________________
ભાષાંતર.
પ્રદેશવાળા તમારા દેશને શત્રુરાજા ઉપદ્રવ કરે છે. તે વિભે! તમે સુખસાગરમાં મગ્ન થઈ દેશના ભંગને અને પ્રજાની પીડાને કદી વિચાર કરતા નથી, તે બિલકુલ યુક્ત નથી. દેહ, ગેહ, રૂપ કે લીલાથી રાજા ભતે નથી, પણ કેવલ પ્રજાનું રક્ષણ કરવાથી જ તે શોભે છે. જે રાજા એક ભાગીદારની માફક પ્રજા પાસેથી ધન લઈને પિતે સુખે સુવે છે, સુખે ભેગ ભેગવે છે અને લીલાપૂર્વક સુખે કીડા કરે છે, તે રાજા નિર્લજ સમજ. જે પોતે તેજ રહિત થઈ દેશના ભંગને અને પ્રજાના ઉપદ્રવને જોયા કરે છે, તે રાજાને રૈરવ-નરક શિવાય બીજું સ્થાન મળતું નથી.” આ પ્રમાણે તે ચરનાં વચને સાંભળીને રાજા મત્કટ થઈને બેલ્ય:–“હે ચર! જ્યાંસુધી આલસ્યની નિદ્રાથી મારા પરાક્રમને પ્રચ્છન્ન કરી બેઠે છું, ત્યાં સુધી હરિણ જેવા એ શત્રુઓ સ્વેચ્છાથી ફર્યા કરે છે, પણ સિંહની માફક હું જ્યારે કુપિત થઈશ, ત્યારે એ બિચારા શું માત્ર છે?”કહ્યું છે કે – " तावत्स्वैरममी चरंतु हरिणाः स्वच्छंदसंचारिणो, निद्रामुद्रितलोचनो मृगपतिविद् गुहां सेवते। .. उन्निद्रस्य विधूतकेशरसटाभारस्य निर्गच्छतो, ના ચોત્રાર્થ તે વિવાં મળેલી વિશ” ? |
“જ્યાંસુધી નિદ્રાથી લોચન બંધ કરીને મૃગપતિ ગુફામાં સૂત છે, ત્યાં સુધી સ્વચ્છંદચારી હરણે ભલે પોતાની મરજી પ્રમાણે ફર્યા કરે, પણ જ્યારે તે આંખ ઉઘાડશે, પિતાની કેશરસાના સમૂહને ફરકાવશે અને ઘેર ગર્જના કરશે, ત્યારે તે નાદ સાંભળતાંજ તે બિચારાં હરણોની બુદ્ધિ હણાઈ જશે અને ભાગતાં તેમને દિશાઓ પણ લાંબી થઈ પડશે.” આ પ્રમાણે કહીને તે ચરપુરૂષોને પારિતોષિક આપ્યું. પછી ઉગ્રસંગ્રામમાં પણ નિપુણ એવા સુભટને રાજા આ પ્રમાણે કહેવા લાગે –“હે વીરે! જેમના બંને પક્ષ વિશુદ્ધ છે એવા અને ગુણશાલી એવા તમને અત્યારે જયશ્રી વરવાનો સમય છે, અને એટલા માટે નિષ્કપટભાવથી રાજ્યલમીને સારી રીતે વ્યય કરીને કુળક્રમથી આવેલા એવા તમને હું આટ