________________
સમ્યક્તત્વ કૌમુદી.
માળ મયૂરી ભુજંગને રમાડે છે.” હવે આ હૃદયને આનંદ આપનાર શ્રીનિંદ્રના આગમન વિગેરેની હકીકત, રાજાને નિવેદન કરી હું કૃતકૃત્ય થાઉં.” આ પ્રમાણે વિચાર કરી તે ચતુર વનપાલકે હાથમાં પુષ્પ અને ફળો લઈ રાજસભામાં જઈને જિનેશ્વરના આગમનની ખબર રાજાને નિવેદન કરી. કાનમાં અમૃતનું સિંચન કરનાર એવું તેનું વચન સાંભળીને રાજાએ પોતાના એક મુગટ શિવાય બીજા બધા અલંકારે શરીર પરથી ઉતારી તે વનપાલને બક્ષીસ કરી દીધા. પછી ચતુરંગિણું સેનાહિત થઈને વિશાલ વસુધાને પણ સંકીર્ણ બનાવતે એ તે રાજેદ્ર આવા પ્રકારના આડંબરથી ભાવપૂર્વક પ્રભુને નમસ્કાર કરવાને ચાલ્યું. તે વખતે પોતાના સ્વામી પાસેથી પ્રસન્નતા જેમણે મેળવી છે, બખ્તરથી જેમના શરીર સજ્જ છે અને હાથમાં જેમણે વિચિત્ર પ્રકારના શસ્ત્રો રાખેલ છે, એવા ૫દાતિઓ આગળ આગળ ચાલવા લાગ્યા. તે પછી જેમણે શત્રુઓને ખંડિત કર્યા છે અને પાંચ વર્ણની પતાકાઓથી જે મંડિત છે, પર્વ તેના જેવા ઉંચા શરીરવાળા અને સારી કાંતિવાળા એવા હાથીઓ ચાલવા લાગ્યા. ત્યારબાદ વેગથી ઉદ્ધત બનેલા અને સ્વચ્છેદ હેષારવ (હણહણાટ) ના પડઘાથી આકાશ અને પૃથ્વીને એક શબ્દમય કરી મૂકતા એવા અવે ચાલવા લાગ્યા. અનંતર જાણે જયલક્ષ્મીના એક મનોરથ હોય એવા અને પિતાના ચક સમુદાયના ચીત્કારથી દિશાઓને જેમણે વાચાલ બનાવી દીધી છે એવા રથે ચાલવા લાગ્યા. પાલખીઓમાં સુખે બેઠેલી એવી ચિલૂણદિક મહારાણીઓ પણ જાણે વીરના વંદનને માટે અતિ ઉત્સુક થઈ હોય એમ આગળ આગળ જવા લાગી. નાના પ્રકારના વાજીત્રાના અવાજથી તથા બંદીજનેના યજ્યારથી તે વખતે કાને પડેલું પણ કંઈ કોઈના સાંભળવામાં આવતું નહિ. તે અવસરે ચતુરશિરોમણિ અને આનંદથી ઉદભવેલ રોમાંચયુક્ત એ અહંદૃાસ શેઠ પણ પિતાની સર્વસમૃદ્ધિના આડંબરથી પ્રભુને વંદન કરવાને આવ્યું. પછી શ્રેણિક રાજા ત્રણ પ્રદક્ષિણ ફરીને બહુ ભક્તિથી ભવ્યાના ભયને હરણ કરનારા એવા