SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ કૌમુદી-પ્યપુર ચોરની કથા. મંડનરૂપ છે, કે જે શ્રેષ્ઠીએ કરેલ ઉપકારની સ્થિતિ ભૂલી ન ગયે. પ્રથમવાર જીત તોય સ્મતા, , शिरसि निहितभारा नालिकेरा नराणाम् । उदकममृतकल्पं दाराजीवितान्तं, न हि कृतमुपकारं साधवो विस्मरंति" ॥१॥ પ્રથમ વયમાં પાન કરેલ એવા સ્વલ્પ જળનું સ્મરણ કરતા નાળીયેરે, માથે ભાર સહન કરીને અને પિતાનું જીવન અર્પણ કરીને પણ માણસને સુધા સમાન એવું પોતાનું પાણી આપે છે. કારણકે સજને કરેલ ઉપકારને કદી ભૂલી જતા નથી.” પછી પ્રસેનજિત્ રાજા સાત્તિવક ગુણના ઉદયથી સાક્ષાત્ મારા પિતાને ઘેર આવીને આ પ્રમાણે તેમની સ્તુતિ કરવા લાગે –“હે શ્રેષ્ઠિન ! આ મહીતલપર પુણ્યવંત પ્રાણીઓમાં તુંજ અગ્રેસર છે, કે જે તારી મતિ આ પ્રમાણે પ્રાણીઓને ઉપકાર કરવામાં સદા રમતી રહે છે. કહ્યું છે કે – "ते तावत्कृतिनः परार्थघटकाः स्वर्थावरोधेन ये, ये च स्वार्थपरार्थसाधनपरास्तेऽमी नरा मध्यमाः । तेऽमी मानुषराक्षसाः परहितं यैः स्वार्थले हन्यते, ये तु घ्नंति निरर्थकं परहितं ते के ? न जानीमहे" ॥१॥ જેઓ પોતાના સ્વાર્થને અવરોધ કરીને પણ પરના અર્થને સાધી આપે છે, તે સજ્જન પુરૂ ગણાય છે. જેઓ પોતાના સ્વાથની સાથે પરના અર્થને સાધે છે, તે મધ્યમ પુરૂષ કહેવાય છે, અને જેઓ પિતાના સ્વાર્થ માટે પરનું હિત બગાડે છે, તે નર રાક્ષસ સમજ, પરંતુ જેઓ નિરર્થક પરના હિતને હણે છે, તેઓને કેવી ઉપમા આપવી? તે અમે સમજી શક્તા નથી.” અથવા તે ઉત્તમ જનેને એ સ્વભાવજ હોય છે કે, પરનું હિત સાધવા જતાં દુ:ખ પડે તે પણ તેને સુખ માની લે છે. કહ્યું છે કે –
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy