________________
९६
विशेषा' महत्त्वं ने' त्यनन्तर' मनुमेयमित्यध्याहारान्नानुपपत्तिः, स्वेतरनिष्ठात्यन्ताभावप्रतियोगिगुणवत्त्वरूपस्य महत्त्वस्य वाह्यसंपदाऽनुमातुमशक्यत्वात्, मायाविष्वेव व्यभिचारात् । ।१ । । स्वामिनो वचनं यत्तु संवादि न्यायसंगतम् । कुतर्कध्वान्तसूर्याशुर्महत्त्वं तद्यदभ्यधुः । । २ ।।
स्वामिन इति । यत्तु स्वामिनः
वीतरागस्य वचनं संवादि
समर्थप्रवृत्तिजनकं न्यायसंगतं
સમાધાન સ્વભિન્નમાં રહેલા અત્યન્નાભાવનો જે પ્રતિયોગી હોય તેવા ગુણવત્ત્વરૂપ મહત્ત્વની બાહ્યસંપત્તિથી અનુમિતિ થઇ શકતી નથી. અર્થાત્ સ્વભિન્ન વ્યક્તિમાં જેવા ગુણોનો અભાવ હોય તેવા ગુણો (અર્થાત્ પોતાના અસાધારણ ગુણો) રૂપ મહત્ત્વનું બાહ્યસંપત્તિ લિંગ બની શકતી નથી, કારણકે માયાવીઓમાં તેવી બાહ્યસંપત્તિ હોવા છતાં તેવું મહત્ત્વ ન હોવાથી બાહ્યસંપત્તિ મહત્ત્વસાધક અનુમાનના હેતુ તરીકે વ્યભિચારી = અનૈકાન્તિક છે.૧ [ભગવાનમાં ૨હેલ વિશિષ્ટ પ્રકારનું મહત્ત્વ બાહ્યસંપત્તિવત્ત્વરૂપે નથી. અથવા બાહ્યસંપત્તિ એનું અનુમાપક લિંગ નથી એવું તમે કહ્યું. તો એ મહત્ત્વ ક્યા વિશિષ્ટ રૂપે છે? અથવા એનું કયું લિંગ છે? એ તો જણાવો... એવા પ્રશ્નનો જવાબ આપવા ગ્રન્થકાર કહે છે—]
[સંવાદી વચન એ મહત્ત્વ]
-
द्वात्रिंशद्वात्रिंशिका
=
=
=
વીતરાગપ્રભુનું સંવાદી, ન્યાયસંગત અને કુતર્કરૂપી અંધકાર માટે સૂર્યકિરણ સમાન એવું જે વચન છે એ જ તેમનું વિશિષ્ટ મહત્ત્વ છે, કારણકે શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ ‘પક્ષપાતો ન મે વીરે...’ ઇત્યાદિ કહ્યું છે. ઇષ્ટફળની પ્રાપ્તિ કરાવી આપવામાં સમર્થ પ્રવૃત્તિનું જે વચન જનક હોય તે સંવાદી જાણવું. સ્યાદ્વાદમુદ્રાનું જે વચન ઉલ્લંઘન કરતું ન હોય તે ન્યાયસંગત જાણવું, કારણકે તાત્ત્વિકદૃષ્ટિએ વિચારીએ તો એકાન્ત (એકાન્તવચન) અન્યાય છે. [અહીં ‘અન્યાયત્વાત્’ શબ્દમાં ‘અન્યાય’ શબ્દને નબહુવ્રીહિ સમાસવાળો જાણવો, નગૃતત્પુરુષવાળો નહીં.] એકાન્ત શા માટે અન્યાય્ય છે? આ માટે - ધર્મ અને ધર્મી વચ્ચે એકાન્તે ભેદસંબંધ માનવો કે અભેદસંબંધ? જો ભેદસંબંધ માનવામાં આવે તો એનો અર્થ એ થયો કે ધર્મ ધર્મીથી સાવ જુદો છે અને કો'ક સંબંધથી એમાં રહેલો છે. વળી આ સંબંધ પણ ધર્મીમાં રહ્યો છે. (જેમકે ‘રૂપવાન ઘટઃ’ માં રૂપ સમવાય સંબંધથી ઘડામાં રહ્યું છે અને સમવાયસંબંધ પણ ઘડામાં રહ્યો છે.) એ સંબંધને ધર્મીમાં રહેવા માટે વળી કોઇ અન્ય સંબંધ જોઇશે. (જેમકે સમવાય સંબંધ સ્વરૂપસંબંધથી ઘડામાં રહ્યો છે.) વળી એ અન્ય સંબંધને ધર્મીમાં રહેવા ત્રીજો કોઇ સંબંધ જોઇશે. આમ એકાન્તે ભેદ સંબંધ માનવામાં અનવસ્થા ચાલશે. તેથી જો એકાન્તે અભેદ સંબંધ માનવામાં આવે તો એનો અર્થ એ થયો કે ધર્મ અને ધર્મી વચ્ચે સર્વથા અભેદ છે. અને તો પછી જેમ ‘ઘડો ઘડો’ એવો સહ પ્રયોગ અસંગત છે તેમ ‘રૂપવાન ઘડો’ એવો પણ સહ પ્રયોગ અસંગત બની જાય.
શંકા -- ધર્મ-ધર્મી વચ્ચે ભેદ સંબંધ જ માનવો જોઇએ. પણ એ માનવામાં ધર્મ-ધર્મી વચ્ચે જે સંબંધ સિદ્ધ થાય છે તે સંબંધ ધર્મીમાં સ્વતઃ જ જોડાયેલો છે એમ માનવું. એટલે એ સંબંધને રાખવા માટે બીજો સંબંધ કલ્પવાનો ન હોવાથી અનવસ્થા દોષ નહીં આવે.
સમાધાન -- ‘રૂપવાનું ઘટઃ' ઇત્યાદિ વિશિષ્ટ બુદ્ધિ રૂપ પ્રમાણથી (અનુમાનના હેતુથી) રૂપ અને ઘટ વચ્ચે સ્વતઃ સંબદ્ધ એવા અન્ય સંબંધની કલ્પના આ રીતે કરવી એના કરતાં તો એ વિશિષ્ટબુદ્ધિ સ્વરૂપ પ્રમાણથી જ શબલ વસ્તુને સિદ્ધ થતી માનવી એ ન્યાય સંગત છે. એટલે કે ધર્મને ધર્મીમાં અન્ય સંબંધથી ૨હેલો માનીને પછી પણ સંબંધને જો ધર્મીમાં સ્વતઃ સંબદ્ધ માનવો પડે છે તો પ્રથમથી જ વિશિષ્ટ બુદ્ધિ રૂપ પ્રમાણથી ધર્મ