________________
. ભાષાંતર.
૭૩
છે. કેઈક પ્રાણીને રૂચિથી તૃણાગ્નિ સદશ દષ્ટિ ઉત્પન્ન થાય છે, પરંતુ તે ઉત્પન્ન થતાંજ મેહના ઉદયથી તરત નષ્ટ થઈ જાય છે. કોઈકને છાણના અગ્નિસમાન દીપ્ત હોય છે, કેઈકને કાષ્ટના અગ્નિ સમાન અને કેઈને દીપ સમાન શુદ્ધતર પ્રભાવાળી દષ્ટિ હોય છે, કેઈકને રત્નની કાંતિ સમાન અને તારાની પ્રભા સમાન ઉદ્યસાયમાન થાય છે, કેઈને સૂર્યના બિંબ સમાન અને કેઈને ચંદ્રની દીપ્તિ સમાન વધારે પ્રકાશિત હોય છે. આ દષ્ટિ જે જે પ્રાણને ઉત્તરોત્તર હોય, તે તે પ્રાણની પ્રાજ્ઞ પુરૂષએ આસન્નસિદ્ધિતા કહેલ છે. એ દષ્ટિઓનું શમ, સંવેગ, નિર્વેદ, સર્વ જતુપર દયા અને તવશ્રદ્ધાન–એ અસાધારણ લક્ષણે કહેલ છે. જે પ્રાણીને ઔચિત્યાદિક ગુણેથી યુક્ત અને સમ્યગ્દર્શનપૂર્વક દેશવિરતિ યા સર્વવિરતિ પ્રાપ્ત થાય છે, તેને મનુષ્યભવ અત્યંત ઋલાળે છે અને સર્વાર્થસાધકપણાને લીધે તે દેવતાઓને પણ પ્રાર્થનીય છે, એમ જિનભગવંતોએ કહેલ છે. જે પ્રાણી સમ્યગ્દર્શનથી શુદ્ધ એવું જ્ઞાન અને વિરતિ પામે છે, તેને આ દુર્લભ જન્મ પણ સુલભ થાય છે.”
આ પ્રમાણે દેશના સાંભળીને તત્વને જાણનાર એવા તે જિનદત્ત શેઠે ગુરૂની પાસે સમ્યકત્વયુક્ત અને શ્રાવકને ઉચિત એ ધર્મ અંગીકાર કર્યો. તે વખતે રાજા પણ સમ્યગ્દર્શન સંયુત એવા ગૃહસ્થ ધર્મને સ્વીકાર અને ગુરૂમહારાજને નમસ્કાર કરીને પિતાને આવાસે ગયો.
રૂખર ચેરની કથા. હવે એજ નગરમાં કિલષ્ટ કર્મના એક સ્થાનરૂપ, નાના પ્રકારની બુદ્ધિને ભંડાર અને પાપને જાણે એક પૂર હોય એ રૂઢખર નામે એક ચાર રહેતું હતું. જે નગરની અંદર સ્વેચ્છાએ ભમતે, સમગ્ર પ્રજાને સંતાપ ઉપજાવતે, રાજાની આજ્ઞાને ઈન્કાર કરતે અને મંત્રીઓને તૃણ સમાન ગણતો હતો. ક્ષણવારમાં તે ચાર બનતે, ક્ષણવારમાં સાધુ, ક્ષણવારમાં સાર્થવાહ અને ક્ષણેવારમાં સ્કુટ રીતે લોકેની અંદર તે એક મેટ ધમી બની જતે હતે. દાવ નાખવામાં અતિ કુશળ અને વ્યસનને એક સાગર એ
૧૦