशेषस्यैव दर्शनात् ।।१०।। इत्थमिति । इत्थं = ध्वस्तदोषत्वेनैव महत्त्वसिद्धौ जगदकर्तृत्वेऽपि सति भगवतोऽमहत्त्वं निराकृतं, जगत्कर्तृत्वस्य क्वचिदप्यसिद्धेश्च । न च ‘क्षित्यादिकं सकर्तृकं, कार्यत्वात्, घटादिवत्' इत्यनुमानात्तत्सिद्धिः, નિરાકરણ થાય છે તે દર્શાવતા ગ્રન્થકાર કહે છે-]. આમ વીતરાગ પ્રભુમાં ધ્વસ્તદોષત્વરૂપે જ મહત્ત્વની વિદ્યમાનતા સિદ્ધ થઇ ગઇ એટલે જગત્નું અકર્તુત્વ હોવા છતાં પણ અમહત્ત્વનું નિરાકરણ થયેલું જાણવું. વળી કોઇ પણ આત્મામાં જગતુકર્તુત્વ સિદ્ધ જ નથી, એટલે એ કારણે પણ એ નિરાકરણ થઇ ગયેલું જાણવું. આશય એ છે કે કેટલાકનો એવો મત છે કે “જે જગત્કર્તા હોય તેનામાં મહત્ત્વ હોય. વીતરાગ જગત્કર્તા નથી, માટે એમનામાં મહત્ત્વ પણ નથી.” આ માન્યતા એટલા માટે ખોટી ઠરે છે કે વીતરાગમાં ધ્વસ્તદોષત્વરૂપે મહત્ત્વ હોવું સિદ્ધ થઇ જ ગયું છે. વળી જગકર્તુત્વ તો સ્વયં જ અસિદ્ધ હોઇ એ રૂપે મહત્ત્વ માનવું જ યોગ્ય નથી. જિગત્કર્તુત્વવિચાર) પૂર્વપક્ષ – ‘પૃથ્વી વગેરે સકક છે, કારણકે કાર્ય છે, જેમકે ઘડો' આવા અનુમાનથી સિત્યાદિના કર્તારૂપે જગકર્તાની સિદ્ધિ થઇ શકે છે. ઉત્તરપક્ષ – આવું ન કહેવું, કેમકે આ અનુમાન અપ્રયોજક છે, અર્થાત્ અનુકૂલતર્ક શૂન્ય છે. (ક્યાંક સાધ્ય ન રહ્યું હોવા છતાં હેતુ રહી ગયો હોય તો શું વાંધો? આવી વ્યભિચારની શંકાનું ઉમૂલન કરનાર તર્ક એ અનુકુળતર્ક કહેવાય છે એ જાણવું.). પૂર્વપક્ષ – જેનો કર્તા ન હોય (એટલે કે સાધ્યાભાવ હોય) એવા વિપક્ષમાં કાર્યત્વ (હેતુ) ની વિદ્યમાનતાના બાધક એવા કાર્યત્વેન-કર્તુત્વેન કાર્યકારણભાવ (જે કોઇ કાર્ય હોય તેનું કર્તારૂપ કારણ હોય જ એવા કાર્યકારણભાવ) રૂ૫ વિપક્ષબાધક તર્ક હાજર હોઇ અમારું અનુમાન અપ્રયોજક નથી. અર્થાત્ જેનો કર્તા ન હોય એવું કાર્ય જો સંભવે તો કનૃત્યેન-કાર્યત્વેન કાર્યકારણભાવ જે નિશ્ચિત છે તે જ ઊડી જાય. પણ એ ઊડી શકે એમ નથી. એટલે માનવું પડે છે કે જેનો કર્તા ન હોય તેમાં કાર્યત્વ ન જ હોય. ઉત્તરપક્ષ – “કાર્યવાવચ્છિન્ન પ્રત્યે કર્તુત્વેન કારણતા છે – અર્થાત્ કાર્યમાત્ર પ્રત્યે કર્તારૂપ કારણ હોય જ” એવો કાર્યકારણભાવ માનવામાં કોઇ પ્રમાણ નથી, એટલે એ વિપક્ષબાધકતર્ક રૂપ બની શકતો નથી. પૂર્વપક્ષ – ઘટમાત્રમાં કુલાલજન્યત્વની બુદ્ધિ થાય છે. તંતુવાય (વણકર) જન્યત્વ વગેરેની નહીં. પટમાત્રમાં તંતવાયજન્યત્વની બદ્ધિ થાય છે. પણ કલાલજન્યત્વ વગેરેની નહીં. આનાથી જણાય છે કે ઘટમાત્રમાં રહેલ ઘટત્વ ધર્મ કુલાલથી પ્રયોજ્ય હોય છે અને કુલાલજન્યતાવચ્છેદક (= કુલાલનિષ્ઠજનકતાનિરૂપિત જન્યતાનો અવચ્છેદક) હોય છે. એમ પટમાં પટવ તંતુવાયપ્રયોજ્ય હોય છે અને તંતુવાયજન્યતાવચ્છેદક હોય છે. આ જ રીતે ઘટ-પટ વગેરે કાર્યવિશેષની વિવેક્ષા વગર કાર્યમાત્રમાં જે કાર્યત્વ ધર્મ હોય છે તેને કુલાલપ્રયોજ્ય વગેરે માની શકાતો ન હોવાથી કતૃપ્રયોજ્ય અને કર્તુજન્યતાવચ્છેદક માનવો પડે છે. એટલે આ રીતે કર્તુત્વેન-કાર્યત્વેન કાર્યકારણભાવ સિદ્ધ થાય છે.
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy