________________
સમ્યકત્વ કૌમુદીસ્યોધન રાજાની કથા.
હરિણીની કથા. ઘણું વૃક્ષોથી સંકીર્ણ, પાણીથી ભરેલા એવા સરેવરેથી પરિવેષ્ટિત એવા એક જીર્ણ વનમાં સરલ, પિતાની ઈચ્છા મુજબ સ્વાદિષ્ટ તૃણાસ્વાદ અને પય: પાનથી પ્રમોદ માનનારી એવી એક બહુ બચ્ચાંવાળી હરિણી પોતાના હરિણ સાથે રહેતી હતી. મૃગલાંના યૂથ સહિત તે મૃગલી અટવીમાં સદા ભ્રમણ કરતી કરતી સ્વેચ્છાએ સુઈ રહેતી અને સ્વેચ્છાએ પ્રાણપ્રિય સાથે ક્રીડા કરતી હતી.
હવે અહીંતે વનની પાસેના મહી મહિલાના મંડનરૂપ એવા કેઈ. નગરમાં યથાર્થ નામધારી એ શત્રુમન (શત્રુઓનો નાશ કરનાર) નામે રાજા રાજ્ય કરતો હતો. તેને જુદી જુદી રાણુઓથી જન્મ પામેલા વિનયથી શોભતા અને સર્વને પ્રિય લાગતા એવા સુબાહુ પ્રમુખ ઘણા. પુત્રો હતા. અન્યદા કેઈક માણસે તે વનમાંથી ચળકતી કાંતિવાળું એક મૃગબચુ લઈને વિનોદને માટે રાજાના એક પુત્રને આપ્યું. રાજપુત્રે તે મૃગબાલકને ગ્રીવા શૃંગ અને ચરણના ભાગમાં રત્ન અને સુવર્ણના અલંકારેથી અલંકૃત કર્યો. પછી રાજપુત્ર રાજમહેલમાં ચારે બાજુ તે બાળમૃગને ફેરવીને કુતૂહલથી લીલા કરતા તેની સાથે રમવા લાગે તે બાળમૃગની સાથે વિવિધ ગમ્મતપૂર્વક રમતા એવા તે રાજકુમારને જોઈને બીજા રાજપુત્રોને પણ તેવા મૃગબચ્ચાની સાથે રમવાની ઈચ્છા થઈ કલાવાન એવા ચંદ્રમાએ પણ જેને કીડાને માટે જાણે ધારણ કર્યો હોય! શ્રી શાન્તિનાથ ભગવંતે પણ જેને પિતાના લાંછનરૂપે સ્વીકાર્યો અને જેણે સ્ત્રીઓના નયનકમળનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું, તે સારંગ કુરંગ (હરણ) છતાં કોને સરંગિત (આનંદિત) ન કરે? પછી તેઓએ આંખમાં આંસુ લાવીને ઈષ્યપૂર્વક રાજાને કહ્યું કે –“હે તાત ! રંગ આપવાવાળા એવા સારંગ અને લાવી આપે.” આથી રાજાએ પણ બધા પારાધીઓને બોલાવીને પૂછ્યું કે –
કઈ વનમાં આવા વિવિધ રૂપધારી મૃગલાંઓ છે?” એટલે