________________
સમ્યકત્વ કૌમુદી
ગરને ઉલ્લસિત કરવામાં ચંદ્રમા સમાન એવા આ વાચંયમ સ્વામી ( આચાર્ય) કયાંય પણ મારા જેવામાં આવ્યા લાગે છે, પણ તે ક્યાં જેવામાં આવ્યા, તેનું બરાબર સ્મરણ થતું નથી.”
- આ પ્રમાણે વિચાર કરતો રાજા મૂચ્છ ખાઈ તરત પૃથ્વી પર પડ્યો. એવામાં ... અહા આ શું થયું?” એ પ્રમાણે બોલતે પરિજનવ ત્યાં એકઠા થઈ ગયે. તરત પંખાથી પવન નાખતાં અને ચંદનદ્રવનું સિંચન કરતાં રાજા સાવધાન થયું અને જાતિસ્મરણ પામી એકદમ ઉભો થયે. આચાર્ય મહારાજને જાતિસ્મરણથી પિતાના પૂર્વભવના ધર્મગુરૂ જાણીને આનંદ પામતે મહીપતિ વેગથી તેમને વંદન કરવાને આવ્યું. રથ પર બિરાજેલી પ્રભુની પ્રતિમાને પ્રથમ હર્ષપૂર્વક નમસ્કાર કરીને પછી ગુરૂ મહારાજાને પંચાંગે નમસ્કાર કર્યો. પછી પોતાના બંને હાથ જોડીને રાજા કહેવા લાગે – “હે પ્રભે! હું અત્યારે કેણું , તે તમે જાણે છે કે નહિ?” આ સાંભળીને આચાર્ય મહારાજ પણ કહેવા લાગ્યા:–“હે રાજન! ત્રણ ખંડના સ્વામી એવા તને ઉદય પામેલા સૂર્યની જેમ અત્યારે કોણ નથી જાણતું ? ગુરૂના માહાસ્યથી જેમ ગુણેન્નતિ, તેમ તમારા માહાસ્યથી અત્યારે આ વસુધાપર ઉંચા પ્રકારના ન્યાયધર્મની વ્યવસ્થા પ્રવક્તી રહી છે.” આ પ્રમાણે આચાર્ય મહારાજનું વચન શ્રવણ કરી ભૂપતિ પુન: કહેવા લાગ્યું: “હે પ્રભે! આ ભવ સંબંધીની ઓળખાણ હું આપશ્રીને પૂછત નથી, પરંતુ હું આપની પાસે પૂર્વભવનું સ્વરૂપ જાણવાને ઈચ્છું છું.” આ રીતે રાજાના કહેવાથી ગુરૂ મહારાજ શ્રુતજ્ઞાનને ઉપગ દઈ કહેવા લાગ્યા:–“હે રાજન! પૂર્વભવમાં તું મેટે દરિદ્ર હતું. એક વખતે અમારી પાસે તેં અવ્યક્ત સામાયિક વ્રત લીધું, તે પુણ્યના પ્રભાવથી અત્યારે તું સંપ્રતિરાજા થયે છે.” તે પછી ગુરૂમહારાજે સમ્યકત્વના લાભનું કારણ જાણું ત્યાં સર્વ લેકની સમક્ષ રાજાનું પૂર્વભવનું સમગ્ર ચરિત્ર કહી બતાવ્યું. તે વખતે પૂર્વભવનું સ્વરૂપ સાંભળીને જેને વિશ્વાસ ઉત્પન્ન થયે છે એવો વિચક્ષણ રાજા ગુરૂને વિજ્ઞપ્તિ કરવા લાગે –“હે પ્રભે! મારા ઉપર આપ પ્રસન્ન થાઓ અને અત્યારે