SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની સ્થા. છે તથાપિ કુગુરૂના વચનમાં મેહિત થઈ જિનેશ્વરના વચનને આ દરપૂર્વક સ્વીકાર ન કરતાં કે સિંઘ, પાપનું એક સ્થાન અને મને હાપીડાને ઉત્પન્ન કરનારી એવી હિંસાને મંગલને માટે માને છે. આ પ્રમાણે વિચાર કરતા રાજા જેટલામાં મન રહે, તેટલામાં “નિષેધ ન કર્યો માટે સ્વીકાર થયો ”એવી બુદ્ધિથી તેઓ કામ કરવાના ઈરાદાથી ધન મેળવવા (ઉઘરાણું કરવા) લાગ્યા. કારણ કે પ્રાય: બધા પ્રાણીઓ પાપ કર્મને માટે પ્રયત્ન કરે છે. પછી તે ધનથી નાના પ્રકારના અલંકારયુક્ત અને સર્વાંગસુંદર આકારવાળે એક મેટે સુવ પુરૂષ બનાવીને અને તેને શકટપર આરૂઢ કરીને પાપથી ઘેરાયેલા એવા તે લેકે અખિલ નગરમાં ભમતાં ભમતાં આ પ્રમાણે ઉદ્ઘેષણ કરવા લાગ્યા કે –“જે માણસ પોતાને પુત્ર આપે તેને રાજા ધનલક્ષ સાથે આ સુવર્ણમય પુરૂષ આપવા ધારે છે.” હવે તે નગરમાં સર્વ દરિદ્ર જનેમાં એક દષ્ટાંતરૂપ, નિર્દય અને મૂર્ખશિરોમણી એ વરદેવ નામને બ્રાહ્મણ રહેતે હતે. તેને રૌદ્રઆચારમાં તત્પર એવી રૂદ્રદત્તા નામની પ્રિયા હતી, અને તેમને વિનયી એવા સાત પુત્ર હતા. હવે તે ઉદ્દઘોષણું સાંભળીને લેભાંધ ચિત્તવાળા એવા તે વિપ્રે પિતાની સ્ત્રીને કહ્યું –“ ગૃહેધરી ! સહુથી નાના ઈદ્રદત્ત પુત્રને આપીને દ્રવ્યસહિત આ હેમપુરૂષ લઈ લઈએ. કારણ કે અત્યારે આપણે ઘેર સાત પુત્રો છે અને વળી હે કાંતા ! જે કુશળતા હશે, તો બીજા પણ પુનઃ થશે. પરંતુ સર્વાર્થસાધક એવું ધન આપણે ઘેર બિલકુલ નથી. તે વિના ગૃહસ્થ પુત્ર સહિત હય, તે પણ શોભતા નથી. વળી હે પ્રિયે! સર્વત્ર ધનનું અદ્દભુત માહાઓ તે તું જે કે જેના પ્રભાવથી નિંઇ પણ ક્ષણવારમાં બંધ થઈ જાય છે.” આ સાંભળી ધનના લોભથી તે માતાએ પણ એ વાત કબુલ રાખી. “અહા ! સંસારની અસારતા ! સ્વાર્થ બધાને પ્રિય હોય છે. પછી વરદેવે તે પટ પકડીને કહ્યું કે –“આ બધું મને આપ, કે જેથી હું તમને મારે પુત્ર સુપ્રત કરૂં.” આથી પરજનોએ પુનઃ કહ્યું કે –“જે તે રાજાની પાસે પુત્રનું
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy