________________
ભાષાંતર.
અને હાથીના સ્કંધપર બેસારીને વેત છત્રથી વિરાજિત, અપ્સરાએ જેને સુંદર ચામરે વીંજી રહી છે, નાના પ્રકારના વાજીંત્રના મહાનાદથી જ્યાં આકાશમંડલ ગાજી રહ્યું છે, નાચતી એવી દેવાંગનાએએ જ્યાં સમસ્ત નગરવાસીઓને હર્ષઘેલા બનાવી દીધા છે, આગળ ચાલતા રાજા, અમાત્ય અને કેટવાળથી પરિવારિત એવા અને જગતના હિતકારી એવા મારા પિતાને તે દેવ અમારે ઘેર તેડી આ
. પછી મારા પિતાના ભવનાંગણમાં રત્નવૃષ્ટિ કરીને અને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને તે દેવ પિતાના સ્થાને ગયે.”
આ પ્રમાણે શ્રેણીનું વચન સાંભળીને એકાંતમાં બેઠેલે તે રૂગખુર ચાર વિચારવા લાગ્યા કે –“અહો ! ખરેખર ! કુળકમથીજ ચાલી આવતી આ ચૈાર્યવૃત્તિ મને પ્રાપ્ત થઈ છે. તે વખતે દેવની લીલા અને શ્રેષ્ઠીની પરેપકારિતા સાંભળીને શ્રેણિક રાજા અને અભયકુમાર હદયમાં વિચારવા લાગ્યા કે:-“અહે! સંપદાના નિધાનરૂપ એવી ધર્મવંત પુરૂષની સંગતિ જે પુણ્યના સમૂહુથી પ્રાપ્ત થાય, તો પછી શું શું પ્રાપ્ત ન થઈ શકે ? સદા આનંદ અને સુખના આસ્વાદમાં નિમગ્ન એવા દેવતાઓ પણ ગુણવંત પુરૂને સદા સંગ ઈચ્છે છે, તે યુક્તજ છે. પોતાના કુરકમથી નરકના માર્ગે સંચાર કરનાર એ આ ચોર, તે શ્રેષ્ઠીના સંપર્ક (સંગ) થી દેવસમૃદ્ધિ પામ્ય કહ્યું છે કે –
" जाड्यं धियो हरति सिंचति वाचि सत्यं, मानोन्नत्तिं दिशति पापमपाकरोति । चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति, सत्संगतिः कथय किं न करोति पुंसाम्" ॥२॥
સત્સંગતિ બુદ્ધિની જડતા હરે છે, વાણીમાં સત્યતા આપે છે, માનન્નતિ કરે છે, પાપને દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન રાખે છે અને કીર્તિને સર્વત્ર વિસ્તાર છે. હે મિત્ર! માણસને તે શું શું ફળ નથી આપતી?” આ દેવ પણ ખરેખર કૃતજ્ઞજનોમાં એક વિશેષ ૧૧