________________
૩૦. સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા. લી ઉંચી હદસુધી લાવ્યે છું. લક્ષ્મીના નિધાનરૂપ એવા સંગ્રામવિધિ માટે જે જે વસ્તુની જરૂર પડે, તે તે વસ્તુ પ્રયત્નપૂર્વક લાવીને તમે સજજ થઈ જાઓ. જે સુભટ રાજાની સાથે વિલાસ કરીને સંગ્રામમાં આડું મુખ કરે છે, તે સ્વર્ગે ગયેલા પોતાના સાત પૂર્વ જેને નીચે પડે છે.કહ્યું છે કે –
“शीतभीताश्च ये विप्रा, रणभीताश्च क्षत्रियाः। तेन पापेन लिप्येऽहं, यन हन्यां जयद्रथम्" ॥ १॥
જે હું જયદ્રથને વધ ન કરું, તે શીતથી ડરતા બ્રાહ્મણોને અને રણથી ડરતા ક્ષત્રિયને જે પાપ લાગે, તે પાપથી હું લિસ થાઉં.” આ પ્રમાણે રણકર્મને માટે સુભટને પાછું ચડાવીને વેરીને વિજય કરવા રાજા બધી સામગ્રી તૈયાર કરાવવા લાગ્યું. તે વખતે શાંતિ કર્મ કરતે પુરેહિત રાજમંદિરે દિવ્ય અસ્ત્ર, ગજ અને અશ્વ સંબંધી પૂજનના ઉત્સ કરવા લાગ્યું. વિશ્વની ઉપશાંતિને માટે સુભટે પાત્રોને દાન દેવા લાગ્યા અને વિવિધ રીતે દેવતાઓનું અર્ચન કરવા લાગ્યા. સર્વજન ગુરૂઓની પૂજા કરવા લાગ્યા અને વડીલેને માન દેવા લાગ્યા, તથા સુવર્ણના દાનથી બંદિલોકોને, ચારણાને અને યાચકોને સંતુષ્ટ કરવા લાગ્યા. કરેડે સોનામહોરો આપતાં પણ ન માનતી એવી પિતાની પ્રિયાઓને સુભટે માત્ર પગે પ્રણામ કરવાથી જ શાંત કરવા લાગ્યા. વૈરીની સાથે લડવાને રાજાએ પણ એકહજાર હાથી અને સાતહજાર અને સજ્જ કરાવ્યા. આ પ્રમાણે સંગ્રામને માટે બધી સામગ્રી તૈયાર કરીને જવાને ઈચ્છતા એવા ભૂપાલે દુર્ગપાલને બોલાવીને આ પ્રમાણે કહ્યું –“ભે ભદ્ર! તમારે કાળજીપૂર્વક પ્રજાનું રક્ષણ કરવું, તેમજ કિલ્લાનું રક્ષણ કરવામાં પણ બરાબર સાવધાન રહેવું. જયલક્ષ્મીને હાથ કરીને જ્યાંસુધી હું ઘેર આવું, ત્યાંસુધી મેટાં રાજકાર્યો અને બીજા પણ ક ર્તવ્ય તમારે બનાવવા.” આ પ્રમાણે દુર્ગપાલને સમજાવીને મહીપાલે ચતુરંગબલથી પ્રચંડ બનીને જ્યયાત્રાને માટે તે નગરમાંથી