SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ સમ્યકત્વ કૌમુદી–અર્વદાસ શેઠની કથા. હતા. જેણે પિતાના ઘરની પાસે જિન ભગવંતનું સંસારસાગરમાં નવસમાન એવું સહસ્ત્રકૂટ નામનું ચૈત્ય કરાવ્યું છે. કહ્યું છે કે – " रम्यं येन जिनालयं निजभुजोपात्तेन कारापितं, मोक्षाथै स्वधनेन शुद्धमनसा पुंसा सदाचारिणा । वेद्यं तेन नरामरेंद्रमहितं तीर्थेश्वराणां पदं, प्राप्तं जन्मफलं कृतं जिनमतं गोत्रं समुद्योतितम् " ॥१॥ જે સદાચારી પુરૂષે શુદ્ધ મનથી સ્વભુ પાર્જિત સ્વધનથી મેક્ષને માટે (સંસારથી મુક્ત થવા) રમ્ય જિનાલય કરાવ્યું છે, તેને નર, અમર અને ઈંદ્રોથી પૂજિત એવું તીર્થકરપદ પ્રાપ્ત થાય છે. તેણે પોતાના જન્મને સફલ કર્યો, શાસનને પ્રભાવ વધાર્યો અને પિતાના શેત્રને પણ તેણેજ અજવાળ્યું સમજવું.”કેવળ પરોપકારને માટેજ ગૃહસ્થાશ્રમમાં રહેતા એવા તેમને શ્રાવકધર્મ પાળનાર એ હું પુત્ર થયે. પ્રસેનજિત રાજા લીલાપૂર્વક રાજ્ય કરતે હતું, ત્યારે અહીં એકદા કેશિદેવ આચાર્ય પધાર્યા. એટલે આનંદી એ વસુધાપતિ અંતપરિપુરથી નિવૃત થઈ જિનદત્ત શેઠની સાથે દેવતાએથી નમસ્કાર કરાયેલા એવા તેમને નમસ્કાર કરવાને ગયે. ત્યાં આચાર્ય મહારાજને નમસ્કાર કરીને થોચિત સ્થાને બેઠા, એટલે નિર્મમ એવા મુનીશ્વરે સમ્યગ્ધર્મને ઉપદેશ આપ શરૂ કર્યો – સંસારમાં ચોરાશી લક્ષ જીવનમાં વારંવાર ભમતાં જેમ દરિદ્રને નિધાન પ્રાપ્ત થાય તેમ પ્રાણને મનુષ્યદેહ પુણ્યથીજ પ્રાપ્ત થઈ શકે છે. તેમાં પણ જિનભગવંતે કહેલ, સમ્યગ્દર્શનથી શુદ્ધ અને સાધુ તથા શ્રાવકના વ્રતોએ યુક્ત એવા ધર્મની પ્રાપ્તિ તે અતિ દુર્લભ છે. એ બંને પ્રકારના ધર્મનું પણ સદ્દષ્ટિ દ્વાર કહેવાય છે અને તે તૃણ, અગ્નિ વિગેરેના દષ્ટાંતથી અષ્ટધા કહેલ છે. તૃણાગ્નિ, ગેમયાગ્નિ, કાણાગ્નિકણ, દીપપ્રભાસમાન, રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રની પ્રભાસમાન–એ રીતે સમ્યગ્દષ્ટિ જીવની આઠ પ્રકારની દ્રષ્ટિ હોય
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy