________________
जिनमहत्त्व-द्वात्रिंशिका
१०१ व्यतिरेकिणि चेश्वरदृष्टांते नोभयवादिसंमतत्वं, वीतरागस्यैवासिद्धौ पस्स्याश्रयासिद्धिश्च, तत्सिद्धौ वा धर्मिग्राहकमानेन तन्महत्त्वसिद्धौ बाधश्चेति द्रष्टव्यम् ।।७।। सात्मन्येव महत्त्वांगमिति चेत्तत्र का प्रमा। पुमन्तरस्य कल्प्यत्वाद् ध्वस्तदोषो वरं पुमान् ।।८।।
सेति । सा = नित्यनिर्दोषताऽऽत्मन्येव = आत्मनिष्ठैव महत्त्वांगम् । इत्थं च नित्यनिर्दोषात्मत्वाभावस्य हेतत्वान्न दृष्टान्ते साधनवैकल्यमिति भावः । अत्राह - इति चेत? तत्र = आत्मनि नित्यनिर्दोषत्वे का प्रमा કોઇ શંકા રહેતી નથી. આમ, “વીતરાગ મહાનું નથી, કારણકે નિત્યનિર્દોષતાનો તેઓમાં અભાવ છે' એવા પૂર્વપક્ષીએ આપેલા અનુમાન અંગે ઘડા વગેરે અન્વયી દૃષ્ટાન્તમાં સાધનવૈકલ્ય દર્શાવ્યું. આશય એ છે કે પૂર્વપક્ષીએ જે અનુમાન આપ્યું છે તેની વ્યાપ્તિ આવી થઇ ‘જ્યાં જ્યાં નિત્યનિર્દોષતાનો અભાવ હોય ત્યાં ત્યાં મહત્ત્વનો અભાવ હોય’ મહત્ત્વના અભાવ રૂપ સાધ્ય જ્યાં નિર્ણત હોય એ અન્વયી દૃષ્ટાન્ત બને. ઘડાવગેરેમાં તે નિર્ણત છે, પણ ત્યાં નિત્યનિર્દોષતા જ રહી છે એટલે કે નિત્યનિર્દોષતાભાવ રૂપ સાધન નથી રહ્યું. મહત્ત્વાભાવ રૂપ સાધ્યનો અભાવ (= મહત્ત્વ) જ્યાં નિર્ણાત હોય તે વ્યતિરેક દૃષ્ટાન્ત કહેવાય. એવા દૃષ્ટાંત તરીકે પૂર્વપક્ષીને જે નિત્યનિર્દોષ ઇશ્વર માન્ય છે એમાં ઉત્તરપક્ષી સંમત નથી, અને ઉત્તરપક્ષીને જે “જિન” માન્ય છે તેમાં પૂર્વપક્ષી સંમત નથી. એટલે ઉભયવાદી સંમત વ્યતિરેક દૃષ્ટાંત પણ છે નહીં. વળી પૂર્વપક્ષીને તો વીતરાગ જ અસિદ્ધ હોઇ તેના ‘વીતરાગો ન મહાન્' ઇત્યાદિ વીતરાગપક્ષક આ અનુમાનમાં આશ્રયાસિદ્ધિ (પક્ષાસિદ્ધિ) દોષ રહેલ છે. અગર કોઇ પ્રમાણથી એ વીતરાગની સિદ્ધિ કરશો તો ધર્મી (પક્ષ)ગ્રાહક એવા એ પ્રમાણ થી જ તેમનામાં રહેલ “મહત્ત્વ' ની સિદ્ધિ થઇ જવાથી “મહત્ત્વાભાવ રૂપ સાધ્યના અભાવવાળો (મહત્ત્વવાળો) પક્ષ (વીતરાગ) છે' એવો નિર્ણય થઇ જવાથી બાધ દોષ પણ આવશે એ જાણવું. આશય એ છે કે ઈશ્વરમાં મહાનતા બાહ્ય ઐશ્વર્ય વગેરેના કારણે નથી એ તો જણાવી ગયા. એટલે નિર્દોષતા(કે તત્વયુક્ત સંવાદીવચન) રૂપે જ મહાનતા હોવી ફલિત થાય છે. તેથી ભગવાનને વીતરાગ તરીકે જણાવનાર પ્રમાણ જ (વીતરાગ = રાગાદિ દોષથી મુક્ત થયેલા નિર્દોષ... એ રીતે) નિર્દોષતા જણાવવા દ્વારા મહાનતા જણાવી જ દેશે. તેથી મહત્ત્વાભાવ રૂ૫ સાધ્યના અભાવ સ્વરૂપે “મહત્ત્વનો નિર્ણય થઇ જવાથી બાધ દોષ આવે એ સ્પષ્ટ છે. આમ પૂર્વપક્ષીના ફલિત થતા “વીતરાગ મહાનું નથી, કારણકે નિત્યનિર્દોષતાવાળા નથી' આવા અનુમાનમાં આટલા બધા દોષો રહ્યા હોઇ એનું વચન દુર્વચન છે એ સિદ્ધ થાય છે.l૭ી અન્વયી દૃષ્ટાન્તમાં સાધનવૈકલ્ય દેખાડી પૂર્વપક્ષીના અનુમાનને ગ્રન્થકારે જે દૂષિત ઠેરવ્યું તેની સામે પૂર્વપક્ષીની સંભવિત દલીલને જણાવી તેનું નિરાકરણ કરતા ગ્રન્થકાર કહે છે
પૂર્વપક્ષ - નિત્યનિર્દોષતા આત્મામાં અને ઘટાદિ જડ પદાર્થોમાં રહેલી છે. આમાંથી આત્મામાં જે નિત્યનિર્દોષતા રહેલી હોય છે એ જ મહત્ત્વનું અંગ = સાધન = હેતુ (અહીં ‘અંગ” એટલે કારકહેતુ નહીં પણ “જ્ઞાપકહેતુ’ અર્થ જાણવો.) છે, એટલે કે એને જ મહત્ત્વ વ્યાપક છે. અર્થાત્ નિત્યનિર્દોષાત્મત્વ જ્યાં હોય
ત્યાં મહત્ત્વની સત્તા સિદ્ધ થાય. તેથી ફલિત એ થશે કે “વીતરાગ મહાનું નથી..' વગેરે અમારા અનુમાનમાં નિત્યનિર્દોષતાભાવ એ હેતુ નથી પણ નિત્યનિર્દોષાત્મવાભાવ એ હેતુ છે. તેથી મહત્ત્વાભાવવાનું તરીકે નિર્ણાત એવા ઘટાદિ અન્વયીદષ્ટાન્તમાં સાધનવૈકલ્યા હોવાનો દોષ રહેતો નથી.
ઉત્તરપક્ષ – આત્મામાં નિત્યનિર્દોષતા રહી હોવામાં શું પ્રમાણ છે? અર્થાત્ અમુક આત્મા નિત્યનિર્દોષ