________________
૮૮
द्वात्रिंशद्वात्रिंशिका असंयते संयतत्वं मन्यमाने च पापता। भणिता तेन मार्गोऽयं तृतीयोऽप्यवशिष्यते।।२८।।
असंयत इति । असंयते संयतत्वं मन्यमाने च पापता भणिता, 'असंजए संजयलप्पमाणे पावसमणुत्ति वुच्चइ' त्ति पापश्रमणीयाध्ययनपाठात्, असंयते यथावस्थितवक्तरि पापत्वानुक्तेः । तेन कारणेनायं = संविग्नपक्षरूपस्तृतीयोऽपि मार्गोऽवशिष्यते, साधुश्राद्धयोरिव संविग्नपाक्षिकस्याप्याचारेणाविसंवादिप्रवृत्तिसंभवात् । तदुक्तं -
सावज्जजोगपरिवज्जणाइ सव्वुत्तमो अ जइधम्मो । वीओ सावगधम्मो तइओ संविग्गपक्खपहो ।। [उप. माला ५१९] योगाख्यो मार्गः संविग्नपाक्षिकाणां नासंभवी, मैत्र्यादिसमन्वितवृत्तादिमत्त्वेनाध्यात्मादिप्रवृत्त्यवाधात् । ‘अविकल्पतथाकाराविषयत्वेन नैतद्धर्मो માર,
છે. તો તેઓને પણ સાધુ માની સાધુમાર્ગમાં જ સમાવી લ્યોને! જેથી અન્ય માર્ગ કલ્પવાની જરૂર નહીં રહે' એવી શંકાનું વારણ કરીને ત્રીજા માર્ગની સિદ્ધિ કરવા ગ્રન્થકાર કહે છે]
અસંયતમાં સંયતત્વ માનવું એ પાપ કહેલું છે. તેથી સંવિગ્નપાક્ષિક રૂપ આ ત્રીજો માર્ગ અવશિષ્ટ રહે છે.
સિંવિગ્નપક્ષ એ ત્રીજો માર્ગ. ઉત્તરાધ્યયનસૂત્રના ૧૭ માં પાપશ્રમણીય અધ્યયનમાં કહ્યું છે કે “અસંયતને “સંયત' તરીકે જે બોલાવે છે તે પાપશ્રમણ કહેવાય છે.” વળી ‘અસંમત' ને યથાસ્થિત જે કહે છે (એટલે કે અસંયત તરીકે જે કહે છે) તેને પાપશ્રમણ તરીકે નથી કહ્યા. એટલું જણાય છે કે અસંયતમાં સંયતત્વ માનવું એ પાપ છે. સંવિગ્નપાક્ષિક પણ સંયત તો હોતા નથી જ. એટલે અસંયત એવા તેઓમાં સંયતત્વ માની તેઓનો સાધુમાર્ગમાં જ સમાવેશ કરી દેવો એ પાપ' હોઇ યોગ્ય નથી. [વળી એને ગૃહત્યાગ કર્યો હોવાથી એ ગૃહસ્થ તો નથી જ.] તેથી સંવિગ્નપક્ષ રૂપ ત્રીજો માર્ગ માનવાનો જ એક માત્ર માર્ગ બાકી રહે છે. એટલે કે સંવિપક્ષ એ પણ એક ત્રીજો ધર્મ માર્ગ છે, કારણ કે સાધુ અને શ્રાદ્ધની જેમ સંવિપાક્ષિકની પણ આચારથી અવિસંવાદી પ્રવૃત્તિ સંભવી શકે છે. [એટલે કે સાધુ અને શ્રાદ્ધની પોતપોતાના માટે શાસ્ત્રપ્રતિપાદિત આચાર સાથે અવિસંવાદી પ્રવૃત્તિ હોવાથી એ બે જેમ માર્ગરૂપ છે તેમ સંવિગ્નપાક્ષિકની પણ પોતાના માટે (ઉપદેશમાલા વગેરે) શાસ્ત્રપ્રતિપાદિત આચાર સાથે અવિસંવાદી પ્રવૃત્તિ સંભવિત હોવાથી એ પણ એક માર્ગ છે.] ઉપદેશમાલા (૫૧૯) માં કહ્યું છે કે “સર્વ પાપપ્રવૃત્તિના ત્યાગના કારણે સાધુધર્મ એ સર્વોત્તમ(મોક્ષમાર્ગ) છે. બીજો માર્ગ શ્રાવકધર્મ અને ત્રીજો માર્ગ સંવિગ્નપાક્ષિક ધર્મ છે. (પાછલા બે ધર્મ મોક્ષમાર્ગરૂપ “ચારિત્ર'ની પ્રત્યે કારણ હોવાથી એ બે પણ મોક્ષમાર્ગ છે. કારણમાં કાર્યનો ઉપચાર થાય.) આ વાત યોગ્ય પણ છે, કારણકે સંવિગ્નપાલિકોને યોગમાર્ગ' (યોગ એ જ માર્ગ યોગમાર્ગ) વિદ્યમાન હોવો અસંભવિત નથી. તે પણ એટલા માટે કે મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યશ્મથી યુક્ત વૃત્ત (શુદ્ધ પ્રરૂપણા યથાશક્ય અનુષ્ઠાન વગેરે રૂ૫)
१ सम्मङ्माणो पाणाणि वीयाणि हरियाणि य। असंजए संजयमन्त्रमाणे पावसमणित्ति वुच्चइ ।।उत्तरा ।। १७/६।। २ सावद्ययोगपरिवर्जनातः सर्वोत्तमश्च यतिधर्मः । द्वितीयः श्रावकधर्मस्तृतीयः संविग्नपक्षपथः ।।