________________
जिनमहत्त्व-द्वात्रिंशिका
भृतिभिः क्षायिकसंगतैः = क्षायिकज्ञानादिमिलितैर्महत्त्वं महनीयस्य = पूज्यस्य मतं वाह्य तथाऽऽभ्यन्तरं प्रत्येकं विशिष्टमेव वा कथंचिदुभयव्यपदेशभाक् । इत्थं च विशिष्टवायसंपदोऽन्यासाधारणत्वान्नातिप्रसंग
મિતિ ભાવ ૪T बहिरभ्युदयादर्शी भवत्यन्तर्गतो गुणः। मणे: पटावृतस्यापि बहिर्कोतिरुदञ्चति ।।५।।
बहिरिति । व्यक्तः ।।५।। स्वभावभेदादपि कार्यैकलिंगकं महत्त्वमाहभेदः प्रकृत्या रत्नस्य जात्यस्याजात्यतो यथा। तथाऽर्वागपि देवस्य भेदोऽन्येभ्यः स्वभावतः ।।६।।
भेद इति । अयंगपि = मिथ्यात्वादिदशायामपि । स्वभावत इत्यन्यथा स्वस्मिन्नन्यवृत्तिगुणापत्तेः । न च સાયિકભાવ વિશિષ્ટ ઔદયિક ભાવ એ જ એક વિશિષ્ટ પ્રકારનું મહત્ત્વ છે જે કથંચિત્ ઉભયવ્યપદેશ પામે છે, એટલે કે ઔદયિક ભાવના પ્રાધાન્યની વિવેક્ષા હોય ત્યારે એ બાહ્ય મહત્ત્વ કહેવાય છે ને ક્ષાયિકભાવના પ્રાધાન્યની વિવેક્ષા હોય ત્યારે એ આભ્યન્તર મહત્ત્વ કહેવાય છે.] વળી આવી ક્ષાયિકભાવવિશિષ્ટ બાહ્ય સંપ અન્ય જીવોમાં હોતી નથી. એટલે તેમાં તેવું અસાધારણ મહત્ત્વ સિદ્ધ ન થવાથી તેઓ અંગે “આ મહાન છે' એવી બુદ્ધિ દ્વારા ધર્મજનન થવા રૂપ અતિપ્રસંગ દોષ રહેતો નથી. તેિમજ તેઓમાં વિશિષ્ટ બાહ્ય સંપદ્ રૂપ આ લિંગ જ રહ્યું ન હોવાથી વ્યભિચાર પણ રહેતો નથી.] [શંકા - અનતિશયિત જ્ઞાનવાળા છદ્મસ્થ ક્ષાયિકભાવોનું અનુમાન કરવાનું હોય છે. તેથી કોઇ માયાવીના તેવા પ્રપંચથી તે અનુમાન દ્વારા તેની બાહ્ય સંપદ્ વિશિષ્ટ હોવી પણ એને લાગી જાય. અને તો પછી એ અજિન વિશે “આ મહાન છે' એવી બુદ્ધિ થવાનો અતિપ્રસંગ આવશે જ ને! સમાધાન - આ અનુમાતાનો દોષ છે, લિંગરૂપ વિશિષ્ટ બાહ્યસંપદ્નો નહિ. વિશિષ્ટ બાહ્યસંપદ્ રૂપ લિંગનો નિર્ણય કરવામાં એ ભ્રાન્ત થયો માટે ભ્રમાત્મક અનુમિતિ થઇ. આ વાત, આલયવિહાર વગેરે દ્વારા સુવિદિતત્વના કરતા અનુમાન અંગે શાસ્ત્રોમાં જે કહ્યું છે તે મુજબ જાણવી.]l[કેવલજ્ઞાન વગેરે આંતરિક ગુણથી વિશિષ્ટ બાહ્યસંપથી મહત્ત્વ માનવાની વાત કરી. એમાં આંતરિકગુણ અને બાહ્યસંપદ્ વચ્ચેનો સંબંધ દર્શાવતા ગ્રન્થકાર કહે છે–]
કેવલજ્ઞાન વગેરે આંતરિક ગુણ બહાર આવ્યુદય દેખાડનાર હોય છે. કપડાથી વીંટળાયેલા પણ મણિની જ્યોતિ બહાર ફેલાય છે. (એટલે કે આંતરિક ગુણ પ્રયુક્ત અભ્યદય જેમાં ભળેલો હોય એવી બાહ્યસંપથી મહત્ત્વ મનાયું છે.]ILપા [આમ અવિસંવાદી વચન પ્રયુક્ત મહત્ત્વ અને ક્ષાયિકભાવસંગત બાહ્યસંપદ્ પ્રયુક્ત મહત્ત્વની વાત કરી. શ્રીતીર્થકર દેવોનું જીવદળ જ અન્યજીવો કરતાં વિશિષ્ટ હોય છે. એટલે અન્યજીવો કરતાં તેઓનો આ જે સ્વભાવ જ જુદો હોય છે તત્વયુક્ત મહત્ત્વને હવે ગ્રન્થકાર જણાવે છે. આ મહત્ત્વ કાર્યકલિંગક હોય છે. એટલે કે તીર્થસ્થાપના વગેરે રૂપ કાર્યથી જ શ્રી મહાવીર પ્રભુ વગેરે જિનેશ્વરદેવોનો તે તે આત્મા તેવા વિશિષ્ટ સ્વભાવવાળો હતો અને તેથી તત્વયુક્ત મહત્ત્વવાળો હતો એવું અનુમાન કરી શકાય છે.]
વિશિષ્ટ સ્વભાવ પ્રયુક્ત મહત્ત્વ માટી વગેરેથી મલિન રહેલા પણ જાત્યરત્નનો જેમ અન્ય અજાત્ય રત્નકરતાં તથાસ્વભાવે જ ભેદ = વિશેષતા હોય છે એમ મિથ્યાત્વ વગેરે અર્વાન્ દશામાં પણ શ્રીજિનેશ્વરદેવનો અન્ય જીવ કરતાં તથાસ્વભાવે