SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. ૩ નેપચ્ચ ધારણ કરીને સત્વર ઉદ્યાનમાં જાઓ, અને ત્યાં હૃદયને આ નંદ આપનાર એવા તાજા નૈવેદ્યની ભેટપૂર્વક દેવીચરણની અચોં કરીને આનંદદાયક એવી વિચિત્ર ગીત નૃત્યાદિક યથેચ્છ કીડા કરતાં દિવસ અને રાતભર ત્યાંજ રહે, અને માણસે બધા નગરની અંદર વિવિધ પ્રકારની ક્રીડા કરે. આ કાયદાને જે ભંગ કરશે, તે રાજાને ગુન્હેગાર થશે.” કહ્યું છે કે – “યાજ્ઞામો નાણાં, પુખ માનના ત્તિ દિગતિના-માલવધ ઉત” I ? / રાજાઓની આજ્ઞાને ભંગ કર, વડીલોનું અપમાન કરવું અને બ્રાહ્મણેની આજીવિકા તેડવી, એ શસ્ત્ર વિનાને વધ કહેવાય છે.” આ પ્રકારની ઉદ્દઘાષણ સાંભળીને લલનાઓ અલંકાર ધારણ કરીને ઉપવનમાં જવાને માટે આ પ્રમાણે બીજી સામગ્રી સજવા લાગી:“હે બાલે! જમીનપરથી ઉઠાવીને દૂર્વાકુરને ઝટ થાળમાં રાખ. હે ચાર જ ચંદને! દેવતાઓને આનંદ આપનાર એવું ચંદન તું તૈયાર કર. હે કલ્યાણિ! કુટુંબના કલ્યાણને માટે, જેનાથી દેવાંગનાઓ પણ ખુશ થાય એવા મધુ અને દધિને તું તૈયાર કર. હે વયસ્ય! તું પ્રશસ્ત પુષ્પો લાવ. હે વિદગ્ધ! તું ચંદ્રમા સમાન સુશોભિત એક મુગટ બનાવ. હે વિદુરે! બાલસૂર્યના જેવું અરૂણસિંદૂરનું પૂર પાસે લઈ આવ, કે જેથી હું સ્ત્રીઓને પ્રિય એવું સીમંતનું ખંડન કરૂં. હે સખિ! બીજા કામ પડતાં મૂકીને કસ્તૂરી વાટ, કે જેથી ગાલપર હું પત્રવદ્વિકાની રચના કરું. હે કુંતલે! કુંતલાલકાર સરસ રીતે તું તૈયાર કર, કે જેથી હું તરત તેમાં સારાં સારાં પુષ્પને ગોઠવીને વધારે સુશોભિત બનાવું. હે ભદ્ર! મનહર જળથી કુંકુમને તરત પલાળ, કે જેથી હું આનંદિત થઈને પોતાના અંગને રંગમય બનાવી દઉં. હે તવંગિ! મને સારાં સારાં વસ્ત્રો સત્વર આપ. હે શતપત્રાક્ષિ! પવિત્ર એવી પાદુકા મારા પગમાં પહેરાવ. હે જામે! સારું પાછું મેળવીને કાજળ તરત તૈયાર કર. હે બાલે! તું આખે આંજવાને માટે એક સળી તૈયાર
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy