SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકતવ કૌમુદી-અહદાસ શેઠની કથા. રાખ. હે ચતુરે! અદભુત એ કસ્તુરીને વિસ્તાર તૈયાર મૂક. હે સાનંદે! કેમ જરી ખસતી નથી? હે મુશ્કે! અત્યારે વૃથા આલસ્ય કરે છે. હે કમ્પરિ! ઘણું કપૂરના પૂરથી પૂરિત એવું પાત્ર લાવ અને હે લીલાવતિ! તું રસિક તાંબૂલને લીલાપૂર્વક લાવ.” * આ પ્રમાણે અન્ય આલાપથી ઉતાવળ કરતા અને સર્વ સામગ્રી તૈયાર કરીને ઉદ્યાનમાં જતા એવા સ્ત્રીસમુદાયને જોઈને અચલ ધર્મબુદ્ધિવાળો એ અદાસ શ્રાવક વિચાર કરવા લાગે –“અહા! પરિવાર સહિત જિનપૂજા માટે કેમ થશે? આજે સર્વ સત્કર્મનું કારણભૂત એવું ચાતુર્માસિક પર્વ છે, જે પર્વમાં દેવતાઓ પણ સ્નાત્ર મહોત્સવ કરે છે. આજે વિવેકી પુરૂષે અતિ ઉત્સાહપૂર્વક જિનાર્ચના કરવી જોઈએ. અને મેં પણ જિનેશ્વર સમક્ષ એ પ્રમાણે નિશ્ચય (નિયમ) કર્યો છે. રાજાની આજ્ઞાથી મારી સ્ત્રીએ પોતાના પરિવારસહિત કૌમુદી મહોત્સવની ઈચ્છાથી વનમાં જાય છે. ચાંદનીરહિત ચંદ્રમા અને વીજળીરહિત જેમ પધર ન શેભે, તેમ ગૃહસ્થ પણ સ્ત્રી વિના ભતા નથી.” આ પ્રમાણે મનમાં વિચાર કરીને તાત્કાલિક બુદ્ધિવાળા એવા તે શેઠે વિવિધ મણિઓથી સમુન્જવલ અને વિશાલ એ સેનાને થાળ હાથમાં લઈને સુભટથી સંકીર્ણ એવા રાજમંદિરે જઈને રાજાની આગળ ભેટશુ મૂકીને જેટલામાં પ્રણામ કર્યો, તેટલામાં રાજા આનંદિત થઈ બો:–“હે શેઠ! તમારૂં અહીં શા પ્રજનથી આવવું થયું, તે નિવેદન કરે.” પછી જેણે પોતાના શરીરને નમાવેલ છે અને પિતાના મુખકમળને જેણે પ્રસન્ન રાખેલ છે એવા શ્રેષ્ઠીએ પિતાના બંને હાથ મસ્તક સુધી ઉંચા રાખી નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું:–“હે દેવ! આજે સર્વ પાપને ઘાત કરનાર ચતુમસી પર્વ છે, જેમાં દેવતાઓ પણ નંદીશ્વરદ્વીપે જઈને યાત્રા કરે છે. મેં પણ પ્રથમ શ્રી વિરપાસે પર્વને દિવસે વિધિપૂર્વક નગરના સર્વ ચૈત્યનું પૂજન કરવાનું વ્રત લીધું છે, અને વિશ્વના બંધુસમાન એવા સાધુઓને પિતાના સમગ્ર કુટુંબની સાથે આ દિવસે વંદન કર
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy