SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ પ્રાપ્તિનું વૃત્તાંત વિવિધ સુભાષિતથી અલંકૃત કરી સવિસ્તર આપવામાં આવેલું છે. તેમાં શ્રુતસારનામના મુનીશ્વરેઉપદેશેલો ગૃહસ્થ શ્રાવકનો ધર્મ ઉત્તમ પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યો છે, જેની અંદર સિદ્ધિરૂપી મહેલ ઉપર ચડવાના પગથીઆરૂપે મનુષ્યજન્મ, આર્યદેશ, ઉત્તમ કુળ, શ્રદ્ધાળુતા, ગુરૂવચન શ્રવણ અને વિવેકાદિ ગુણે સમ્યક્ પ્રકારે વર્ણવેલા છે. તે વૃત્તાંત પૂર્ણ રીતે સ્વર્ણલતા પ્રિયાના મુખથી સાંભળી અર્હદાસ શેઠ અને બીજે પરિવાર આનંદમગ્ન બની જાય છે. અને ત્યાં પાંચમે પ્રસ્તાવ સંપૂર્ણ થાય છે. છઠા પ્રસ્તાવમાં અહદાસ શેઠના પ્રશ્ન ઉપરથી તેની વિઘુલત્તા નામની પ્રિયા પોતાના વૃત્તાંતનો આરંભ કરે છે, તે વૃત્તાંતમાં જિનદત્ત ગુરૂના મુખથી ધર્મરૂપી ક૯પવૃક્ષ અને ચારિત્રના પ્રભાવનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. તે પછી સમ્યકત્વની સ્થિરતા શી રીતે રહી શકે ? તે માટે પણ તે મહાત્માએ કહેલા ઉપદેશ વચનો ગ્રંથકારે અસરકારકરીતે દર્શાવ્યા છે. અહિં અહદાસ શેઠની પ્રિયા વિદ્યુલ્લતાનું વૃત્તાંત પૂર્ણ થાય છે. સાતમા પ્રસ્તાવમાં રાત્રિનું આ સર્વ વૃત્તાંત સાંભળી મહારાજા શ્રેણિણિકના મનમંદિરમાં સમ્યકત્વ દીપકને પ્રકાશ થઈ આવવાનું અને તે અહં. દાસની કુંદલતા નામની નાસ્તિક સ્ત્રીને નિગ્રહ કરવાની પ્રવૃત્તિને પ્રસંગ દર્શાવી પ્રભુના પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામીના આગમનને પ્રસંગ આપ્યો છે. તે મહાત્માના મુખની દેશનાના શ્રવણથી કુંદલતાને થયેલે પ્રતિબંધ અને દીક્ષા ગ્રહણને પ્રસંગ આપ્યા પછી અર્હદાસ શ્રેષ્ટિના કથન ઉપરથી શ્રાવકના એકાદશ પ્રતિમા વિષે ગુરૂમુખે વિવેચન કરવામાં આવ્યું છે, જે ઉપરથી અહં. દાસ શ્રેષ્ટિને પ્રાપ્ત થયેલા સંવેગરંગનું ખ્યાન આપી પરંપરાએ તેણે પ્રાપ્ત કરેલી મોક્ષલક્ષ્મીને પ્રસંગ દર્શાવી અને આ ગ્રંથની ઉપયોગિતા વિષે વિવેચન કરી ગ્રંથકર્તાની પ્રશસ્તિ સાથે આ સુબોધક ગ્રંથને સમાપ્ત કરવામાં આવ્યો છે. આ ગ્રંથના કર્તા શ્રી જિનહર્ષગણે વિક્રમ સંવત ૧૪૮૭ના વર્ષમાં આ ભારતવર્ષને અલંકૃત કરતા હતા, તે તેમની ગુરુપરંપરા આ ગ્રંથની પ્રશસ્તિમાં અનુક્રમે આપેલી છે. આ પ્રમાણે આત્મિક ભાલ્લાસથી મુક્તિની સન્મુખતા સૂચવનારો આ ગ્રંથ આબાલવૃદ્ધ પ્રત્યેક જૈન વ્યક્તિને મનન પૂર્વક વાંચવા યોગ્ય છે. આ ગ્રંથમાં વિશેષ ખૂબી એ છે કે, તેમાં આવતી કથાપ્રસંગે
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy