________________
સમ્યકત્વ કૌમુદી.
સિંચન કહેલ છે. માટે દરેક પ્રાણુએ તે પૂજન વિધિમાં અતિશય આદર કરે. જે માણસ સ્વલ્પ સમયમાં શિવરૂપ ફળની ચાહના કરે છે, તેણે પ્રભુની યત્નપૂર્વક ત્રિકાલ પૂજા કરવી જોઈએ. જે નિદોષ એવા જિનૅ ભગવંતની ત્રિકાલ પૂજા કરે છે, તે પ્રાણ ત્રીજા ભવમાં અથવા સાત આઠ ભવમાં સિદ્ધિ પામે છે. આ પૂજા વિવેકપૂર્વક જે સ્વલ્પ કરી હોય, છતાં અવસરની મેઘવૃષ્ટિની જેમ લેકેને તે મહા ફળ આપે છે. કહ્યું છે કે –
" जिनपूजनं जनानां, जनयत्येकमपि संपदः सकलाः । जलमिव जलदविमुक्तं, काले शस्यश्रियो निखिलाः ॥१॥
એકવાર કરેલ જિનપૂજન પણ માણસને સમસ્ત પ્રકારની સંપત્તિ આપે છે. કારણ કે વખતપર વરસાદનું પાણી સમગ્ર ધાન્ય સમૃદ્ધિને નીપજાવે છે.” એ પૂજાજ દૂર કર્મરૂપ વૃક્ષોના બગીચાને મૂળથી ઉખેડી નાખવા સમર્થ છે, જગતના તમામ ઐશ્વર્યનું તે મૂળ કારણ છે અને સંસાર સમુદ્રમાં તે સેતુસમાન છે. વધારે શું કહીએ? અરિહંતની પૂજા વિબુધ પુરૂષોએ આઠ પ્રકારની કહી છે અને તે તે ફળની સાક્ષાત્ પ્રાપ્તિને માટે તે માહાભ્યયુક્ત છે. કહ્યું છે કે – " पुष्पात्पूज्यपदं जलाद्विमलता सद्धपधूपाद् द्विषद्वंदध्वंसविधिस्तमोपहननं दीपाद् घृतात् स्निग्धता । क्षमं चाक्षतपात्रतः सुराभिता वासात्फलाद्रूपता, नृणां पूजनमष्टधा जिनपतेरौचित्यलभ्यं फलम् " ॥ १ ॥
પ્રાણી, પુષથી જિનપતિની પૂજા કરતાં પૂજ્યપદવી પ્રાપ્ત કરે છે, જળથી વિમળતા, સપના ધૂમથી આંતર શત્રુઓના વં સને, દીપથી આંતર તમને નાશ, છૂતથી સ્નિગ્ધતા, અક્ષતપાત્રથી કુશલતા, વાસક્ષેપથી સુરભિતા, અને ફળથી રૂપતા–આ પ્રમાણે અષ્ટપ્રકારની પૂજાથી પૂજક તે તે વસ્તુને ઉચિત ફળ મેળવી શકે છે. સંક્ષેપથી દ્રવ્ય અને ભાવ–એવા બે પ્રકારે પૂજા થઈ શકે છે. દ્રવ્યથી