________________
१०२
द्वात्रिंशद्वात्रिंशिका
= किं प्रमाणम् ? तथा च प्रतियोग्यप्रसिद्ध्याऽभावाप्रसिद्धेर्हेतुरेवासिद्ध इति भावः । महत्पदप्रवृत्तिनिमित्ततयैव नित्यनिर्दोषात्मत्वं सेत्स्यतीत्यत आह- पुमन्तरस्य = नित्यनिर्दोषस्य पुंसः कल्प्यत्वाद्वरं ध्वस्तदोषः पुमान् कल्पनीयः । तथा च दोषात्यन्ताभाववदात्मत्वापेक्षया लघौ दोषध्वंस एव महत्पदप्रवृत्तिनिमित्तत्वकल्पनं न्याय्यमिति भावः। वस्तुतः पदप्रवृत्तिनिमित्तमात्रं न पदार्थान्तरकल्पनक्षममिति द्रष्टव्यम् । ।८ । । ध्वस्तदोषत्वे भगवतः समंतभद्रोक्तं मानमनुवदति
છે એવું કોઇ પ્રમાણથી સિદ્ધ થઇ શકતું નથી. તેથી નિત્યનિર્દોષાત્મત્વ રૂપ પ્રતિયોગી અપ્રસિદ્ધ હોવાથી નિત્યનિર્દોષાત્મત્વાભાવ પણ અપ્રસિદ્ધ હોઇ હેતુ જ અસિદ્ધ થઇ જશે. એટલે કે આ રીતે સાધનવૈકલ્ય દોષ દૂર થશે, પણ હેત્વસિદ્ધિનો દોષ ઊભો થવાથી અનુમાન તો દૂષિત જ રહેશે.
પૂર્વપક્ષ – ‘મહત્’ પદના પ્રવૃત્તિનિમિત્તરૂપે જ નિત્યનિર્દોષાત્મત્વ સિદ્ધ થાય છે, એટલે પ્રતિયોગી સિદ્ધ હોઇ એના અભાવાત્મક હેતુ અસિદ્ધ હોવાનો દોષ રહેતો નથી. પદાર્થમાં રહેલા જે ધર્મના કારણે તે તે પદાર્થનો તે તે પદથી ઉલ્લેખ થાય છે તે ધર્મને ‘પદ પ્રવૃત્તિ નિમિત્ત' કહે છે. ઈશ્વરાત્માનો જે ‘મહાન્’ એવા પદથી ઉલ્લેખ થાય છે તેનું પ્રવૃત્તિનિમિત્ત તો કોઇ જોઇએ જ. એટલે એ પ્રવૃત્તિનિમિત્ત તરીકે આ નિત્યનિર્દોષાત્મત્વ સિદ્ધ થાય છે.
[દોષધ્વંસમાં લાઘવ]
ઉત્તરપક્ષ – આ નિત્યનિર્દોષાત્મત્વ રૂપ પદપ્રવૃત્તિનિમિત્ત કોનામાં રહ્યું છે? જે જીવો દેખાય છે તેમાં તો કોઇનામાં રહ્યું નથી. તેથી તમારે જે નિત્યનિર્દોષ હોય તેવા કોઇ અન્ય પુરુષની કલ્પના કરવી પડશે. એટલે એના કરતાં તો જેના દોષો નષ્ટ થઇ ગયા છે એવા પુરુષની કલ્પના કરવી જ વધુ સારી છે. [કેમકે એમાં કોઇ નવા પુરુષની કલ્પના કરવાની નથી અને એના સઘળા દોષો નષ્ટ થઇ ગયા છે એની કલ્પના આગળી ગાથામાં દર્શાવેલ રીતે અવિરોધીપણે થઇ શકે છે.] [તેમ છતાં, કલ્પના કરવી એ વાત તો બન્નેમાં સમાન જ છે ને! એવી દલીલને નિર્મૂળ કરવા આગળ કહે છે—] નિત્યનિર્દોષાત્માની કલ્પના કરવાથી ‘મહત્’ પદનું જે પદપ્રવૃત્તિનિમિત્ત મળતું હતું કે નિત્યનિર્દોષાત્મત્વ,તેના કરતાં સ્તદોષ (=દોષ ધ્વંસવાળા) પુરુષની કલ્પના કરવાથી ‘મહત્’ પદનું જે પ્રવૃત્તિનિમિત્ત મળે છે ‘દોષધ્વંસ’ તે લઘુ છે. નિત્યનિર્દોષાત્મત્વ એટલે દોષાત્યંતાભાવવામાં ૨હેલ આત્મત્વ, એટલે કે દોષાતંતાભાવવાત્મત્વ. એના કરતાં દોષધ્વંસ લઘુ છે એ તો સ્પષ્ટ જ છે. આમ ધ્વસ્તદોષ પુરુષની કલ્પના કરવામાં આવે તો લઘુ એવા દોષધ્વંસમાં મહત્પદપ્રવૃત્તિનિમિત્તત્ત્વ જે કલ્પવું પડે છે એ પણ ન્યાયસંગત વાત ઠરે છે. માટે એ કલ્પના કરવી જ યોગ્ય છે. તેથી નિત્યનિર્દોષાત્મત્વ સિદ્ધ ન થવાથી હેત્વસિદ્ધિ દોષ ઊભો જ રહ્યો.
વળી વાસ્તવિકતા તો એ છે કે પદપ્રવૃત્તિનિમિત્ત માત્ર એ એક નવા જ પદાર્થની કલ્પના કરાવી આપવામાં સમર્થ હોતું નથી એ ધ્યાનમાં રાખવું. નહિતર તો જેની કલ્પના માટે બીજું કોઇ નિમિત્ત મળતું નથી એવું પણ ‘શશવિષાણત્વ’ પ્રચલિત એવા ‘શશવિષાણ' પદના પ્રવૃત્તિનિમિત્ત તરીકે સિદ્ધ થઇ જાય. તેથી એના પરથી નિત્યનિર્દોષાત્મા કે ધ્વસ્તદોષ પુરુષ એ બેમાંથી એકેયની કલ્પના કરી શકાતી નથી.॥૮॥
[“દોષાત્યન્નાભાવવદાત્મત્વની અપેક્ષાએ દોષધ્વંસ લઘુ હોવાથી ‘મહત્’ પદના પ્રવૃત્તિનિમિત્ત તરીકે ભલે સ્વીકારાય. પણ એટલા માત્રથી એવો પદાર્થ વાસ્તવિક હોય જ એવું સિદ્ધ થતું નથી એ તમે જ જણાવી ગયા. એટલે પરમાત્મામાં દોષધ્વંસ = સર્વથા દોષ નાશ થયો હોય છે, (ને તેથી એ મહાન્ છે) એવું શી રીતે સિદ્ધ કરશો?” આવી શંકાનું અથવા ‘નિત્યનિર્દોષતા માનવામાં કોઇ પ્રમાણ ન હોવાથી એ ઈશ્વ૨ાત્મામાં માની