________________
ભાષાંતર.
| ૭૧
આશ્ચર્યકારક એવા તેના પૂજનવિધિને જોઈને ચેરની સાથે આવેલ મંત્રી સહિત રાજા વિચાર કરવા લાગ્યું કે –“અહા ! ગૃહસ્થજનામાં વસુધાપર આ શ્રેષ્ઠીજ પ્રથમ વખાણવા લાયક છે, કે જિનેશ્વ૨પરની આવા પ્રકારની ભક્તિ જેના હૃદયમાં જાગ્રત છે. કહ્યું છે કે"भक्तिर्जिनेषु दृढता जिनभाषितेषु, श्रद्धा च धर्मकरणेषु गुणेषु रागः। दानेषु तीव्ररुचिता विनयेषु वृत्तिः, कस्यापि पुण्यपुरुषस्य भवत्यवश्यम् ॥१॥
જિન ભગવતપર ભક્તિ, જિન વચનપર શ્રદ્ધા, ધર્મકૃત્યમાં દઢતા, ગુણોપર અનુરાગ, દાનમાં તીવ્ર રૂચિ અને વિનયથી વર્તનઆ ગુણે ખરેખર! કઈ પુણ્યવંત પુરૂષને જ પ્રાપ્ત થાય છે.” પછી મુતિવધૂની દૂતી સમાન એવી ભાવાર્ચના કરીને નિવૃત્ત થયેલા અને જગદુત્તમ એવા શ્રેષ્ઠીને તેમની કાંતાઓ કહેવા લાગી કે –“હે. સ્વામિન્ ! મેરૂની જેમ દેવતાઓથી પણ લેશ ચલાયમાન ન થાય એવું સમ્યકત્વ આપના હૃદયમાં શી રીતે પ્રાપ્ત થયું?” આ સાંભળીને શ્રેષ્ઠી તેમની આગળ યથાસ્થિત અર્થસંયુક્ત અને સમ્યકત્વ માર્ગને પ્રકાશ કરવામાં દીપિકા તુલ્ય એવી કેમળ વાણીમાં બે
અહદાસ શેઠની કથા. પહેલાં આજ નગરમાં કમલ સમાન લોચનવાળે અને શત્રુઓથી અજિત એ પ્રસેનજિત નામે રાજા હતા, દાનગુણથી જેણે લેકે પાસે જીમૂતવાહનનું સ્મરણ કરાવ્યું, ધર્મથી યુધિષ્ઠિરનું અને ન્યાયથી રામચંદ્રનું સ્મરણ કરાવ્યું. જેને પવિત્ર શોભાલક્ષમીવાળે એ શ્રેણિકરાજા અત્યારે પ્રજા જ્યાં સદા પ્રસન્ન રહે છે અને જ્યાં અતિશય પુણ્યનાં કામ થાય એવું અદભુત સામ્રાજ્ય ભોગવે છે. ગુરૂની જેમ તે ભૂપાલથી પરિપાલન કરાતી એવી પ્રજાને ભૂતલ પર કયાં પણ પરાભવને સંતાપ પ્રાપ્ત થયેલ ન હતા. જેની શીતલ છાયાતળે રહેલા લોકે ઈંદ્રને એક તૃણસમાન પણ માનતા ન હતા અને મુનિએ પણ તેના જેવા શુદ્ધ સમ્યકત્વની સ્પૃહા કરતા હતા. અહીં શ્રેષ્ઠ જનોમાં અગ્રેસર, વિચક્ષણ, રાજમાન્ય, લક્ષ્મીનું એક ધામ અને સર્વ ઉપર કૃપાળુ એ જિનદત્ત નામે શેઠ