________________
- ભાષાંતર.
શ્રી જિનેશ્વરની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય:-“હે નાથ ! હે સદ્ધર્મબાંધવ! હે ત્રિભુવનાધિપતે ! હે રાજાઓને પૂજ્ય ! આજે અત્યારે આપના ચરણકમળના વંદનથી મારે નરભવ સફલ થયે. હે દેવ ! નવા નવા અદભુત ભાવથી જેઓ તમારા ચરણની સેવાના કરવાવાળા છે, તેઓજ આ પૃથ્વી પર ધન્ય છે. બીજા પ્રાણીઓ તે પરમ સુવર્ણસમાન દેહથી વસુધાને ભારભૂત જેવા છે, એમ હું માનું છું.” આ પ્રમાણે જિનેશ્વરની સ્તુતિ કરીને ભાસ્કર સમાન દેદીપ્યમાન શ્રેણિક રાજા પિતાને યથોચિત સ્થાને બેઠે. ધર્મથી ભાવિત અને શ્રેષ્ઠીઓમાં વૃષભ સમાન એવા અહદાસ વિગેરે પણ આ નંદદાયક જિનેશ્વરને નમીને યથાક્રમે બેઠા. પછી કર્ણમાં અમૃત સિંચનાર અને પાંત્રીશ ગુણેથી ઉદાર એવી વાણુથી વીર ભગવાન આ પ્રમાણે દેશના દેવા લાગ્યા:-“આ અસાર સંસારમાં મરૂભૂમિમાં ક૫વૃક્ષની જેમ ઘણું ભાગ્ય એકત્ર થાય, ત્યારે પ્રાણીઓ ઘર્મ પ્રાપ્ત કરી શકે છે. તેની ઉત્પત્તિને માટે વસુધાપીઠસમાન મનુષ્યજન્મ દુર્લભ ગણાય છે, તેમાં પણ વૃક્ષનું મૂળ કારણ જેમ બીજ, તેમ ડાહ્યા માણસોએ ધર્મરૂપ વૃક્ષનું મૂળ કારણ સમ્યકત્વ કહેલ છે, સુસાધુ એવા ગુરૂને સમાગમ થ એ બહુધા અનુકૂલ પવન સમાન છે. હૃદય નિર્મલ વિવેકની જાગ્રતિ એ વિશાલ કયારા તુલ્ય છે, શુદ્ધ સમ્યકત્વ એ તેના વિસ્તારનું મુખ્ય કારણ છે, અર્થાત્ મૂળ છે, તસ્વાતવને વિચાર એ તેને મને હર સ્કંધ (થડ) છે, દાન, શીલ, તપ અને ભાવ એ ચાર તેની મુખ્ય શાખાઓ છે અને સમતા, મૃદુતા વિગેરે પ્રશાખાઓ પ્રસિદ્ધ છે, વિવિધ કળાઓ સહિત સમસ્ત લક્ષ્મીની લીલાઓ તે એના પડ્યુ છે, મનુષ્ય અને દેવતાઈ સુખની સંપત્તિઓ તે એના રમણીય પુપો છે અને શુકલધ્યાનરૂપ ઋતુના ઉલ્લાસથી પરિપકવ થયેલ સિદ્ધિસુખરૂપ તેનું ફળ છે, જેને આસ્વા. દન કરતાં કદી કલેશને લેશ પણ ન થાય. પૂર્વ પુણ્યના વેગથી આવા પ્રકારને ધર્મ કલ્પવૃક્ષ પ્રાપ્ત થતાં પણ જળસિંચન વિના તે ક્ષણે ક્ષણે ક્ષીણ થઈ જાય છે. શ્રી જિનેંદ્રની અર્ચના તેજ તેનું જળ