________________
मार्ग-द्वात्रिंशिका
'कप्पाकप्पे परिनिट्ठिअस्स ठाणेसु पंचसु ठिअस्स
संजमतवड्ढगस्स उ अविगप्पेण तहक्कारो ।। [आ. नि. ६८८] इति वचनात् साधुवचन एवाविकल्पेन तथाकार श्रवणादिति चेत्? न, एतद्वचनवलादन्यत्र लभ्यमानस्य विकल्पस्य व्यवस्थितत्वेन व्याख्यानात् । व्यवस्था चेयं-संविग्नपाक्षिकस्य वचनेऽविकल्पेनैव तथाकारोऽन्यस्य तु विकल्पेनैवेति । विवेचितं चेदं સામાવારીકરોડમfમઃ ાિથા રૂ૨] ૨૮TI વિદ્યમાન હોવાના કારણે અધ્યાત્મ અને ભાવના યોગ પ્રવર્તવો બાધિત નથી.
શંકા- આવશ્યકનિર્યુક્તિ (૬૮૮)માં કહ્યું છે કે “કલ્પ અને અકલ્પના રહસ્યના જાણકાર, પાંચ મહાવ્રતોમાં રહેલા, સંયમ અને તપના વૈભવવાળા મહાત્માના વચનમાં અવિકલ્પ = નિશ્ચિતપણે તથાકાર કરવો, એટલે કે તેઓના વચન નિઃશંકપણે તહત્તિ કરવા.” આ વચનાનુસારે સુસાધુના વચન જ અવિકલ્પ તથાકારનો વિષય હોવા જણાય છે.
સંવિગ્નપાક્ષિક પાંચ મહાવ્રતમાં રહેલા ન હોઇ તેઓના વચન અવિકલ્પ તથાકારનો વિષય બનતા નથી. તેથી તેઓનો ધર્મ માર્ગરૂપ નથી. સંવિગ્નપાક્ષિકનો ધર્મ પણ માર્ગ રૂપે એટલા માટે સ્વીકારવો છે કે (૧). એનાથી પણ વિશેષ કર્મનિર્જરા થાય છે. તેમજ (૨) એનાં અનુષ્ઠાનો પણ વ્યવહારથી તાત્ત્વિક અધ્યાત્મ અને ભાવના યોગ રૂપ બને છે. પણ આ બન્ને બાબતો બનવામાં મુખ્ય પરિબળ એમની મૂળ સંપદ્ રૂપ શુદ્ધ પ્રરૂપણા જ છે. અહીં તેના વચનમાં અવિકલ્પ તથાકાર કરવાનો કહ્યો નથી એ જણાવે છે કે એના વચનો અસત્ય પણ સંભવે છે. તેથી એની પ્રરૂપણા શુદ્ધ ન રહેવાથી એનો ધર્મ માર્ગરૂપ નથી એ ફલિત થાય છે.]
સમાધાન - આવશ્યકનિયુક્તિના ઉક્તવચનબળે, સુસાધુ ભિન્ન વ્યક્તિના વચન પ્રત્યે જે “વિકલ્પ તથાકાર” મળે છે એમાં વિકલ્પ એ વ્યવસ્થિત વિભાષા રૂપ છે, માત્ર વિકલ્પરૂપ નથી. એટલે કે અન્ય વ્યક્તિના વચનમાં ક્યારેક તથાકાર કરવો ક્યારેક ન કરવો એવો વિકલ્પ એનાથી ધ્વનિત નથી થતો કિન્તુ “અન્ય કેટલીક વ્યક્તિઓના (સંવિગ્ન પાક્ષિકના) વચનોમાં અવિકલ્પ તથાકાર કરવો અને શેષ અન્ય વ્યક્તિઓના વચનમાં વિકલ્પ તથાકાર કરવો” એવી વ્યવસ્થા એનાથી ધ્વનિત થાય છે. આ બાબતની વિવેચના અમે (ગ્રન્થકારે) સામાચારી પ્રકરણમાં (શ્લોક - ૩૨, પુસ્તક પૃ.૪૧) કરી છે. આમ સંવિગ્નપાક્ષિકના વચનમાં પણ અવિકલ્પ તથાકાર કરવાનો હોઇ એનો ધર્મ પણ માર્ગરૂ૫ છે જ. એટલે સંવિગ્નપાક્ષિક એ ત્રીજો માર્ગ છે એમ સિદ્ધ થયું.ર૮ છેિવટે આ માર્ગદ્વાત્રિશિકાનો ઉપસંહાર ૪ ગાથાઓથી કરતાં ગ્રન્થકાર કહે છે–]
સાધુ, શ્રાદ્ધ અને સંવિગ્નપાક્ષિક આ ત્રણ મોક્ષના માર્ગ છે. શેષ ગૃહસ્થ, દ્રવ્યલિંગી અને કુલિંગી એ ત્રણ १ कल्पाकल्पे परिनिष्ठितस्य स्थानेषु पञ्चसु स्थितस्य । संयमतपआढ्यकस्य त्वविकल्पेन तथाकारः।।
* યોગબિન્દુ (૩૫૮) અને ૧૮ મી યોગભેદદ્ધાત્રિશિકા (૨)માં અધ્યાત્મ અને ભાવના યોગના લક્ષણ આવા આપ્યા છે કે “ઉચિત પ્રવૃત્તિરૂપ ઔચિત્યથી અણુવ્રતમહાવ્રત રૂ૫ વૃત્ત યુક્ત જીવનું, “ત્યાદિથી વણાયેલું જીવાદિપદાર્થો અંગેનું જે તત્ત્વચિંતન જિનવચનના આધારે ચાલે છે એ “અધ્યાત્મ યોગ છે. આનો જ પ્રતિદિન વૃદ્ધિ પામતો અને મનઃસમાધિસંયુક્ત એવો પુનઃ પુનઃ અભ્યાસ એ ‘ભાવનાયોગ' છે. આ વ્યાખ્યાઓ પરથી જણાય છે કે આ બન્ને યોગમાર્ગ સાધુ કે શ્રાવકને હોય છે. તો સંવિગ્નપાક્ષિકને એ શી રીતે સંભવે? આવા પ્રશ્નનો ઉત્તર - યોગબિન્દુ ૩૬૯ અને ૧લ્મી યોગવિવેક દ્વત્રિશિકા (૧૪)માં જણાવ્યું છે કે અપુનર્બન્ધક અને સમ્યગ્દષ્ટિને કારણમાં કાર્યનો ઉપચાર કરવા રૂપ વ્યવહારથી તાત્ત્વિક અધ્યાત્મ અને ભાવનારૂપ યોગમાર્ગ હોય છે. કારણ પણ કથંચિત્ કાર્યરૂપ હોવાથી આને વ્યવહારથી તાત્વિક કહ્યો છે. એટલે સંવિગ્નપાક્ષિકનું સમ્યક્ત અક્ષત હોઇ આ વ્યવહારથી તાત્ત્વિક યોગમાર્ગ હોવા અસંભવિત નથી. યોગ જેવો ભાસતો અતાત્ત્વિક યોગાભાસ સબંધક વગેરેને હોય છે.