________________
ભાષાંતર.
21
પ્રયાણ કર્યું. તે દિવસથી માંડીને બહુજ કાલજીપૂર્વક રક્ષણ કરી લેકેને આનંદ આપનાર એવા તે દુર્ગપાલે સહુ કોઈને સુખી સુખી કરી દીધા, એટલું જ નહિ પણ તેણે રાજાના પુત્ર વિગેરેને પણ થોડા વખતમાં પ્રસન્ન કરી દીધા અને નગરના મેટા શ્રેષ્ઠીઓને તેણે મધુર ભાષણથી પોતાને વશ કરી લીધા.
હવે જે સારી મતિવાળો મિથ્યાત્વને દૂર કરી જેમ સમ્યકત્વ પામે, તેમ શત્રુવને જય કરી તેમના દેશમાં પોતાની આજ્ઞા પ્રવજીંવી લક્ષ્મીના સંગમથી અધિક દેદીપ્યમાન એ તે રાજા કેટલેક દિવસે જ્યાં પગલે પગલે ઉત્સવ થઈ રહ્યા છે એવી પિતાની તે રાજધાનીમાં આવ્યું. તે વખતે આનંદને ધારણ કરી વિવિધ ભેટણ સહિત નગરના બધા લોકે રાજાની સન્મુખ ગયા. ત્યાં ભેંટણું આગળ મૂકીને વિનયપૂર્વક તેઓ રાજાના આપત્તિને દળનારા એવા ચરણે નમ્યા. એટલે આનંદપૂર્વક રાજાએ તેમને યાચિત સન્માન દઈ આ પ્રમાણે પૂછ્યું:–“હે મહાજને! તમે બધા કુશળ છો?” આ સાંભળી તેઓ બોલ્યા કે –“સ્વામિન્! ન્યાયના મહાસાગરે તુલ્ય એવા દુર્ગપાલની કૃપાથી અમે અત્યારે બહુજ સુખી છીએ.” આ પ્રમાણે તેમનું કથન સાંભળી રાજા મનમાં વિચાર કરવા લાગ્યો કે – “આ લેકની કહેવામાં ભૂલ થઈ છે કે મારા સમજવા ફેર થયે?” પછી તાંબૂલ દેવરાવીને છેડે વખત વ્યતીત કરીને ફરી રાજાએ તેમને પૂછ્યું, એટલે તેઓએ પૂર્વ પ્રમાણેજ જવાબ આપ્યો. આથી રાજાના અંતરમાં કેપ પ્રગટ્યો, પણ ભસ્મથી આચ્છાદિત અનલની જેમ બહારથી તાપ ન દેખાડતાં મહાજનેને તેણે વિસર્જન ક્ય. પછી વાજીત્રના નિષથી દિશાઓને શબ્દમય બનાવતા એવા રાજાએ ઉંચે લટકાવેલ પતાકાઓથી અભુત લાગતી એવી પિતાની નગરીને અલકૃત કરી. પછી ત્યારથી રાજાને મનમાં આ પ્રમાણે ચિંતા થવા લાગી કે --“અહો! એણે નગરના બધા લેકેને વશ કરી લીધા છે. માટે એ નિશ્ચય દુષ્ટ અને રાજ્યદ્રોહી છે.” નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે – અધિક ગુણવાળા સેવકપર રાજાઓ પ્રાય: દ્રોહ કરે છે. માટે કઈ