________________
ભાષાંતર.
૨૫
વાને અભિગ્રહ લીધો છે. રાત્રે એક એક ચૈત્યમાં જગદગુરૂની પૂજા કરીને ગીત, નૃત્યાદિ કરવું. હે રાજન્ ! મારા આગમનનું આ મુખ્ય પ્રયોજન છે. અત્યારે કૌમુદી મહત્સવ માટે આપને પ્રજામાં આદેશ ફરેલો છે, તે નૃપાલક ! એવી રીતે કામ પાર ઉતરે કે આપની - જ્ઞાનું અપમાન ન થાય અને મારા વ્રતને લેશ પણ ભંગ ન થાય. હે શ્રાવકગણભૂષણ! આપ એવી રીતે આદેશ કરે કે જેથી મારી મનેભાવના ફલિત થાય.” આ પ્રમાણે સાંભળીને સર્વ લેકના મ
રથ પૂરવામાં કલ્પવૃક્ષ સમાન, પ્રબલપ્રમોદના પૂરથી જેના રોમાંચ વિકસિત થયા છે અને રાજાઓની શ્રેણીમાં ઇંદ્રસમાન એ શ્રેણિકરાજા મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્ય:–“અહો! મહામેહને કરનાર અને વિશ્વને વિસ્મય પમાડનાર આ મહોત્સવના મેહને મનમાંથી દૂર કરીને આ મહાત્મા સર્વજ્ઞના ધર્મમાં આ પ્રમાણે પિતાની વિશુદ્ધ બુદ્ધિને ધારણ કરે છે. ખરેખર! જિનંદ્ર પૂજામાં ભાવિત મનવાળા અને સુંદર આચારવાળા એવા આ પુણ્યાત્માએ મારા આદેશને, નગરને અને આ સકલ ગૃહને પવિત્ર કર્યો છે. આવા પ્રકારના ઘણુ પુરૂષે જે મારા નગરમાં હોય, તો આ મારૂં સમગ્ર રાજ્ય, સફલ થાય.” આ પ્રમાણે પિતાના મનમાં ભાવના ભાવીને પછી નરાધીશ પ્રગટ રીતે શેઠને કહેવા લાગ્ય:–“હે શેઠ ! તું ધન્ય છે, તું કૃતકૃત્ય છે અને તારેજ જન્મ લાધ્ય છે. કારણ કે જગતને એક પ્રમાદનું સ્થાન એ આ મહોત્સવ ચાલુ છતાં તું ધર્મકર્મમાંજ આદરભાવ ધરાવે છે. પ્રમાદથી પરાધીન થયેલ પ્રાણી આવા સાંસારિક મહોત્સવમાં પ્રાયઃ વિશેષતાથી ધર્મવિમુખ થાય છે. ત્યાં સુધી વ્રત રહે છે, ત્યાંસુધી કિયા અને નિયમનું હૈયું પણ ત્યાં સુધી જ છે, કે જ્યાં સુધી પ્રાણીઓને સાંસારિક કાર્યને પ્રસંગ આવતા નથી. મારા આ સમગ્ર સામ્રાજ્યમાં તારે લીધેજ વિશેષતા છે. માટે સર્વ પ્રકારની સામગ્રીથી નિઃશંક થઈને પૂજનવ્રતને આચર. તારી સ્ત્રીઓ પણ હે મહાભાગ! તારી સાથે ઘેર રહીને જિનપૂજાના મહોત્સવને અધિકતાથી દીપાવે. તારી અનુમંદના કરવાથી મને પણ તેવા પવિત્ર