________________
અહીં પેલા રૂપ્યપુર ચોરને ચાલતો પ્રસંગ લઈ શ્રેણીના ઉપદેશના શ્રવણથી તેના હૃદયમાં પ્રગટેલી ધાર્મિક ભાવના બતાવી રોજ પ્રસેન જિતના ચાલુ વૃત્તાંતમાં તેને થઈ આવેલ મુનિચંદ્ર નામના આચાર્યને સમાગમ વ
વ્યો છે. તે મહાન આચાર્યશ્રીને મુખે નિસર્ગ રૂચિ, ઉપદેશરુચિ, આજ્ઞારૂચિ, સૂત્રરૂચિ, બીજરૂચિ, અભિગમરૂચિ, વિસ્તારરૂચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરૂચિ અને ધર્મચિ એવા નામથી દશ પ્રકારના સમ્યકત્વનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે સાંભળી રાજા પ્રસેનજિતને પિતાના પુત્ર શ્રેણિકને રાજ્યારૂઢ કરી સંયમ ગ્રહણ કરવાને અદ્દભુત પ્રસંગ વર્ણવ્યો છે. અર્હદ્દાસ શેઠના મુખથી આ કથા સાંભળી બીજી સાત ક્રિયાઓ મુદિત થઈ. પણ કંદલતા નામની એક પ્રિયાને અશ્રદ્ધા થવાનો પ્રસંગ લઈ રાજા શ્રેણિકને ક્રોધાવેશ અને અભયકુમાર મં. ત્રીની શાંત્વના પ્રસંગ સૂચવી પછી શેઠે તે કુંદલતાને આપેલા બોધનું વિવેચન કરવામાં આવ્યું છે. તે અર્હદાસ શેઠની મિત્રશ્રી ચંદ્રશ્રી, વિષ્ણુશ્રી, નાગશ્રી, પદ્મલતા, સ્વર્ણલતા, વઘુલ્લતા અને કુંદલતા એવા નામની આઠ પ્રિયાઓમાંથી પહેલી મિત્રશ્રી પ્રિયાને સમ્યકત્વ પ્રાપ્ત થવાનો પ્રશ્ન શ્રેષ્ઠિદ્વારા થતાં તે પ્રિ યાના મુખેથી પિતાને તે વિષે વૃત્તાંત આપવામાં આવ્યો છે. જેમાં એક ચારણ મુનિના સમાગમને પ્રસંગ લઈ સમ્યકત્વની શુદ્ધિના સડસઠ બેલનું સંક્ષેપમાં સારું વિવેચન કરવામાં આવ્યું છે. અને તેને અસરકારકનાના નાના દષ્ટાંતેથી રસિક બનાવવામાં આવ્યું છે, તે વૃત્તાંતના અવાંતર પ્રસંગમાં સમાધિગુ4 નામના એક મહાન અનગારની સુબોધકદેશના આપેલી છે કે, જે દેશના પ્રસંગેજીવાદિ સાત તત્વોનું વિવેચન કરી તે તત્વો ઉપર શ્રદ્ધા રાખવા રૂપ સમ્યકત્વનું સ્વરૂપે પ્રતિપાદન કર્યું છે. તેમાં જીવોના ભેદ, તેમની પર્યાપ્તિ, છ દ્રવ્ય, પુદુગળોનું સ્વરૂપ, તેમના સ્કંધ અને પરમાણુરૂપ બે ભેદ, સ્કંધનું સ્વરૂપ, ઔદારિકઆદિ પાંચ શરીર, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું સ્વરૂપ, આકાશ, લકાકાશ, કાળ, પાપ, પુષ્ય, આશ્રવ તથા સંવરના સ્વરૂપને સંક્ષેપથી સારી રીતે સમજાવ્યું છે. અને છેવટે સમ્યકત્વ પૂર્વક જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ, એ મોક્ષસુખનું કારણ છે, એમ સાબીત કર્યું છે. અહિં આ ગ્રંથના ત્રીજા પ્રસ્તાવની સમાપ્તિ થાય છે.
ચોથા પ્રસ્તાવમાં તે શેઠના પ્રશ્ન ઉપરથી બીજી સ્ત્રી ચંદનથી પિતાને સમ્યકત્વની પ્રાપ્તિ થવાના હેતુરૂપે એક રસિક કથાને આરંભ કરે છે, જેની અંદર ગુણપાળ નામના એક શ્રેણીનું ચમત્કારી ચરિત્ર આપેલું છે. જેમાં