________________
९७
जिनमहत्त्व-द्वात्रिंशिका स्याद्वादमुद्रामनतिक्रान्तं, एकान्तस्य तत्त्वतोऽन्यायत्वात्, धर्मधर्मिसंवन्धभेदेऽनवस्थानात्, तदभेदे च सहप्रयोगाद्यनुपपत्तेः, धर्मिग्राहकमानेन स्वतः संवद्धस्य संबन्धान्तरस्य कल्पनाऽपेक्षया तेनैव सिद्धस्य शबलस्य वस्तुनोऽभ्युपगमस्य न्याय्यत्वात् । तदनुभवेऽपि चैकान्तभ्रमस्य दोषप्रावल्यादुपपत्तेः, विशेषदर्शनेन च तस्य निवर्तयितुं शक्यत्वादिति दिक् । कुतर्का एव ध्वान्तानि तेषु सूर्यांशुः । तन्महत्त्वं, अवच्छेद्यावच्छेदकयोर्लिंઅને ધર્મી વચ્ચે ભેદભેદ સંબંધ (અર્થાતુ ભેદાનુસ્યુત અભેદ સંબંધ, નહીં કે ભેદ + અભેદ) જ માનવાથી ઉપરોક્ત ભેદપક્ષનો કે અભેદપક્ષનો એકેય દોષ નહીં આવે. જેમ, એકલી સૂંઠ પિત્તકારક છે, ગોળ કફકારક છે, પણ બન્નેની ગોળી બનાવવાથી સૂંઠના દોષને ગોળ, ને ગોળના દોષને સૂંઠ ખાઇ જાય છે. ને નવા જ અનેક ગુણો પેદા થાય છે, એમ ભેદભેદ માનવાથી ભેદપક્ષના દોષોને અભેદ અને અભેદ પક્ષના દોષોને ભેદ ગળી જાય છે, તથા વસ્તુતત્ત્વની યથાર્થ સંગતિ વગેરે ગુણો પેદા થાય છે. માટે ભેદભેદ વગેરે રૂપે શબલ વસ્તુ માનવી એ ન્યાયસંગત છે.
આ અનેકાન્ત એકત્વ-અનેકત્વ, નિત્યત્વ-અનિત્યત્વ, ભેદ-અભેદ વગેરે સર્વ બાબતોમાં વણાયેલો છે અને તેનો અનુભવ પણ થાય જ છે. તેમ છતાં સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય વગેરે રૂપે એકાન્તનો જે ભ્રમ થાય છે તેની મિથ્યાત્વ વગેરે રૂપ દોષની પ્રબળતાથી સંગતિ કરી શકાય છે. જેમ રેલવેના બે પાટા ભેગા નથી થતા, પણ સમાંતર જ જાય છે એ વાત અનુભવસિદ્ધ હોવા છતાં આંખની એવી મર્યાદા વગેરેના કારણે એ ભેગા થતા હોવા જે દેખાય છે તેની સંગતિ કરી શકાય છે.
શંકા - રેલવેના પાટા તો જ્યાં ભેગા થતા દેખાય ત્યાં પહોંચીને જોઇએ તો જુદા-સમાંતર રહેલા જ જણાઇ જાય છે. એટલે એ ભેગા થતા જે દેખાતા હતા તે ભ્રમ હતો એવો નિર્ણય થઇ શકે છે અને ભ્રમ દૂર થઇ શકે છે. પણ આ નિયત્વ વગેરે બાબતોમાં તો હરહંમેશ એકાન્ત જ જણાયા કરે છે. માટે એને ભ્રમ શી રીતે મનાય? ભ્રમ હોય છે તો ક્યારેક દૂર થવો જોઇએ ને.
સમાધાન – દ્રવ્ય રૂપે જે નિત્ય છે એ જ વસ્તુ પર્યાય રૂપે અનિત્ય છે વગેરે વિશેષનું વિવેકથી જ્યારે દર્શન થાય છે ત્યારે એ ભ્રમ દૂર થવો શક્ય છે. માટે એ ભ્રમરૂપ જ છે એ જાણવું.
અહીં સંવાદી વચનને જ પ્રભુના મહત્ત્વ તરીકે કહ્યું. આમ તો, “બાહ્યસંપત્તિવાળા હોવાથી પ્રભુ મહાનું છે એવું નથી' એવા નિષેધથી જે અર્થ ફલિત થતો હતો કે “બાહ્યસંપત્તિરૂપે મહાનતા નથી' તેના અનુસંધાનમાં આ પ્રરૂપણા છે કે “સંવાદીવચનવાળા હોવાથી મહાનું છે. એટલે ફલિત એ થયું કે સંવાદીવચન રૂપે મહાનતા (મહત્ત્વ) રહેલ છે. જેમ “નવાનું ઘટ' એવી બુદ્ધિના વિષયભૂત પાણીમાં જલત્વરૂપે પ્રકારતા હોવાથી જલત્વ એ અવચ્છેદક બને છે અને પ્રકારના અવચ્છેદ્ય (અવચ્છિન્ન) બને છે એમ પ્રસ્તુતમાં સંવાદીવચન અવચ્છેદક બન્યું અને પ્રભુમાં રહેલું મહત્ત્વ અવચ્છેદ્ય બન્યું. અથવા જે બીજો પક્ષ અનુમિતિનો દેખાડેલો એમાં વિચારીએ તો “બાહ્યસંપત્તિથી મહત્ત્વનું અનુમાન થઇ શકતું નથી, અર્થાત્ “આ મહાનું છે, કારણકે બાહ્યસંપત્તિવાળા છે' આવું અનુમાન થઇ શકતું નથી, એવો નિષેધ પૂર્વે કરેલો.” એટલે એના અનુસંધાનમાં અહીં જણાય છે કે સંવાદીવચનથી મહત્ત્વનું અનુમાન થઇ શકે છે, અર્થાત્ “આ મહાનું છે, કારણકે સંવાદી વચનવાળા છે” આવું અનુમાન થઇ શકે છે.” એટલે કે સંવાદીવચન એ લિંગ = હેતુ છે અને મહત્ત્વ એ લિંગી = સાધ્ય છે. આમ સંવાદીવચન અવચ્છેદક યા લિંગ છે અને મહત્ત્વ અવચ્છેદ્ય યા લિંગી છે. આ વાસ્તવિકતા છે. તેમ છતાં સ્યાદ્વાદનો આશ્રય કરીએ તો અવચ્છેદ્ય-અવચ્છેદક અને લિંગ-લિંગીનો કથંચિત્ અભેદ હોવાથી અહીં સંવાદીવચનને જ મહત્ત્વ તરીકે જણાવ્યું છે. પ્રભુનું વિશિષ્ટ મહત્ત્વ સંવાદી વચનરૂપે જ છે એનું સૂચન