________________
ભાષાંતર.
૪૯
"
નથી. ‘ જ્યાં હું ત્યાં નગર ' એમ ઢઢાગ્રહથી ખેલતા તે છાવણીને ઠેકાણે નવું નગર વસાવવા ઇચ્છે છે. આ પ્રમાણે સમજીને સ કાર્ય માં ધુર્ધર એવા તમારે રાજાને યુક્તિપૂર્ણાંક વિજ્ઞપ્તિ કરવી. હવે તમને યાગ્ય લાગે તેમ કરો. ” આ પ્રમાણે લક્ષ્યપૂર્વક સાંભળીને તેઓએ પણ મહીપતિને નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરી કે:—“ હું સ્વામિન્ ! ઘણાને માટે એક જંતુના વધને સુજ્ઞ પુરૂષાએ માન્ય રાખેલ છે. કહ્યું છે કે:
“ ચનેતે ઊહસ્યાર્થે, ગ્રામસ્યાર્થે જીરું ચનેત્ । ગ્રામ બનવાથે, આમાર્થ, પૃથિવીં ત્યને” ||
॥
સમસ્ત કુળના બચાવ થતા હોય તેા એક પ્રાણીના ભાગ આપા, સમસ્ત ગામને માટે કુળના ભાગ આપવા (ત્યાગ કરવા ), આખા દેશને માટે ગામના ભાગ આપવા અને એક આત્માને માટે આખી પૃથ્વીના ત્યાગ કરવા.” જો તમારે જીવહિંસા ન કરવાનું વ્રત હાય, નગરને માટે તે બધુ કરવા અમે તૈયાર છીએ.” પછી રાજાએ કહ્યું કે:—“પ્રજા જે કાંઇ શુભાશુભ કરે છે, તેના છઠ્ઠા ભાગ રાજાને નિશ્ચય મળે છે. કહ્યું છે કે:--
ર
44
“ यथैव पुण्यस्य सुकर्मभाजां षष्ठांशभागी नृपतिः सुवृत्तः । ચૈત્ર શામિમામાં, પછાંચમાની વૃત્તિઃ ધ્રુવૃત્ત:”॥॥
“જેમ સદાચારી રાજાને પુણ્યવત પ્રજાના પુણ્યના ષષાંશ ભાગ મળે છે, તેમ દુરાચારી રાજાને પાપી પ્રજાના પાપના ષષ્ઠાંશ ભાગ મળે છે.” આથી પ્રજાએ ફ્રી પણ વિજ્ઞપ્તિ કરી કે:— હું ભૂપતે! પાપના બધા ભાગ ભલે અમને મળે, આપ માત્ર પુણ્યભાગના ભાગીદાર થાઓ.” અકાર્ય કરવામાં તત્પર એવી પ્રજાનાં આ પ્રમાણે વાકયા સાંભળીને સત્કર્મ માં સમથ મતિવાળા અને કૃપાલુ એવા રાજાએ મનમાં વિચાર કર્યો કેઃ—“ આરોગ્ય, ઇંદ્રિયખળ, શરીરપટુતા, સૈાભાગ્ય, આયુ અને અતુલ સર્વાધિપત્ય–એ અખિલ પ્રાણીની દયારૂપ કલ્પલતાનાં ફળેા છે, એમ જગદીશ્વર જિનેશ્વરા કહે
७