________________
રૂદ્રદત્ત નામની એક બ્રાહ્મણને જિનચંદ્ર નામના ગુરૂએ આપેલી દેશના મનન કરવા જેવી છે, જે દેશનામાં ખરા સંયમીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અને તે વાર્તાના પ્રસંગમાં જ સુધમ મુનીશ્વરના મુખથી વીશ સ્થાનક તપનું વિવેચન કરવામાં આવ્યું છે. અને અહંત પ્રતિમાની પ્રતિષ્ઠા તથા પૂજાભક્તિ અને તીર્થ સંઘની ભક્તિનું અનુપમ માહાસ્ય દર્શાવેલું છે. તે પછી તે પ્રસંગેજ ગુરૂતત્વનું સ્વરૂપ બતાવી એ મહાન દેશનાની સમાપ્તિ કરી એ ચંદનથીને સમ્યકત્વ પ્રાપ્ત થવાને વૃત્તાંત પણ પૂર્ણ કરવામાં આવ્યો છે તે પછી શેઠના પ્રશ્ન ઊપરથી તેની પ્રિયા વિશુશ્રી પિતાને પ્રાપ્ત થયેલા સમ્યકત્વની કથાને આરંભ કરે છે. તે વૃત્તાંતની અંદર કેશિદેવ નામના મુનીશ્વરના શિષ્ય સમાધિગુપ્ત નામના રાજર્ષિને પ્રસંગ આપે છે. તે પ્રસંગે દાન ધર્મના સ્વરૂપ અને પાત્ર સુપાત્ર વિષે અચ્છી રીતે વર્ણન કરવામાં આવ્યું છે, અને તે ઉપર સુપાત્ર દાનનું માહાસ્ય દર્શાવવા એક સુબોધક વૃત્તાંત આપેલો છે, તે વૃત્તાંતને અંતે વિપશ્રીને થએલ સમ્યકત્વની પ્રાપ્તિના પ્રસંગને પણ અંત આવે છે.
તે પછી અર્હદાસ શેઠના પુછવા ઉપરથી નાગશ્રી નામની પ્રિયા પિતાને પ્રાપ્ત થયેલ સમ્યકત્વના હેતુને વૃત્તાંત આરંભે છે. જે વૃત્તાંતમાં વૃષભશ્રીનામના સાધ્વીએ સિદ્ધચક્રની આરાધનાને પ્રકાર અને તેના ફળ વિષે કહેલો ઉપદેશ સવિસ્તર આપવામાં આવ્યો છે. તે પછી સાગર નામના સદ્દગુરૂના ધાર્મિક ઉપદેશને પ્રસંગદર્શાવી આ ગ્રંથના ચોથા પ્રસ્તાવને સમાપ્ત કરવામાં આવ્યો છે.
પાંચમા પ્રસ્તાવમાં અર્હદાસ શેઠની સ્ત્રી પદ્મલતા પિતાને પ્રાપ્ત થયેલા સમ્યકત્વને વૃત્તાંત જણાવે છે. તે વૃત્તાંતના પ્રસંગે એક વિદ્વાન સાધુના મુખથી સમ્યકત્વનું સ્વરૂપ દર્શાવી મિથ્યાત્વ વિષે કેટલુંએક વિવેચન કરેલું છે. જેની અંદર આગમાનુસારી મિથ્યાત્વના ભેદો ઉત્તમ પ્રકારે વર્ણવેલા છે તેમાં બુદ્ધદાસ અને પદ્મશ્રીને પ્રસંગ ધર્મ અને વ્યવહારના અનેક બેધથી ભરપૂર વર્ણવવામાં આવ્યો છે. તે પ્રસંગે મહામુનિ યાધરની દેશના વાણીને ઉલ્લાસ કરી તેમાં પ્રાણુઓને દેવ, મનુષ્ય, અને તિર્યંચની ગતિ કેવા આચરણથી પ્રાપ્ત થાય છે, તે વિષે સારૂં નિરૂપણ કરવામાં આવ્યું છે.
અને અહિં અર્હદાસની પ્રિયા પદ્મલતાના વૃત્તાંતની સમાપ્તિ થાય છે. પછી અર્હદાસ શેઠના પ્રશ્ન ઉપરથી સ્વર્ણલતા નામની પ્રિયાએ કહેલું