________________
ભાષાંતર.
૫૩
સનાથ છે. જીવરક્ષાનું વ્રત સાચવવામાં જેની સુરાસુર અને મનુષ્યથી અક્ષોભ્ય એવી આવા પ્રકારની દઢ બુદ્ધિ હેય, તે ખરેખર ! મહાત્મા છે ! તવાતને જાણતાં છતાં પણ કેટલાક સત્ત્વહીન પ્રાણુંએ એક સ્વ૯૫ કામમાં પણ પ્રાય: વ્રતભંગ કરવા તૈયાર થઈ જાય છે. સમ્યજ્ઞાન અને ક્રિયા જેણે પોતાના પ્રાણ કરતાં પણ અધિક માન્યા છે, તે પુણ્યાત્ય ભૂપતિની જેમ કે લાધ્ય ન થાય ? સત્ત્વશાલી પુરૂષોમાં અગ્રેસર એવા હે ઇંદ્રદત્ત ! તને નમસ્કાર થાઓ. મારા જે સામાન્ય જન તે શું ? પરંતુ ઇદ્રાદિક પણ તારી જેટલી પ્રશંસા કરે, તેટલી ઓછી છે.” આ પ્રમાણે પ્રશંસાપૂર્વક દેવતાએ તે બંનેની ઉપર જગતને આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી પુષ્પવૃષ્ટિ કરી. તથા તે દેવતાએ તરતજ વિશ્વને વિસ્મય પમાડે તેવી સુવર્ણના જેવા આકારવાળી નવી પ્રતોલી બનાવી આપી. પછી ઉંચી ધ્વજાઓથી શોભાયમાન એવા તે નગરમાં પ્રજાજનોના આનંદ સાથે વસુધાપતિએ પ્રવેશ કર્યો. પછી પિતાના સત્ત્વથી ઈદ્રદત્ત પણ સર્વત્ર માન્ય થયે. કારણ કે પરોપકારી પુરૂષ અવશ્ય મહદયને પામે છે. અનુકેમે શત્રુઓને વશ કરનાર એવા પિતાના પુત્રને રાજ્યભાર સોંપીને તે રાજાએ દેવતાઓને પણ દુર્વહ એવી ચારિત્રધુરાને સ્વીકારી. પછી સત્તર પ્રકારે સંયમનું આરાધન કરીને તે રાજા માહેંદ્ર નામના દેવલોકમાં વૈમાનિક દેવતા થયો
આ પ્રમાણે સૂચવેલ આકૃતના અવબોધથી અજ્ઞાત એવા રાજાને નમસ્કાર કરીને કોટવાલ પોતાને ઘેર ગયે. રાજા પણ રાજ્ય સંબંધી અનેક કાર્યોની ગોઠવણ કરીને યોગી જેમ અંતરાત્માનું સ્થાન મેળવી આનંદ પામે, તેમ તે અંત:પુરમાં જઈને પરમ આનંદ પામ્યા.
હવે એથે દિવસે રાજાએ પુનઃ તેને ચેર સંબંધી વાત પૂછી એટલે દક્ષ એ તે કોટવાલ અંજલિ રચીને આ પ્રમાણે ઉપાખ્યાન કહેવા લાગ્યું –