________________
१०४
द्वात्रिंशद्वात्रिंशिका निप्रतियोगित्वादि'त्यनुमाने पक्षविवेचने वाधासिद्धी न 'क्वचित्'पदग्रहणमात्रनिव], साध्याश्रयतया पृथक्कृतां व्यक्तिमनुपादायापादनाच्च न दिग्नागमतप्रवेशः, न च निःशेषहानिप्रतियोगिजातीयत्वस्य साध्यत्वे संप्रतिपन्नस्वर्णमलस्य दृष्टान्तत्वे च न कोऽपि दोष इति वाच्यं, निःशेषक्षीयमाणस्वर्णमलवृत्तिदोषावरणसाधारणौपाधिकत्वजातिसिद्ध्याऽर्थान्तरापत्तेः । दोषत्वादिजातिग्रहे च दृष्टान्तस्य साध्यविकलत्वात्, અને અસિદ્ધિ દોષ ઊભા જ છે.
શંકા– નિઃશેષતાનિપ્રતિયોગિજાતીયત્વને સાધ્ય બનાવીએ અને સંપ્રતિપન્નસ્વર્ણમલને દૃષ્ટાન્ત બનાવીએ તો કોઇ દોષ રહેશે નહિ. અર્થાત્ પ્રસ્તુત અનુમાન પ્રયોગ આવો કરીએ કે “દોષ અને આવરણ નિઃશેષહાનિપ્રતિયોગીને સમાન જાતીય છે, કારણકે તારતમ્યયુક્તહાનિના પ્રતિયોગી છે, જેમકે વિવલિત સ્વર્ણમલ, અવીતરાગ જીવના દોષ-આવરણ પ્રસિદ્ધ છે. માટે પક્ષાસિદ્ધિ દોષ નથી. અથવા અવીતરાગ જીવના દોષ-આવરણમાં તારતમ્યયુક્તહાનિનું પ્રતિયોગિત્વ રૂ૫ હેતુ રહેલો જ હોવાથી સ્વરૂપઅસિદ્ધિ હેત્વાભાસ નથી. વળી એમાં ક્ષીણ થઇ ગયેલ દોષઆવરણમાં રહેલ જાતિનો અભાવ જ છે એવો નિર્ણય નથી, માટે બાધ દોષ નથી. સંપ્રતિપન્ન (વિવલિત) સ્વર્ણ તરીકે જેનો મલ જોયો છે અને હાલ મલનો સંપૂર્ણ ક્ષય થઇ રહ્યો છે તેવું સ્વર્ણ સમજવું. વર્તમાન પંચમકાળે, કોઇ વીતરાગ પ્રત્યક્ષસિદ્ધ નથી. એટલે પહેલાં એના દોષ આવરણ તારતમ્યવાળા હોવા જાણ્યા હોય ને પછી એનો સર્વથા ક્ષય જાણ્યો હોય આવું શક્ય નથી. (જો પ્રત્યક્ષ હોય તો તો આ અનુમાનની આવશ્યકતા જ ન રહે.) જૈન આગમથી આ વાત સિદ્ધ છે, પણ એ પૂર્વપક્ષીને માન્ય નથી. (જો એ માન્ય હોત તો પણ આ અનુમાનની આવશ્યકતા ન રહેત.) એટલે એવા જીવગત દોષ-આવરણને દૃષ્ટાંત તરીકે ટાંકવા શક્ય ન હોવાથી સંપ્રતિપન્ન સ્વર્ણમલને દષ્ટાંત તરીકે ટાંકવામાં આવ્યો છે તે જાણવું]
સમાધાન આ રીતે બાધ-અસિદ્ધિનું વારણ કરશો તો આપત્તિ એ આવશે કે નિઃશેષ ક્ષય પામતા સ્વર્ણમલ અને રાગાદિ દોષ-જ્ઞાનાવરણીયાદિ આવરણમાં સાધારણ એવી ઔપાધિકત્વ જાતિ સિદ્ધ થઇ જવાથી અર્થાન્તર થઇ જશે. રાગાદિગત દોષત્વાદિ જાતિ લેશો તો દુષ્ટાન્ન સાધ્યવિકલ હોવાની આપત્તિ આવશે. આશય એ છે કે પ્રસ્તુત અનુમાનના સાધ્યની ઘટક જે જાતિ વિવક્ષિત છે તે સ્વર્ણમલ રૂ૫ દૃષ્ટાન્તમાં છે કે નહીં? જો નથી, તો દૃષ્ટાન્ત જ સાધ્યશૂન્ય હોવાનો દોષ આવશે, અને જો છે, તો એ એવી જાતિ સિદ્ધ થશે જે નિઃશેષ ક્ષીયમાણસ્વર્ણમલ અને રાગાદિદોષ = જ્ઞાનાવરણીયાદિ આવરણમાં સાધારણ હોય. એટલે કે દોષત્વ જાતિ જેમાં હોય તે સંપૂર્ણ ક્ષીણ થઇ શકે છે ઇત્યાદિ સિદ્ધ નહીં થાય પણ એવી સાધારણ જાતિ જેમાં હોય તે સંપૂર્ણક્ષીણ થઇ શકે છે એવું સિદ્ધ થશે. અર્થાત્ ધ્વસ્તદોષપણું સિદ્ધ નહીં થાય, પણ ધ્વસ્તતાદશ જાતિમાનુંપણું સિદ્ધ થશે. એટલે અર્થાન્તર થઇ જવાનો દોષ આવશે.
એિ અનુમાનનો પરિષ્કાર). આમ આ રીતે અનુમાન પ્રયોગો કરવામાં જો કે દોષ આવે છે તો પણ, ‘દોષત્વ અને આવરણત્વ એ બંને નિઃશેષ ક્ષીણ થતી વસ્તુમાં રહેનાર છે, કેમકે આંશિક રીતે ક્ષીણ થતી વસ્તુમાં રહેનાર છે. જેમકે સ્વર્ણલત્વ' આવા અનુમાન પ્રયોગનું અહીં તાત્પર્ય સમજવું. તેથી બાધ, અસિદ્ધિ, અર્થાન્તર કે દૃષ્ટાન્ત સાધ્યશૂન્ય હોવું એમાંનો કોઇ દોષ આવશે નહીં. આનાથી દોષ અને આવરણ નિઃશેષ ક્ષીણ થાય છે એ સિદ્ધ થવાથી એ બે જેના નિઃશેષ ક્ષીણ થઇ ગયા છે તેવી ધ્વસ્તદોષ વ્યક્તિ પણ સિદ્ધ થઇ જશે. આવા ધ્વસ્તદોષ પુરુષમાં જ દોષäસરૂપે મહત્ત્વ માનવું યોગ્ય છે. નિત્યનિર્દોષઆત્મા તરીકે સિદ્ધ નહીં થઇ શકતા ઈશ્વરમાં નિત્યનિર્દોષતા રૂપે મહત્ત્વ માનવું યોગ્ય નથી.[આમ ધ્વરેતદોષત્વરૂપે મહત્ત્વ સિદ્ધ થઇ જવાથી અન્ય શંકાનું પણ જે