________________
जिनमहत्त्व-द्वात्रिंशिका विषयविशेषोऽपि निवेश्यः । यदि चालयविहारादिलिंगेन साधुत्वमनुमीयत एव तदनुमितिप्रयोज्यवन्दनादिना च फलविशेष इति विभाव्यते, तदा भगवत्यपि विशिष्टरूपेण महत्त्वानुमित्यनन्तरमेव स्मरणादिना फलोदयाગમનાગમન), ભાષાસમિતિ, વિનય વગેરે સંબંધી નિપુણ નિરીક્ષણથી સુવિદિતતા જાણી શકાય છે.” આના પરથી એ ફલિત થાય છે કે આ પ્રમાણેના આલયવિહારાદિથી યુક્ત હોવા રૂપે સાધુ તરીકેની જે બુદ્ધિ થાય છે એટલે કે આલયવિહારાદિને જોઇને “આ સાધુ છે' એવી જે બુદ્ધિ થાય છે તે ધર્મજનિકા છે. અર્થાત્ આલયવિહારાદિથી યુક્ત હોવા રૂપે સાધુતાની થયેલી બુદ્ધિ ધર્મજનિકા છે. આમાં વિશેષ્ય માટે “આવી બુદ્ધિ સુવિદિતસાધુવિષયક જ હોવી જોઇએ' આવી વિશેષ કોઇ શરત નથી. તેથી જ જ્યારે, જે સુવિદિત નથી અને તેથી જે વાસ્તવમાં અસાધુ છે તેના પણ આલય-વિહારાદિના પ્રયત્નપૂર્ણ બાહ્ય દેખાવને જોઇને જે “આ સાધુ છે' એવી બુદ્ધિ થાય છે તે વિશેષ અદર્શનદશામાં નિષ્ફળ નથી રહેતી. બાહ્ય દેખાવ પરિપૂર્ણ હોવા છતાં કોઇપણ રીતે જો મૂળ ગુણની ગરબડ વગેરે રૂ૫ વિશેષ જણાઇ ગયો હોય તો તેના આલયવિહારાદિ ઠગારા છે એવું જણાઇ જતું હોવાથી પછી “આ સાધુ છે' એવી સ્વારસિક બુદ્ધિ જ થતી નથી એ જાણવું.
સમડી મૃત્યુ સમયે નવકાર સાંભળવાથી રાજકુમારી બની. એ કાંઇ અરિહંત ભગવાનું વગેરેનું વિશેષ સ્વરૂપે જાણતી નહોતી. એમ કોઇ મુગ્ધજીવને તીર્થંકર દેવના વિશેષ ગુણોને જાણ્યા વિના પણ “આ મહાનું છે' એવી જે બુદ્ધિ થાય છે એનાથી વિશેષ ફળ મળે જ છે. સંપ્રતિરાજાનો જીવ ભિખારી ચારિત્રના વિશેષ સ્વરૂપને જાણતો ન હોવા છતાં એના પરના બહુમાનથી રાજા બન્યો.. આ બધું અવ્યક્તસમાધિનું ફળ કહેવાય છે. આના માટે “વિષયવિશેષ” પણ એક શરત રૂપે આવશ્યક છે. આ બધામાં વિષયવિશેષ હોવાથી જ એ ફળ મળ્યું છે. સમડીને અન્ય દેવાદિને નમસ્કાર ગર્ભિત બીજો કોઇ મંત્ર સાંભળવા મળ્યો હોત તો એ રાજકુમારી ન થાત. મુગ્ધને અન્ય કોઇ વ્યક્તિ વિશે “આ મહાનું છે' એવી થયેલી બુદ્ધિથી વિશેષ ફળ ન મળે. ભિખારીને તાપસ દીક્ષા વગેરે પર એવું બહુમાન જાગ્યું હોત તો કાંઇ એ સંપ્રતિ રાજા ન બનત.
શંકા - આવશ્યકનિર્યુક્તિમાં તો આલયવિહારાદિ જોઇને સાધુતાનું અનુમાન કરી વંદનાદિ કરવાનું કહ્યું છે. એનાથી જણાય છે કે આલયવિહારાદિથી તો માત્ર “આ સાધુ છે” એટલી અનુમિતિ જ થાય છે, વિશેષ ફળ તો એ પછી જે વંદનાદિ કરવામાં આવે છે તેનાથી પ્રાપ્ત થાય છે. એટલે પ્રભુ વિશે પણ “આ મહાનું છે' એટલી બુદ્ધિ માત્ર જ ધર્મજનિકા શી રીતે બની જાય?
સમાધાન - સાધુ અંગે આ રીતે જો વિચારવું હોય તો પ્રભુ અંગે પણ આ રીતે વિચારવું કે ભગવાન અંગે પણ વિશિષ્ટ રૂપે “આ મહાનું છે' એવી અનુમિતિ કર્યા પછી તરત જ સ્મરણ- નમસ્કારાદિ જે થાય છે તેનાથી વિશેષ ફળ મળે છે. આવો અર્થ પ્રાપ્ત કરવા માટે, મૂળ શ્લોકમાં જે “મહત્ત્વ ન' એવો શબ્દ પડેલો છે તેના પછી “અનુમેય’ એટલા શબ્દનો અધ્યાહાર કરવો, એટલે પછી કોઇ અસંગતિ રહેશે નહિ. તેથી શ્લોકાર્થ આવો થશે “સમવસરણ વગેરે બાહ્ય સંપત્તિથી પ્રભુના તેવા વિશેષ મહત્ત્વનું અનુમાન થઇ શકતું નથી, કારણ કે તેવી બાહ્ય સંપત્તિ તો માયાવીઓમાં પણ સંભવે છે.”
શંકા - બાહ્યસંપત્તિ જોઇને તો માયાવી અંગે પણ “આ મહાન છે' એવી અનુમિતિ થઇ જ જાય છે ને! પછી ભલે ને એનાથી ફળવિશેષ ન મળતું હોય!
* અવ્યક્ત સમાધિનું વિશેષ ફળ મળવામાં વિષયવિશેષ જેમ આવશ્યક છે એમ કદાગ્રહનો અભાવ પણ આવશ્યક હોય છે એ જાણવું. અધ્યાત્મ ઉપનિષા પ્રથમ અધિકારની ૭૬મી ગાથાના ઉત્તરાર્ધમાં આ પ્રમાણે કહ્યું છે--
समाधेरव्यक्ताद्यदभिदधति व्यक्तसदृशं फलं योगाचार्या ध्रुवमभिनिवेशे विगलिते ।।७६ ।।