________________
૮૦
સમ્યકત્વ કૌમુદી-
ખુરચારની કથા.
કે – “કલ્પાંત કાળસમાન આ નગરમાં શું થયું ? દેવ, દાનવ, યક્ષ કે રાક્ષસ-કઈ પણ કુપિત થઈને નગરમાં આવા પ્રકારનો ઉપદ્રવ કરે છે. માટે શીધ્ર એવા ઉપાય ચે કે, જેથી નગરમાં શાંતિ થાય. વિષમ કાર્ય ઉપસ્થિત થતાં મંત્રીઓ જ તેનું નિવારણ કરવા સમર્થ થાય છે.” આ સાંભળી પ્રધાન પણ ત્યાંથી ઉઠી પવિત્ર થઈને ઘણા પુપોની માળા હાથમાં લઈને સર્વત: ધૂપને ઉલ્લેપ કરીને બેલ્યા કે “જે કઈ દેવ આ ઉપદ્રવ કરતો હોય, તેણે અહીં પ્રત્યક્ષ થઈને પિતાની ઈચ્છાં પ્રગટ કરવી. એવામાં દિવ્ય આભરણોથી વિભૂષિત અને જાણે સાક્ષાત્ પરબ્રહ્મની જ્યોતિ ઉત્પન્ન કરતા હોય એ કેઈક દેવતા પ્રગટ થયે.એટલે હાથ જોડીને સન્મુખ ઉભેલા એવા રાજા વિગેરેને તેમની ભક્તિને લીધે શાંતિ કરવાને ઈરછતા એવા તે દેવતાએ કહ્યું કે –“પવિત્ર પુણ્યની નિપુણતાથી શોભાયમાન નિરપરાધી અને સદા સદાચાર માં તત્પર એવા આ મારા ગુરૂની હેફુટે! હું જીવતાં તમે આશાતના કરી શકે? માટે તેનું તમને ફળ આપવાને હું સ્વર્ગમાંથી આવ્યું છું. પિતે શક્તિમાન છતાં જે પિતાના ગુરૂને થતી પીડા જોઈને બેદરકાર રહે છે (ઉપેક્ષા કરે છે), તેને ભવાંતરમાં હજારે સંકષ્ટ સહન કરવાં પડે છે. રાજાએ કુપિત થઈને જેને શૂળી ઉપર ચડાવ્યું હતું, તે રૂપુર નામને ચેર હું દેવતા થયે છું. મૃતાવસ્થાને પ્રાપ્ત થયેલા અને જળની યાચના કરતા એવા મને કરૂણાના પૂરથી પરિપૂર્ણ મનવાળા એવા તે શ્રેષ્ઠીએ મેક્ષલક્ષ્મીના એક કેલરૂપ એવો પરમેષ્ટીનમસ્કાર મંત્ર આપ્યો અને તેના પ્રભાવથી હું પહેલા દેવલોકમાં દેવતા થયો છું. માટે જે આ મહાત્માને સંતાપ ઉપજાવશે, તે દિવ્ય પ્રભાવથી તરત ભસ્મ થઈ થશે.” આ પ્રમાણે બોલતા એવા તે દેવને પરિવારસહિત સમ્યગૂ વિનયવૃત્તિથી રાજાએ તરત શાંત પાડ. પછી જિનદત્ત શ્રાવકને બેલાવીને અને તેને સારી રીતે સત્કાર કરીને રાજાએ પિતાને અપરાધ ખમાવ્યું. પછી દેવમાયાને તિરસ્કાર (દૂર) કરીને સ્કુરાયમાન ઉત્સવની શ્રેણીથી ઉત્કૃષ્ટ ધર્મોનતિ કરતા એવા તે દેવતાએ તે આસ્તિક નરરત્નને આગળ કરીને