________________
૨૮ સમ્યક કૌમુદી-સુયોધનરાજાની કથા.
"बहूनामसमर्थानां, समुदायो हि दुर्जयः । વરાછતા ઝુ તે નાકાબંધનમ” I II
બહુ અસમર્થ માણસોને પણ સમુદાય મળે, તે તે દુર્જય થઈ પડે છે. ઘણા તૃણથી બનાવેલી દેરડી હાથીને પણ બાંધી મૂકે છે.” વળી હે પરાધીશ ! જ્યારે માણસનું ભાગ્ય ફરી જાય, ત્યારે તેને સમુદાયની સાથે વિધિ કરવાની મતિ ઉત્પન્ન થાય છે. મને હાજનની સાથે વિરોધ કરવાથી રાજાને પણ રાજ્યભ્રષ્ટ થવું પડે છે. આ સંબંધમાં હેભૂપ! એક સુયોધન રાજાની કથા છે તે સાંભળે –
સુધન રાજાની કથા. ભરતક્ષેત્રમાં હસ્તિનાગપુર નામના નગરમાં પ્રજાનું રક્ષણ કરવામાં કુશલ એ સુયોધન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને કમળના જેવા નિર્મળ રૂપ અને ભાવાળી, કમળના જેવા મુખવાળી, પ્રાણની માફક પ્રિય અને અંતઃપુરમાં અગ્રેસર એવી કમલા નામની પ્રાણપ્રિયા હતી. તેમને સંપત્તિનું એક પાત્ર અને પિતે બહુ લઘુ છતાં અધિક તેજથી રત્નની માફક લાધ્ય એ ગુણપાલ નામે પુત્ર હતો. રાજકાર્ય કરવામાં સ્વતંત્ર, બલવાન, શત્રુઓને તાબે કરવામાં કુશળ અને સત્યભામા (પ્રતિભા તથા લક્ષ્મી) થી સમન્વિત એવો પુરૂષોત્તમ નામે તેને મંત્રીશ હતે. સદાચારી, વિપુલ ઉદયવાળો, શાંતિકર્મ કરવામાં પ્રેમી અને રાજાનું હિત કરનાર એવો કપિલ નામને તેને પુરોહિત હતે. બલિષ્ઠ, પ્રચંડ અને લેકમાં રહેલો તસ્કરધ્વનિ જેનાથી ત્રાસ પામીને શાસ્ત્રમાં છુપાઈ ગયે એ યમદંડ નામે તેને કોટવાળ હતે. અતિશય ન્યાયયુકત અને એક પિતાની છત્રછાયાતળે રાજ્ય કરતાં અતિશય ભાગ્યવંત એ તે રાજા બહુ સુખ અનુભવવા લાગ્યા.
એક દિવસ તે સભામંડપને શણગારીને બેઠા હતા તેવામાં પ્રચ્છન્નચારી એવા ચરપુરૂષોએ આવીને આ પ્રમાણે અરજ કરી:“હે દેવ! મદોન્મત્ત હાથી જેમ વનને ઉપદ્રવ કરે, તેમ પવિત્ર