________________
સમ્યકત્વ કૌમુદી--અદ્દાસ શેઠની કથા.
મન સાંસારિક ઉત્સવના આરંભમાં પ્રવૃત્ત થતું નથી. આ લેક સં. બધી સુખ આપવાવાળા એવા ઉત્સા બધા સુલભ છે, પણ બંને લોકમાં સુખ આપવાવાળી એવી ભગવંતની ભક્તિ જ એક દુર્લભ છે.” આ સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું કે –“આવા પ્રઢ ઉત્સવમાં પણ તમારા મનની આવી ધર્મદઢતા છે, તેથી તમે ધન્યતમ છે અને નિશ્ચિત તત્ત્વ છે. પવનથી ઉડતા આકડાના રૂની જેમ લેક પ્રવાહથી સુજ્ઞ સ્ત્રીઓનું મન પણ પ્રાય: ચંચલ જોવામાં આવે છે, ઉંચા પ્રાસાદના શિખર પર ગુણ (તંતુ–દેરી) ના સમૂહથી બાંધવામાં આવેલ અને સ્વભાવથી નિર્મલ છતાં ધ્વજા વાયુના રોગથી કંપે છે. (ચંચલ થાય છે.)
આ પ્રમાણે કહી પવિત્ર થઈ પ્રઢભાવથી ભાવિત એવું તે શ્રેણી પિતાની પ્રિયા સહિત પિતાના ઘરદેરાસરમાં ગયે. ત્યાં જેમને ધર્મ પ્રિય છે એવી પોતાની પ્રિયાએ સાથે શ્રદ્ધાથી સમૃદ્ધ એ તે વિધિપૂર્વક પરમેશ્વરની દ્રવ્યપૂજા કરીને ભાવપૂજાને માટે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય:–“જગતના આનંદરૂપ કંદને પલ્લવિત કરવામાં મેઘ સમાન એવા હે નાથ! તમે જ્ય પામે. ગદ્રોના હદયકળમાં વિલાસ કરવાથી એક હંસસમાન એવા હે ભગવંત તમે જ્યવંત વર્તા. સર્વ અતિશય સંપન્ન, સર્વ અભીષ્ટ ફળ આપવાવાળા, સર્વજ્ઞ, સર્વદશી સર્વસ્વરૂપી એવા હેવિ ! આપ જયવંત રહે. દેવ અને દેવેંદ્રથી સ્તવાયેલા એવા હે વિભે! સુધાસ્વાદથી જેમ રેગો નષ્ટ થાય, તેમ આપના માત્ર નામકીર્તનથી જ સંસારની સર્વ વ્યાધિઓ વિલય થાય છે. હે દેવ! જેને તમારું દ્વિવિધ દર્શન સમ્યક્રરીતે થાય છે, તેને જગતમાં રહેલી ઉત્કૃષ્ટ સંપત્તિઓ પગલે પગલે પ્રાપ્ત થાય છે. મોક્ષલમીએ સહિત અને આવી રીતે સ્તુતિ કરાયેલા એવા હૈ જગન્નાથ ! આપ પ્રસન્ન થાઓ અને મને પરમાનંદ (મોક્ષની) સંપત્તિનું સ્થાન બનાવે.” આ પ્રમાણે જગદીશ્વરની સ્તુતિ કરીને પ્રિયાએથી પ્રેરિત થયેલા અને કલુષતાને દૂર કરનાર એવા તે ચારશ્રેણીએ સંગીત પણ કર્યું. વિશ્વત્રયમાં સર્વને