________________
૧૦૦
द्वात्रिंशद्वात्रिंशिका प्रागभावाभावान्नेयमापत्तिः, स्वगुणप्रागभावस्य स्वयोग्यतापरिणतिपर्यवसितत्वादिति भावः ।।६।। नित्यनिर्दोषताऽभावान्महत्त्वं नेति दुर्वचः। नित्यनिर्दोषता यस्माद् घटादावपि वर्तते ।।७।।
नित्येति । नित्यनिर्दोषताया अभावान्महत्त्वं न प्रक्रमाद्वीतरागे इति दुर्वचः = दुष्टं वचनं, यस्मान्नित्यनिर्दोषता = दोषात्यंताभाववत्त्वरूपा नित्यत्वे सतीयमेव वा घटादावपि वर्तते । आदिनाऽऽकाशादिग्रहः । इत्थं च 'वीतरागो न महान्, नित्यनिर्दोषत्वाभावादि'त्यन्वयिनि घटादौ दृष्टांते साधनवैकल्यमुपदर्शितं भवति, જ ભેદ = વિશેષતા હોય છે. કાષ્ઠા પ્રાપ્ત પરોપકાર વગેરે વિશિષ્ટ ગુણોને અનુરૂપ આવો વિશેષ સ્વભાવ જો તેઓમાં પહેલેથી માનવામાં ન આવે તો પોતનામાં અન્યના ગુણો પ્રકટ થવાની આપત્તિ આવે.જેનો યોગ્યતા રૂ૫ અંશ પણ પોતાનામાં ન હોય તે ગુણ પોતાનો ન હોઇ શકે. જેમકે આકાશમાં રૂપ-રસ વગેરેની યોગ્યતા નથી તો રૂપરસ વગેરે ક્યારેય આકાશના હોતા નથી. તેથી વિશિષ્ટ યોગ્યતા રૂપ વિશેષસ્વભાવ પહેલેથી ન હોય તો એ વિશિષ્ટગુણો પોતાના ન રહ્યા (અન્યના જ થઇ ગયા).
શંકા – મિથ્યાત્વાદિદશામાં આવો કોઇ વિશેષ સ્વભાવ માનવાની જરૂર નથી. તેમ છતાં પોતાનામાં અન્યના ગુણો ઉત્પન્ન થઇ જવાની આપત્તિ એટલા માટે નથી આવતી કે પોતાનામાં અન્યના ગુણોનો પ્રાગભાવ રહ્યો નથી. જ્યાં જેનો પ્રાગભાવ રહ્યો હોય ત્યાં તે ઉત્પન્ન થાય.
સમાધાન -- પરકીય ગુણોનો પ્રાગભાવ તેઓમાં રહ્યો હોતો નથી માટે પરકીય ગુણો ઉત્પન્ન થતા નથી. સ્વગુણોનો પ્રાગભાવ તેઓમાં રહ્યો હોય છે, માટે સ્વગુણો ઉત્પન્ન થાય છે. આવું તમારા કથનથી ફલિત થાય છે. આ સ્વગુણપ્રાગભાવ જે તેઓમાં રહ્યો હોવો તમે સ્વીકારો છો એ જ સ્વયોગ્યતા પરિણતિ રૂપે ફલિત થાય છે. એટલે તમે જે અનાદિ કાળથી તેઓમાં સ્વગુણપ્રાગભાવની વિદ્યમાનતા કહો છો એનાથી જ તેવા વિશિષ્ટસ્વભાવની વિદ્યમાનતા સિદ્ધ થઇ જાય છે. આશય એ છે કે જે પોતાનામાં જ હોય ને અન્યત્ર કોઇનામાં ન હોય એ, તે તે વસ્તુનો વિશિષ્ટ સ્વભાવ = સ્વયોગ્યતાપરિણતિ છે. સ્વગુણપ્રાગભાવ માત્ર સ્વમાં જ હોય છે, અન્યત્ર ક્યાંય નહીં. તેથી એ પ્રાગભાવવિશિષ્ટસ્વભાવ-સ્વયોગ્યતા પરિણતિ રૂપે જ સિદ્ધ થઇ જાય છે.કા. [‘સર્વારિ' એવા શબ્દથી તમને પૂર્વની મિથ્યાત્વાદિ દોષયુક્ત અવસ્થા અભિપ્રેત છે. આનાથી ફલિત એ થયું કે તમારા ઇષ્ટદેવ જિન નિત્યનિર્દોષ નથી. તો તો દોષયુક્ત અવસ્થામાંથી સાધના દ્વારા દોષમુક્ત બનનારા તેઓમાં મહત્ત્વ શું? આવું માનનારાઓની શંકા દેખાડી સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે...]
નિત્યનિર્દોષતા મહત્ત્વપ્રયોજક નથી). “વીતરાગમાં નિત્યનિર્દોષતાનો અભાવ હોવાથી મહત્ત્વ પણ રહ્યું નથી' આવું વચન દુર્વચન જાણવું, કારણકે નિત્યનિર્દોષતા તો ઘડા વગેરેમાં પણ રહી છે. તેિમ છતાં તેમાં મહત્ત્વ રહ્યું નથી.] આમાં નિત્યનિર્દોષતા એટલે દોષાત્યન્તાભાવવત્ત્વ = દોષનો અત્યંતાભાવ હોવો તે અથવા તો નિર્દોષતાને જ ગુણ રૂપે લઇ નિત્ય એવી નિર્દોષતા એ નિત્યનિર્દોષતા એવો અર્થ જાણવો. “ઘડા વગેરેમાં એવું જે કહ્યું છે તેમાં ‘વગેરે” શબ્દથી આકાશ વગેરેનો સમાવેશ જાણવો. જો કે ઘડો પોતે અનિત્ય છે તો એમાં નિત્ય નિર્દોષતા શી રીતે હોય? એવી શંકા થઇ શકે, પણ એનું સમાધાન એવું જાણવું કે પહેલાં દોષ હતો ને પછી નિર્દોષતા આવી એવું ઘડામાં નથી પણ એ ઉત્પન્ન થયો ત્યારથી અંત પામે ત્યાં સુધી એકસરખી નિર્દોષતા જ રહે છે, માટે એ નિત્યનિર્દોષતા કહેવાય. અથવા તો આદિ શબ્દથી આકાશનું ગ્રહણ કર્યું છે જ, એ નિત્ય હોવાથી એમાં નિત્યનિર્દોષતા હોવામાં